કાલે પાલિતાણામાં હજારો જૈનો ઉમટશે: આદિનાથ જિનાલયનો ૪૮૮મો સાલગિરહ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

May 24, 2019 at 11:29 am


દૂરથી આવ્યો દાદા… દર્શન દયો…ની ભાવના સાથે આવતીકાલે દેશભરમાંથી હજારો જૈનો ઉમટશે. ગિરિરાજ શત્રુંજય તીર્થ પર આવતીકાલે મૂળનાયક આદેશ્ર્વર દાદાનાં દેરાસરનો ૪૮૮મો સાલગિરહ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. આગામી ટૂંક સમયમાં ૫૦૦મી સાલગિરહ મહોત્સવ આવી રહ્યો હોય જૈનોમાં ભારે આતુરતા છવાઈ છે.
આણંદજી કલ્યાણજી પેઢી દ્રારા તાલિપાણા પવિત્ર શંત્રુજય મહાતિર્થમાં ગિરીરાજ ઉપર મુળનાયક આદિનાથ ભગવાનના દેરાસરની ૪૮૮મી સાલગિરહ શનિવારે સાલગિરહની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગને અનુરૂપ તારીખ ૨૪ને આજે સાંજે ૭–૩૦ કલાકે તળેટી પારણા ભુવન ખાતે રંગત પ્રોડકશન અંતર્ગત જૈન સુશ્રાવક શેઠ મોભાશા શેઠનું નાટક ‘હત્પ ભલે ડુબી જઉ મારો ધર્મ હંમેશા તરતો રહેશે’નું નાટક આયોજન કરવામાં આવેલ છે. તા.૨૫ના રોજ ગિરીરાજ પર મુળનાયકના દેરાસર, જય તળેટી, મોટા રસ્તાની દેરીઓ, નવટુંક દેરાસરોમાં ધજા ધારણ કરવામાં આવશે તથા ત્યારબાદ પારણા ભુવન ખાતે સઘં સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ છે. તથા પૂ.દાદાજીના દેરાસરની ધજા આરોહણનો સમય સવારે ૧૦ કલાકે સતરભેદી પુજા ભણાવવામાં આવશે તેવુ પાલિતાણા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના મનુભાઈ અને એ.ડી.શાહે જણાવેલ

VOTING POLL

ગાેંડલના દેવચડી મા ખોડીયાર માતાજીનો મૂતિર્ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

May 13, 2019 at 11:26 am


ગાેંડલઃ ગાેંડલ તાલુકા ના દેવચડી ગામ સ્થીત જુનિ દેવચડી ખાતે 500 વર્ષથી પણ પ્રાચિન શ્રી ખોડીયાર માતાજી નું મંદિર આવેલ છે જ્યાં આજરોજ સમસ્ત ચુડાસમા પરિવાર દ્વારા નવનિર્મીત શિખરબÙ મંદિર માં શ્રી ખોડીયાર માતાજી, મોમાઈ માતાજી તેમજ ભવાની માતાજી નો મૂતિર્ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમજ સમસ્ત ચુડાસમા પરિવાર દ્વારા 11 કુંડિના મહા યજ્ઞનું પણ આયોજન કરેલ હતું. પ્રતિષ્ઠા પૂર્વે વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરેલ હતું જેમા સમસ્ત દેવચડી ગામનાં લોકો હર્ષભેર જોડાયા હતાં.

VOTING POLL

તિરૂપતિ બાલાજી મંદિરમાં 9000 કિલો સોનુ જમા થયુંઃ વર્ષે 1200 કરોડની અધધ આવક

May 11, 2019 at 10:38 am


આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે આવેલા તિરુપતિ બાલાજીના દુનિયાના હિન્દુઆેના સૌથી વૈભવી મંદિર પાસે 9,000 કિલોથી વધુ સોનું છે. આ માહિતી અધિકારીઆેએ આપી. શ્રી વેંકટેશ્વર મંદિરના મેનેજર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)નું 7,235 કિલો સોનું વિવિધ ડિપોઝિટ યોજનાઆે હેઠળ દેશની બે રાષ્ટ્રીયકૃત બેન્કો પાસે જમા છે. ટીટીડીના ખજાનામાં 1,934 કિલો સોનું છે, જેમાં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પાસેથી ગયા મહિને પાછા મેળવાયેલા 1,381 કિલો સોનાનો સમાવેશ થાય છે. પીએનબીએ આ સોનું ત્રણ વર્ષની ડિપોઝિટ યોજનાની પરિપક્વતા મુદત પૂરી થયા પછી પાછું આપ્યું હતું.

ટીટીડી બોર્ડે હવે નક્કી કરવાનું છે કે 1,381 કિલો સોનું કઈ બેન્કમાં જમા કરવાનું છે. સૂત્રો મુજબ બોર્ડ સોનાની વિવિધ ડિપોઝિટ યોજનાઆેનો અભ્યાસ કરી રહ્યું છે અને જેમાં વધુ રિટર્ન મળશે તેમાં જમા કરશે. ટીટીડીના ખજાનામાં બાકી 553 કિલો સોનામાં શ્રદ્ધાળુઆેના ચઢાવાના નાના-નાના આભૂષણોનો સમાવેશ થાય છે.ટીટીડી હંમેશા જમા સોનાની વિગતો આપવાનું ટાળતું રહ્યું છે, પરંતુ ગયા મહિને તમિલનાડુમાં ચૂંટણી અધિકારીઆે દ્વારા 1,381 કિલો સોનું જપ્ત કરાયા પછી સંસ્થાએ સોનાની માહિતી આપી. સોનું તમિલનાડુના તિરુવંુર જિલ્લામાં 17 એપ્રિલે એ સમયે જપ્ત કર્યું જ્યારે તે પીએનબીની ચેન્નઈ શાખામાંથી તિરુપતિ સ્થિત ટીટીડીના ખજાનામાં લવાતું હતું.

આ મંદિરમાં દૈનિક 50,000 તીર્થયાત્રી પહાેંચે છે અને મંદિરની વાર્ષિક આવક 1,000 કરોડ રુપિયાથી લઈને 1,200 કરોડ રુપિયા છે.શરુઆતમાં ટીટીડીએ જપ્ત કરાયેલું સોનું તેનું હોવાની વાતનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે તેને એ ક્યારેય ખબર નથી કે મંદિરમાં સોનું પાછું આવવાનું હતું, પરંતુ વિવાદ વધતા તેણે પોતાના વલણનો બચાવ કરતા કહ્યું કે સોનું જ્યાં સુધી ટીટીડીના ખજાનામાં નહી પહાેંચે ત્યાં સુધી તે તેનું સોનું નથી.

પીએનબી દ્વારા આવકવેરા વિભાગને દસ્તાવેજ સાેંપ્યા પછી બે દિવસ પછી સોનું ટીટીડીના ખજાનામાં પહાેંચી ગયું. બેન્કે સોનું તિરુપતિ મંદિરનું હોવા અને તેને મંદિર મોકલવા સંબંધિત દસ્તાવેજ આઈટી વિભાગને આપ્યા હતા. ટીટીડીના કાર્યકારી અધિકારી અનિલકુમાર સિંઘલ સંપૂર્ણ વિવરણ સાથે આવ્યા કારણ કે મુખ્ય સચિવ એલ.વી. સુબ્રમÎયમે સોનું લઈ જવામાં થયેલી ગરબડની તપાસનો આદેશ આપ્યો હતો.

કઈ બેન્કમાં કેટલું સોનું
મંદિરનું 1,311 કિલો સોનું 2016માં પીએનબી પાસે જમા કરાવ્યું હતું. બેન્કે વ્યાજમાં 70 કિલો સોનાની સાથે જમા સોનું પણ પાછું આપ્યું હતું. ટીટીડીએ જણાવ્યું કે તેનું 5,387 કિલો સોનું ભારતીય સ્ટેટ બેન્કમાં જમા છે અને 1,938 કિલો સોનું ઈન્ડિયન આેવરસીસ બેન્ક પાસે જમા છે. છેલ્લા બે દાયકાથી ટીટીડી પોતાનું સોનુ અનેક સરકારી બેન્કોમાં વિવિધ યોજનાઆે હેઠળ જમા રાખે છે.

VOTING POLL

કેદારનાથના કપાટ ખૂલ્યા, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર

May 9, 2019 at 10:35 am


હિન્દુઆેની પ્રસિÙ ચાર ધામની યાત્રા શરુ થઈ ગઈ છે. આજે વહેલી સવારે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા હતા. કપાટ ખૂલતા પહેલા પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠéું હતું. કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. આજે સવારે કપાટ ખુલતાની સાથે જ દર્શનાર્થીઆેની લાઈન લાગી હતી અને પાંચેક હજાર લોકોએ કેદારનાથના દર્શન કર્યા હતાં.

VOTING POLL

‘જય પરશુરામનાં જયઘોષ સાથે સૌરાષ્ટ્રમાં વિશાળ શોભાયાત્રાઃ ભૂદેવો ભિક્તમાં લીન

May 7, 2019 at 11:17 am


‘જય પરશુરામ’નાં જયનાદ સાથે આજે સૌરાષ્ટ્રભરમાં પરશુરામ જન્મોત્સવની બ્રûસમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ગણાતા અને બ્રાûણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મજયંતી ઉજવવા બ્રûસમાજ દ્વારા તૈયારીઆે કરાઈ હતી. આજે સવારે પરશુરામનાં પૂજન-અર્ચન, મહાઆરતી બાદ બપોરે ભવ્યશોભાયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન પરશુરામની વિશાળ મૂતિર્, તેમના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા અદભૂત ફલોટસ સાથે શહેરનાં રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સાફા સાથે સં યુવતીઆે અને યુવાનો પર બહોળી સંખ્યામાં જોડાયા હતા.

રાજકોટ, જામનગર, ટંકારા, મોરબી, ધોરાજી, જસદણ, ઉપલેટા, જેતપુર, ગાેંડલ, અમરેલી, સુરેન્દ્રનગર, વાંકાનેર, ભાવનગર, સાવરકુંડલા સહિત ગામે ગામે પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતી સાથે આજે અખાત્રીજ, જૈનોનાં વરસીતપનાં પારણા સાથે શુભ દિવસ હોય સવારથી પ્રસંગોની ઉજવણીમાં સૌરાષ્ટ્રવાસીઆે વ્યકત થયા છે.

મોરબી
મોરબીમાં સમસ્ત બ્રûસમાજ દ્વારા સાંજે 4 કલાકે પરશુરામ શોભાયાત્રા વાઘપર િસ્થત ગાયત્રી મંદિરેથી પ્રસ્થાન થઈ નવલખી રોડ િસ્થત પરશુરામ ધામ ખાતે પહાેંચી હતી. જયાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું.

ટંકારામાં ભગવાન પરશુરામજીનો જન્મોત્સવની ઉજવણીઃઆકરો તાપ, જળ બચાવવા શોભાયાત્રા રદ
ટંકારામાં ભગવાન વિષ્ણુના છઠા અવતાર ગણાતા અને બ્રાûણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની જન્મજયંતી ઉજવવા બ્રûસમાજમાં ભારે થનગનાટ જોવા મળે છે. આ પ્રસંગે મહાઆરતી, પરશુરામ પૂજન, રાજભોગ સહિતના પ્રસંગો પરંપરા મુજબ યોજાયો હતો.
ટંકારા બ્રûસમાજ સંસ્થાની મહાદેવ સેના દ્વારા બ્રાûણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતી દર વર્ષની જેમ પરંપરાગત ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની સમાજની મળેલી કારોબારીમાં નક્કી થયા મુજબ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર મનાતા અને બ્રાûણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતી ઉજવણી ઉપપ્રમુખ શશીકાંતભાઈ આચાર્યના વડપણ હેઠળ ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. ધામિર્ક કાર્યક્રમ માટે સંસ્થાના યુવકો જય દેવ, યોગેશ રાવલ, મનિષ ત્રિવેદી, કૌશિક ત્રિવેદી, કિશોરભાઈ પંડયા સહિતનાઆે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા પ્રમાણે સાંજે પાંચ વાગ્યે મહાઆરતી, પરશુરામ પુજન, દિપમાળા, રાજભોગ સહિતના ધામિર્ક કાર્યક્રમો બાદ સમુહ પ્રસાદ ગ્રહણ કરાશે.

ઉનાળાના આકરા તાપથી સમાજના જન આરોગ્યની તકેદારી ઉપરાંત, બ્રûસમાજ દરેક સમાજ વર્ગનું હિત જોનારો સમાજ હોય, ગામડામાં પાણીની કટોકટી હોઈ ત્યારે શોભાયાત્રા યોજી પાણી વેડફવુ અસ્થાને છે. તેથી શોભાયાત્રા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉનાળામાં આવતો ધામિર્ક પ્રસંગ સમગ્ર સમાજનું હિત જોઈને ઉજવવાનું નક્કી કરવામાં આવતા વિપ્રસમાજની સરાહના થઈ રહી છે.

VOTING POLL

ઘેલા સોમનાથ મહાદેવને સોમવારે પરશુરામ ભગવાનનો શણગાર કરાયો

at 11:16 am


જસદણ પંથકના વિખ્યાત તીથર્ધામ ઘેલા સોમનાથદાદાને સોમવારે પરશુરામ જયંતીના અવસરે પૂજારી હસુભાઇ જોશીએ પરશુરામ ભગવાનનો શણગાર કરાયો હતો. માનદ વહીવટદાર મનુભાઇ શીલુની આગેવાની હેઠળ આ પર્વે બહોળી સંખ્યામાં ભાવિકા ઉમટી દર્શન તથા પ્રસાદનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.

VOTING POLL

આજે ચંદ્રદર્શનઃ કાલથી રમજાન

May 6, 2019 at 4:35 pm


આજે સાંજે ચંદ્રદર્શન સાથે આવતીકાલથી રમઝાન માસનો પ્રારંભ થશે. મંગળવારથી શરૂ થતો પવિત્ર રમજાન માસ મુિસ્લમ બિરાદરો માટે ઘણો કઠીન અને બરકતવાળો ગણાય છે. જેથી કઠીન ઈબાદત તેવો જ બરકત અને ઈબાદત કરવાનો માસ ગણાય છે. આ રમજાન માસમાં ઈસ્લામ ધર્મની પાંચ ફરજોમાંથી ચાર ફરજો અદા થતી હોય છે. ઈસ્લામ ધર્મમાં 13 વર્ષનાં વ્યિક્ત માથે ઈસ્લામ ફરજો લાગુ પડી જાય છે. આ રમજાન માસનું 16 કલાકનું લાબું રોઝુ છે. 45 ડિગ્રી તાપમાનના બળબળતા તાપ હોવા છતાં મુિસ્લમ બિરાદરો રોઝું રાખી ખુદાની બંદગી કરશે. આ રોઝા સાથે પાંચ વખતની નમાઝ પઢશે અને કુરાન શરીફનું પઠન તેમજ રાત્રે તરાહવીની નમાઝ અને આખો દિવસ ઈબાદત બંદગી સાથે રમઝાન માસ મનાવશે. આ રમઝાન માસમાં મુિસ્લમ બિરાદરો માટે જકાત અને ખેરાતનું મહત્વ રહેલું છે. આ પવિત્ર માસ દરમિયાન બિરાદરો દ્વારા ગરીબોને મદદ કરશે. આ ઉપરાંત ઈફતાર સહિતના કાર્યક્રમો યોજાશે.
11 માસમાં બંદગી ન કરી હોય તે બંદગી સવાબ આ એક માસ દરમિયાન મળે છે. મુિસ્લમ બિરાદરો ખૂબ જ ઈબાદત અને સખાવત કરતાં હોય છે. આવતી કાલથી શરૂ થતાં રમઝાન માસને મુિસ્લમ બિરાદરો દ્વારા તૈયારી ચાલી રહી છે.

VOTING POLL

1 જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભઃ સુરક્ષા-વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ

at 10:45 am


બાબા અમરનાથની પવિત્ર ગુફાની વાર્ષિક યાત્રા પહેલાં જમ્મુમાં નિયંત્રણ રેખા (એલઆેસી) અને આંતરરાષ્ટ્રીય સીમા (આઈબી)ની આસપાસ સુરક્ષાચક્ર વધુ મજબૂત બનાવી દેવામાં આવ્યું છે.
અધિકારીઆેએ આ અંગેની જાણકારી આપતાં કહ્યું કે 46 દિવસની યાત્રા અનંતનાગ જિલ્લાના પારંપરિક પહલગામ માર્ગ અને ગંદેરબલ જિલ્લાના નાના બાલટાલ માર્ગથી 1 જૂલાઈથી શરૂ થશે. રક્ષાબંધના દિવસે એટલે કે 15 આેગસ્ટને તેનું સમાપન થશે. અધિકારીઆેએ જણાવ્યું કે પોલીસ, સેના, બીએસએફ, સીઆરપીએફ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની અહી યોજાયેલી સંયુક્ત બેઠકમાં યાત્રાને લઈને સુરક્ષા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

VOTING POLL

આજે શનિવાર અને શનિશ્વરી અમાસનો સંગમઃ શનિદેવતાને રીઝવતા ભાવિકો

May 4, 2019 at 5:03 pm


આજે શનિશ્વરી અમાસ નિમિતે શનિદેવનાં મંદિરોમાં ભકતોની ભીડ ઉમટી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવેલા શનિમંદિરોમાં શનિદેવની પૂજા-અર્ચના કરી હતી. આજે ચૈત્ર વદ અમાસ અને શનિવારનો સંગમ સજાર્તા ભાવિકોમાં શનિવારી અમાસનું મહત્વ વધ્યું છે.પોરબંદર નજીક શનિનાં જન્મસ્થાન ગણાતા હાથલા ગામે શનિશ્વરી અમાસની ઉજવણીમાં સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટયા છે. શનિદેવતાને રિઝવવા માટે વર્ષમાં આવતા ખૂબ આેછા દિવસો પૈકી શનિ અમાસ છે.આજે શનિ આરાધના દાન-પૂÎય અને પૂજા કરવાથી શનિ દેવતાનાં આશીર્વચન પ્રાપ્ત થાય છે. કાળા તલ, કાળા અડદ, તલનું તેલ સાથે શનિદેવતાનું પૂજન અને હનુમાન ચાલીસાનાં જાપ ભાવિકો કરી રહ્યા છે.

VOTING POLL

આજે શનિવાર અને શનિશ્વરી અમાસનો સંગમઃ શનિદેવતાને રીઝવતા ભાવિકો

at 11:40 am


આજે શનિશ્વરી અમાસ નિમિતે શનિદેવનાં મંદિરોમાં ભકતોની ભીડ ઉમટી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવેલા શનિમંદિરોમાં શનિદેવની પૂજા-અર્ચના કરી હતી. આજે ચૈત્ર વદ અમાસ અને શનિવારનો સંગમ સજાર્તા ભાવિકોમાં શનિવારી અમાસનું મહત્વ વધ્યું છે.
પોરબંદર નજીક શનિનાં જન્મસ્થાન ગણાતા હાથલા ગામે શનિશ્વરી અમાસની ઉજવણીમાં સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટયા છે. શનિદેવતાને રિઝવવા માટે વર્ષમાં આવતા ખૂબ આેછા દિવસો પૈકી શનિ અમાસ છે.
આજે શનિ આરાધના દાન-પૂÎય અને પૂજા કરવાથી શનિ દેવતાનાં આશીર્વચન પ્રાપ્ત થાય છે. કાળા તલ, કાળા અડદ, તલનું તેલ સાથે શનિદેવતાનું પૂજન અને હનુમાન ચાલીસાનાં જાપ ભાવિકો કરી રહ્યા છે.

VOTING POLL