અમરનાથ યાત્રાના રૂટ ઉપર ભૂસ્ખલનમાં પાંચના મોતઃ 3 ઘાયલ

July 4, 2018 at 10:47 am


જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રાના રૂટ ઉપર બાલટાલના રસ્તામાં ભૂસ્ખલન થવાથી 5 લોકોના દબાઈ જવાથી મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 3 અમરનાથ યાત્રીઆેના અલગ અલગ કારણથી મોત થયા છે. બાલટાલના રેલ પથરી વિસ્તારમાં આ દુર્ઘટના થઈ છે. બાલતાલ અને પહેલગામમાં ભારે વરસાદ પડતા યાત્રાને અટકાવી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યે અચાનક હવામાન ખરાબ થઈ ગયું અને ખુબ વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે બાલટાલમાં ચાર અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું. જેમાં 3 ભૂસ્ખલન બાલટાલ કેમ્પ વિસ્તારમાં થયાં. આ ભૂસ્ખલનમાં તો કોઈ જાનહાનિ થઈ નહી. પરંતુ આ ઉપરાંત એક ભૂસ્ખલન અમરનાત યાત્રીઆેના ટ્રેકિંગ માર્ગ રેલ પથરીમાં થયું. ઉપરથી અચાનક માટી અને પથ્થર પડવા લાગ્યાં. આ કાટમાળમાં અનેક લોકો તબાઈ ગયાં. સેના અને એનડીઆરએફના જવાનોએ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢ્યાં.
એવું કહેવાય છે કે બે લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતાં. જ્યારે 3 અન્ય લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં. 3 ઘાયલોની સારવાર જારી છે. આ ઉપરાંત અન્ય અલગ અલગ ઘટનાઆેમાં પણ 3 યાત્રીઆેના મોત થયા છે. બાલટાલ કેમ્પમાં આંધ્ર પ્રદેશના થોટા રઘનામ (75)નું હાર્ટ એટેકથી મોત થયું. આંધ્ર પ્રદેશના રાધાકૃષ્ણ શાસ્ત્રી (65)નું પણ હાર્ટ એટેકથી મોત થયું.
બાલટાલથી ટ્રેકિંગ કરીને પવિત્ર ગુફામાં જતી વખતે એક પથ્થર ટકરાવવાથી ઉત્તરાખંડના પુષ્કરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અહી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. અત્રે જણાવવાનું કે ખરાબ હવામાનના કારણએ શનિવારથી યાત્રા બંધ હતી. મંગળવારે હવામાન સારું થતા યાત્રા ફરી શરુ કરાઈ. મંગળવારે જ શ્રદ્ધાળુઆેનો ચોથો જથ્થો રવાના કરાયો હતો. જેમાં લગભગ 3000 યાત્રીઆે સામેલ છે.

VOTING POLL

ગો.સં.નાં પૂ.રાજેશમુનિનાં આજ્ઞાનુવત} મોટા પુષ્પાબાઈ મ.સ.કાળધર્મ પામ્યાંઃ પાલખીયાત્રા

July 3, 2018 at 3:19 pm


ગાેંડલ સંપ્રદાયના પૂ.ગુરુ ભગવંત રાજેશમુનિ મ.સાના આજ્ઞાનુવત} પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ. સોમવારે સાંજે સમાધિભાવે કાળધમે પામેલ છે. પૂ.મોટા પુષ્પાબાઈ મહાસતિજી 83 વષેના માનવ જીવનમાં 58 વષેનું સુદીઘે સંયમ જીવનનું પાલન કરી સંથારા સહિત કાળધમે પામેલ છે.પૂ.ભવ્ય મુનિ મ.સાહેબે તેઆેની અંતિમ સમયની આરાધના સાથે અનશન વ્રતના પચ્ચખાણ કરાવેલ હતાં.અત્રે નાેંધનીય છે કે પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.જામનગર ચાતુમાર્સાર્થે વિહાર કરતાં પૂર્વે ઋષભદેવ સંઘમાં પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.ને આલોચનાદિ વિધી કરાવેલ. ગાેંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા.,પૂ.નમ્ર મુનિ મ.સા. ઋષભદેવ ઉપાશ્રયે પધારી અનશન આરાધક પૂ.પુષ્પાબાઈ મ.સ.ને માંગલિક ફરમાવેલ.અખંડ સેવાભાવી ભદ્રાબાઈ મ.સ.ના સુશિષ્યા અજીતાબાઈ મ.સ.આદિ સતિવૃંદ પણ પધારેલ. ગાેંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના અગ્રણીઆે પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી જૈન અગ્રણી ડોલરભાઈ કોઠારી,સેજલભાઈ કોઠારી,કનુભાઈ બાવીસી,દિનેશભાઈ મહેતા,મનોજ ડેલીવાળા,સુશીલભાઈ ગોડા,સંજયભાઈ શેઠ સહિત અનેક ભાવિકો ઋષભદેવ ઉપાશ્રયે દશેનાર્થે પધારેલ.

પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.ના આજ્ઞાનુવત} પૂ.ભવ્ય મુનિ મ.સા.,પૂ.હષે મુનિ મ.સા.,પૂ.રત્નેશ મુનિ મ.સા.આજે સવારે ઋષભદેવ ઉપાશ્રયે પધારી ગયેલ.

ઋષભદેવ ઉપાશ્રય ખાતે બીરાજમાન નાના પુષ્પાબાઈ મ.સ., કુસુમબાઈ મ.સ., ચંદનબાઈ મ.સ., અપિર્તાજી મ.સ.આદિ દરેક સતિવૃંદે ગુરુણી મૈયા મોટા પુષ્પાબાઈની અગ્લાન ભાવે સેવા – વૈયાવચ્ચ કરેલ.

તા.21/6/1961 ના રોજ જામનગર ચાંદી બજાર સંઘમાં જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર પુષ્પાબાઈ મ.સ.એ સંસારી અવસ્થાનું અંતિમ વકતવ્ય આપતા કહેલ કે ખણમિતા સુખા,બહુ કાલ દુખ્ખા એટલે કે સંસારમાં ક્ષણ માત્રનું માત્ર માની લીધેલુ સુખ છે અને મોટા ભાગનો સમય દુઃખમય હોય છે. તેઆેની દીક્ષા ગાેંડલ સંપ્રદાયના સ્વ.પૂ.હીરાબાઈ મ.સ.ની નિશ્રામાં થયેલ.તેઆેને કરેમિ ભંતેનો પાઠ લીબંડી ગોપાલ સંપ્રદાયના પૂ.નિલમબાઈ મ.સ.એ ભણાવેલ =7=તેમ પ્રવિણભાઈ મહેતાએ જણાવેલ છે. જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.પુષ્પાબાઈ મ.સ.એ પૂ.રાજેશમુનિ મ.સા.ને ગુરુ તરીકે ધારણ કરેલા હતાં. પૂ.પુષ્પાબાઈ મ.સ.પૂ.રાજેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવત} સાધ્વીજીઆેમાં સૌથી વડીલ હતાં. તેઆેનો જન્મ રત્નકુક્ષિણી માતુશ્રી દયાબેન અને ધમે પરાયણ પિતા રવિચંદભાઈ મહેતા પરીવારના ખાનદાન ખોરડે નાના એવા ખિલોસ ગામમાં થયેલ. માત્ર 25 વષેની ભર યુવાન વયે જામનગર મુકામે ચાંદિ બજાર સંઘમા તેઆેએ સંયમ ધમેનો સ્વીકાર કરેલ. લગભગ 83 વષેના માનવ જીવનમાં 58 વષે સુધી ગુરુ આજ્ઞા અને જિનાજ્ઞામય તેઆેએ સંયમ જીવન વ્યતિત કરી જિન શાસનની જબરદસ્ત શાસન પ્રભાવના કરેલ.

ઋષભદેવ સંઘના અગ્રણી મનોજભાઈ શાહે કહ્યું કે હાલાર તથા સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં તેઆેએ વિચરણ કરી જિન શાસનની આન- બાન અને શાન વધારેલ. વર્ષો સુધી રાજકોટ મોટા સંઘ સંચાલિત બોઘાણી શેરી ઉપાશ્રયમાં 28 વષેના સ્થિરવાસ દરમ્યાન વિરાણી પૌષધશાળાને અપૂવે લાભ આપેલ. છેલ્લા થોડા વર્ષોથી તેઆે ઋષભદેવ સંઘમા આરોગ્યને કારણે સ્થિરવાસ હતાં. અંતિમ શ્વાસોશ્વાસ સુધી પરમાત્માની આજ્ઞાનું પરીપૂણે પાલન કર્યું.

પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.ના કાળધમેના સમાચારથી ગાેંડલ સંપ્રદાય અને જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે તેમ દિપકભાઈ મોદીએ જણાવેલ છે.

આજે સવારના ઋષભદેવ ઉપાશ્રય ખાતેથી જય જય નંદા,જય જય ભદા ના પ્રચંડ જયઘોષ સાથે પાલખી યાત્રા નીકળેલ.

પાલખી યાત્રામાં પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,નટુભાઈ શેઠ,ડોલરભાઈ કોઠારી,હરેશભાઈ વોરા,શિરીષભાઈ બાટવીયા,મધુભાઈ ખંધાર,કિશોરભાઈ સંઘાણી,દિનેશભાઈ દોશી,રાજુભાઈ બાટવીયા,ભરતભાઈ દોશી,મુળવંતભાઈ સંઘાણી, પ્રતાપભાઈ મહેતા,એડવોકેટ જિગ્નેશભાઈ શાહ,સુશીલભાઈ ગોડા,હિતેનભાઈ અજમેરા,મુકેશભાઈ બાટવીયા,યોગેશભાઈ શાહ,બિપીનભાઈ પટેલ સહિત વિશાળ પ્રમાણમાં શ્રાવક – શ્રાવિકાઆે જોડાયેલ.

શાસન ચંિદ્રકા ગુરુણી મૈયા પૂ.હિરાબાઈ મ.સ.ના સુશિષ્યા તપસ્વી રત્ના પૂ.િસ્મતાબાઈ મ.સ.,પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ના આજ્ઞાનુવત} પૂ.વીણાબાઈ મ.સ.,સ્વાતિબાઈ મ.સ. કાઉસગ્ગ વિધીમાં ઉપસ્થિત રહેલ.

ગુણાનુવાદ સભા

પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા આવતી કાલે સવારના 9ઃ00 કલાકે શાશ્વત એપાટેમેન્ટના પરિસરમાં,પારસ હોલ સામે,રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે તેમ ઋષભદેવ સંઘના અગ્રણી દિપકભાઈ મોદીએ જણાવેલ છે.

VOTING POLL

બ્ર.વિશાલમુનિજી રાજસ્થાનના કાકરોલી ખાતે દેવલોકગમન થયા

July 2, 2018 at 11:30 am


સમસ્ત જૈન સમાજ ધોરાજી દ્વારા આવતીકાલે મંગળવારે ગુણાનુંવાદ સભા રાખવામાં આવેલ છે. ધોરાજીના પનોતા પુત્ર અને જ્ઞાનગચ્છ સંપ્રદાય મારવાડ- રાજસ્થાનમાં દીક્ષિત સૌરાષ્ટ્રના શૂરવીર સંત તરીકે ખ્યાતિ પામેલા પ.પૂ.બા.બ્ર. વિશાલમુનિજી મ.સા. કે જેઆે ધોરાજી તેજાણી પરિવાર (અમિત મેડિકલ સ્ટોર) નાં પુÎયશાળી પુત્ર, જેઆેનું સંસારી નામ વિતેનભાઈ પ્રવીણચંદ્ર તેજાણી હતું. તેઆે પંડિતરત્ન શ્રુતધર પ.પૂ. પ્રકાશચંદ્રજી મ.સા.(મહાત્માજી) નાં સુશિષ્ય હતા. તેમનું દેવલોકગમન રાજસ્થાન-કાંકરોલી મુકામે તા. 28-06-2018 નાં રોજ થયેલ છે. તેઆેની ગુણાનુવાદ સભા બા.બ્ર.પૂ.વિશાખાબાઈ મહાસતીજી ની શુભનીશ્રામાં સમસ્ત જૈન સમાજ ધોરાજી દ્વારા તા.03-07-2018 મંગળવાર નાં રોજ બપોરે 4 કલાકે ગાંધીવાડી સ્ટેશન પ્લોટ ધોરાજી ખાતે રાખેલ છે.

VOTING POLL

ગાયે વાછરડીને જન્મ આપતાં શરીર પર અરબી ભાષામાં અલ્લાહ લખેલા ટપકાં જોવા મળ્યા

at 11:07 am


ઉના તાલુકાના ઉમેજ ગામે શબ્બીરભાઈ હારૂનભાઈ નામનો મુિસ્લમ ખેડૂત પરિવાર ગાયોને પાળી ખેતી કરે છે ત્યાં આજે એક ગાયે વાછરડીને જન્મ આપતાં એક નુરાની વાછરડીની પીઠ આખી સફેદ છે અને જમણી બાજુએ કથાઈ કલરમાં અરબી ભાષામાં અલ્હા લખેલ ચિહન જોવા મળતા તે દર્શન થતાં ગ્રામજનો તથા તાલુકાભરમાંથી અલ્હાનું સ્વરૂપ વાછરડીમાં જોઈ દિદાર કરવા ઉમટી પડેલ હતા. હિન્દુ ભાઈઆે પણ કુદરતની કરામત જોઈ આનંદીત થયા હતા. મુિસ્લમ પરિવારના ઘરે વાછરડીના સ્વરૂપે અલ્હા આવતા આનંદવિભોર બની ગયા છે.

VOTING POLL

હવામાન સુધરતા અમરનાથ યાત્રા ફરીથી શરૂ કરી દેવાઈ

June 30, 2018 at 8:17 pm


અમરનાથ યાત્રામાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણએ વારંવાર અડચણો આવી રહી છે. વારંવાર યાત્રાને બંધ કરવાની પણ ફરજ પડી રહી છે. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી બે વખત યાત્રાને બંધ કરવાની અને શ્રદ્ધાળુઆેને આગળ ન વધવાની સૂચના આપવામાં આવી છે. આજે બીજી વખત યાત્રાને રોકવામાં આવ્યા બાદ હવામાનમાં સુધારો થતા હવે ફરીવાર અમરનાથયાત્રા શરૂ થઈ છે. અમરનાથ શ્રદ્ધાળુઆેશ્નો ચોથો જથ્થો જમ્મુ પહાેંચી ચુક્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના લીધે રોકવામાં આવેલી યાત્રા ફરી શરૂ થઈ ચુકી છે. વરસાદને ધ્યાનમાં લઈને કાશ્મીર ડિવિઝનમાં તમામ સ્કુલોને આજે શનિવારના દિવસે બંધ રાખવામાં આવી હતી. પહેલગામ અને બાલતાલના રસ્તા ચાલતા જવા માટે ફરી સાનુકુળ બનતા યાત્રા શરૂ થઈ છે. ભારત-તિબેટ સરહદ પાેલીસના જવાન જટીલ રસ્તા પર સ્થિત ગુફામાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઆેની મદદ કરી રહ્યાા છે. શ્રદ્ધાળુઆેનાે ચોથો જથ્થો જમ્મુ પહાેંચી ગયો છે પરંતુ આ જથ્થાને ત્યાં જ રોકી દેવાયો છે. સતત વરસાદના કારણે જેલમ નદીમાં પાણીની સપાટી વધી ગઈ છે અને પાણીની સપાટી હવે ભયજનક સ્તરથી ઉપર પહાેંચી ગઈ છે. રાજ્યપાલ એનએન વોરાએ ઉભી થયેલી સ્થિતિની આજે સમીક્ષા કરી હતી. ભારે વરસાદ બાદ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. િંસચાઈ અને પુર નિયંત્રણ સાથે જોડાયેલા અધિકારી એમએન શાહનવાઝે દક્ષિણ કાશ્મીના તરાઈમાં રહેતા લોકો અને ખાસ કરીને જેલમ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરી દીધા છે. શુક્રવારના દિવસે તાવી નદીમાં ફસાયેલા 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પહેલગામ અને બાલટાલ રૂટ પર
વરસાદના કારણે લોકો પરેશાન થયેલા છે. અમરનાથ યાત્રાને ધ્યાનમાં લઈને સાવચેતીના પગલાંરૂપે અનેક સ્તરીય સુરક્ષા પણ ગાેઠવી દેવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઆેનાે પ્રથમ કાફલો ગયા બુધવારના દિવસે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતાે. 60 દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઆે નાેંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા 26મી આેગસ્ટ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રીઆેની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાેતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યાા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઆે પહેલાથી જ નાેંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહાેંચવાના બે રસ્તાઆે છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જોડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પાેતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા 48 કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા 14 કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને આેછા સમયમાં પહાેંચી શકાય છે પરંતુ આ રસ્તાે ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનાે ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માગૅ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહાેંચવા ત્રણ દિવસ લાગે છે.અમરનાથ યાત્રામાં પ્રથમ વખત ડ્રાેનથી નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે યાત્રા માગૅમાં જમ્મુ-કાશ્મીર પાેલીસની સાથે સાથે 60 હજારથી વધુ જવાનાેની તૈનાતી કરી છે. પ્રથમ વખત અમરનાથ યાત્રીઆેની સુરક્ષા માટે ખાસ ડ્રાેન કેમેરા ગાેઠવી દેવાયા છે. જમ્મુથી કેમ્પ માટે રવાના થનાર શ્રદ્ધાળુઆેના દરેક જથ્થાની સાથે આશરે 15 બટાલિયન ફોસૅ અને 90 ડ્રાેન કેમેરા ગાેઠવી દેવામાં આવ્યા છે. એક જથ્થામાં 50 કેમેરા રાખવામાં આવ્યા છે. શ્રીનગરથી રવાના થનાર દરેક જથ્થામાં શ્રદ્ધાળુઆેની સંખ્યાના આધાર ઉપર 10થી 15 બટાલિયન ફોસૅને તૈનાત છે.

VOTING POLL

અમરનાથ યાત્રા: પહેલા દિવસે 1007 શ્રધ્ધાળુઓ કર્યા દર્શન

June 29, 2018 at 10:52 am


કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાનો ગુરૂવારથી વિધિવત પ્રારંભ થઇ ગયો છે. યાત્રાના પ્રથમ દિવસે વરસાદ તેમજ ખરાબ વાતાવરણ વચ્ચે શ્રધ્ધાળુઓના પ્રથમ જથ્થાએ દર્શન કયર્.િ જો કે રાજ્યપાલ દર્શને આવતાં મોડું થતા શ્રધ્ધાળુઓને પવિત્ર ગુફા સુધી પહોંચ્યા બાદ પણ રાહ જોવી પડી હતી.
અમરનાથ યાત્રાના રૂટ પર છેલ્લા 32 કલાકથી ધીમી ધારે વરસાદ અવારનવાર દસ્તક આપી જાય છે. જેના કારણે ઘણી વખત અમરનાથ યાત્રાનો રસ્તો બંધ કરવો પડે છે. હાલમાં પણ વરસાદના કારણે બીજા જથ્થાને યાત્રાની મંજૂરી આપવામાં આવી નથી.
ખરાબ હવામાનને લઇને અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે માત્ર 1007 શ્રધ્ધાળુઓ ગુફા મંદિરમાં બાબાના દર્શન કરી શક્યા હતા. શ્રી અમરનાથા સાઇન બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું કે ગઇકાલે સવારથી જ વરસાદ પડી રહ્યો હોવાથી યાત્રા મોડી શરૂ કરવામાં આવી હતી.
યાત્રાના બંને માર્ગો, બાલટાલથી 1316 શ્રધ્ધાળુ અને પહલગામથી માત્ર 60 શ્રધ્ધાળુઓ યાત્રા શરૂ કરી શક્યા હતા. તેમણે જણાવ્યું કે ગઇકાલે સાંજ સુધીમાં માત્ર 1,007 શ્રધ્ધાળુ જ દર્શન કરી શક્યા હતા.

VOTING POLL

ભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા રોકી દેવાઇ

June 28, 2018 at 10:33 am


દેશભરમાં વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ વરસાદનું આગમન થઇ ગયું છે. ભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા થોડા સમય માટે રોકી દેવામાં આવી છે. વરસાદ રોકાઇ જાય ત્યાં સુધી શ્રધ્ધાળુઓને બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં રોકાવા જણાવાયું છે.
શ્રધ્ધાળુઓનો પહેલો જથ્થો કડક સુરક્ષા વચ્ચે જમ્મુના ભગવતી નગર આધાર શિબિરથી રવાના થયો હતો. આ જથ્થામાં કુલ 1904 શ્રધ્ધાળુઓ સામેલ હતા. જેમાં 1554 પુરૂષ, 320 મહિલાઓ અને 20 બાળકોનો સમાવેશ થાય છે. આતંકી હુમલાના એલર્ટના પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બાબા બફર્નિીની અમરનાથ યાત્રાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. પરંતુ વરસાદના પગલે યાત્રિકોની સુરક્ષાને લઈને અમરનાથ યાત્રા રોકી દેવાઈ છે અને યાત્રિકોને બેઝ કેમ્પમાં જ રહેવા આદેશ આપી દેવાયો છે. ગઈ સાંજે યાત્રિકોનો પહલે જથ્થો બાલતાલ પહોંચ્યો હતો.
જેમાં અંદાજે 3000 યાત્રિકોનો સમાવેશ છે. તો ભગવાન ભોળેના ભકતો માટે અભેદ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, પહેલીવાર અમરનાથ યાત્રામાં એનએસજી કમાન્ડો તૈનાત કરવામાં આવે છે. આ સિવાય સુરક્ષા માટે આર્મી, સીઆરપીએફ, સ્થાનિક પોલીસ સહિત 40 હજાર જવાનો તૈનાત છે.
મહત્વનું છે કે, પોલીસ પણ સાદા કપડામાં યાત્રિકોની વચ્ચે રહેશે. આગામી 26મી ઓગસ્ટના રોજ અમરનાથ યાત્રાનું સમાપ્ન થશે.

VOTING POLL

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.નો સમૂહ ચાતુમાર્સ ધર્મ સાથે સેવાનો અજોડ ઈતિહાસ સજાર્શે

June 27, 2018 at 4:05 pm


રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.નું સમુહ ચાતુમાર્સ રાજકોટમાં યોજાવા જઈ રહ્યું છે. સમગ્ર દેશના જૈન શાસન માટે ઐતિહાસીક બને રહેશે તો ધર્મ સાથે સેવાનો અજોડ ઈતિહાસ પણ સજાર્શે. આજે રાષ્ટ્રસંત નમ્રમુનિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પરમાત્મા એ બે હાથ આપ્યાં છે જેને માનવતા, સેવા અને જીવદયા માટે વાપરવા જોઈએ.

જે ભૂમિ પર સંસારીક સમય વિતાવ્યો જયાં દિક્ષા થઈ, જયાં ગુરૂદેવ તપસમ્રાટ રતિલાલજી મ.સા. મળ્યાં એ જ રાજાણીનગરી રાજકોટમાં ઐતિહાસીક સમુહ ચાતુમાર્સ કલ્પ પસાર થશે. આ સમયમાં ધર્મ સાથે માનવ અને જીવદયા માટે વિવિધ સેવા પ્રકલ્પો તેમજ યુવાનો અને એનઆરઆઈ માટે પ્રેરક શિબિર સહિત શૃંખલાબધ્ધ કાર્યક્રમો યોજાશે.

આ પત્રકાર પરિષદમાં જૈન શ્રેષ્ઠી અને સંઘ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ, ગાેંડલ નવાગઢ સ્થા.જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી, જૈન શ્રેષ્ઠી ડોલરભાઈ કોઠારી, મનોજ ડેલીવાળા, સુશીલ ગોડા, મયુર શાહ, ભામાશા નટુભાઈ શેઠ, ભાવેશભાઈ શેઠ, અશોકભાઈ મોદી, નરેન્દ્રભાઈ દોશી, સંજયભાઈ શેઠ, જગદીશભાઈ દોશી, તુષારભાઈ મહેતા સહિત જૈન અગ્રણીઆે ઉપસ્થિત રહ્યા હતાં.

આ ધર્મસ્થાનકના સ્થાપક પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે માહિતી આપતા જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાને જણાવ્યું કે, 1994માં નિમાર્ણ પામેલું નવા રાજકોટના નવલા નઝરાણા સમુ ધર્મ સ્થાનક એક અણમોલ ભેટ છે. વધુમાં તેઆેએ કહ્યું કે 1997માં તપોધની પૂ. ગુરૂદેવ રતિલાલજી મ.સા.ના કેન્દ્રીય સાનિધ્યમાં એક સાથે 85 પૂ.સંત સતીજીઆેનું આ ભૂમિ પર ચાતુમાર્સ પ્રાપ્ત થયું અને જ્ઞાન, જપ, સાધના-શાસન પ્રભાવનાથી રોયલ પાર્કની આગવી આેળખ ઉભી થઈ. ગાેંડલ સંપ્રદાયના પૂ. ધીરજમુનિ મ.સા., સંઘાણી સંપ્રદાયના પૂ. નરેન્દ્રમુનિ મ.સા.સહિત અનેક પૂ.સંત-સતીજીઆેએ આ ભૂમિ પર ચાતુમાર્સનો મહામૂલો લાભ આપેલો છે. સ્થાનકવાસી વિવિધ સંપ્રદાયોના ઉપકારી પૂ. સંત-સતીજીઆે શેષકાળમાં પધારી આ ભૂમિને પાવન કરેલી છે. સામાજિક અને રાજકીય હસ્તીઆેનું અવાર-નવાર રોયલ પાર્ક ઉપાશ્રયે દર્શનાર્થે આવાગમન રહે છે. રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મ.સા. કહે છે કે અહીથી જ મને તપસમ્રાટ જેવા ગુરૂ અને પિયુષમુનિ જેવા પ્રથમ શિષ્ય મળ્યાં છે. દેશ-વિદેશમાં જૈન આગમ સુલભ બન્યા છે તે આ ઉપાશ્રયની દેણ વે. ગુરૂ પ્રાણ ફાઉન્ડેશન પ્રકાશિત આગમ બત્રીસી ચતુવિર્ધ સંઘને સ્વાધ્યાયમાં સહાયરૂપ બને છે. શ્રુત જ્ઞાનનું આ કાર્ય રોયલ પાર્ક ઉપાશ્રય માટે ગર્વ એવમ ગૌરવરૂપ ગણાય છે. અહી અનેક આત્માઆેની દીક્ષા થયેલી છે.

રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘના સનિષ્ઠ કાર્યકરો ચંદ્રકાન્તભાઈ શેઠ, ટી.આર.દોશી, અનિલભાઈ શાહ, અશોકભાઈ મોદી, કે.પી.શાહ, સુરેશભાઈ કામદાર, માણેકભાઈ જૈન સહિત અનેક સંઘ સેવકો તથા લુક અને લર્નનના દીદીઆે, અર્હમ યુવા સેવા ગ્રુપના યંગસ્ટર્સ, ગુરૂભકતો, તન-મન-ધનથી સેવા કરી માનવ ભવને સાર્થક કરી રહ્યાં છે. મહિલા મંડળના સેવાભાવી હંસાબેન દેસાઈ, વીણાબેન શેઠ સહિત અનેક બહેનો દરેક કાર્યમાં બેનમૂન સેવા બજાવે છે.

VOTING POLL

ગુરૂવારથી અમરનાથ યાત્રાઃ ગુજરાતના 50,000 યાત્રાળુઆે બાબાબર્ફાનીના દર્શન કરશે

June 26, 2018 at 11:28 am


આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ તા.28મી જૂનનાં રોજ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાંથી આ યાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જતાં હોય છે. આ વર્ષે પણ 50,000થી વધુ યાત્રાળુઓ બાબા બફર્નિીનાં દર્શનાર્થે પહોંચશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે, વર્ષ-2017માં 40 દિવસમાં 2,60,003 યાત્રાળુઓએ દર્શન કયર્િ હતા. જ્યારે આ વર્ષે 60 દિવસ મળવાના હોવાથી યાત્રાળુઓની સંખ્યા પણ વધે તેવી શક્યતાઓ છે. .
16 વખત અમરનાથ જઇ આવેલા અમદાવાદનાં કેયૂરભાઈ પંચાલે જણાવ્યું કે, જય બાબા બફર્નિી’નો જયઘોષ 16 વખત કરીને આવ્યો છું છતાં હજુ પણ ત્યાં જવાની ઈચ્છા છે. અમરનાથ તીર્થધામ સમુદ્રતળથી લગભગ 13,000 ફૂટની ઊંચાઇએ આવેલું છે. અહીં જે બરફનાં પ્રાકૃતિક શિવલિંગનું નિમર્ણિ થાય છે, તેની ઊંચાઇ લગભગ 10 ફૂટ જેટલી હોય છે. ચંદ્રની કળાઓની વધ-ઘટની સાથે પણ આ બરફનાં શિવલિંગનાં આકારમાં વધ-ઘટ થતી રહેતી હોય છે. આ વર્ષે આતંકવાદી હુમલાઓની શક્યતા હોવા છતાં યાત્રાળુઓની સંખ્યા ગત વર્ષ કરતાં પણ વધુ રહેશે અને દર વર્ષે 50,000 કરતાં પણ વધુ ગુજરાતના યાત્રાળુઓ બાબા અમરનાથનાં દર્શન કરતાં હોય છે. જોકે, અત્યારે બાબા અમરનાથનું બરફનું શિવલિંગ અદ્ભુત સ્વરૂપે દર્શન આપવા સજ્જ છે, તેવી માહિતી સ્થાનિકો દ્વારા મળી રહી છે..
આ વખતે અમરનાથ યાત્રાએ કાશ્મીરમાં આવનારા શ્રદ્ધાળુઓને ત્રાસવાદી હુમલાથી બચાવવા માટે પહેલી વખત એનએસજી કમાન્ડો અને ડ્રોનની વિશેષ સુરક્ષા આપવામાં આવશે. યાત્રાની તૈયારી કેવીક થઇ છે એ જોવા માટે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન હાલ કાશ્મીર આવ્યા છે. અમરનાથની યાત્રા 28મી જૂનથી શરૂ થવાની છે અને એ માટેની તૈયારીની સમિક્ષા કરવા માટે સીતારામન સોમવારે જમ્મુ-કાશ્મીરમાં આવેલા બાલટાલ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ત્રણ સ્તરિય સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા સીતારામન સાથે લશ્કરના વરિષ્ઠ અધિકારીઓ પણ આવ્યા છે. જમ્મુથી બાલટાલ અને દક્ષિણ કાશ્મીરથી પહલગામમાં આવેલા બંને બેઝ કેમ્પથી લગભગ 400 કિ.મી.ના યાત્રામાર્ગને સુરક્ષિત કરવા માટે અર્ધલશ્કરી દળોની 213 વધારાની કંપ્નીઓ તહેનાત કરવામાં આવી છે. કુદરતી કે માનવસર્જિત કોઈપણ સ્થિતિ થાય તો પણ દર્શન કરી શકો નહીં. અમારી ત્યાં જવાની ઈચ્છા હતી, પરંતુ મેળ નહોતો પડતો. બાબા અમરનાથની કૃપા થતાં આ વર્ષે અમારા મિત્રો સાથે જઈ રહ્યાં છીએ..

VOTING POLL

પીડા એ પ્રજ્ઞાનું નિમિત્ત બને છે ઃ પૂ.નમ્ર મુનિ મ.સા.

June 25, 2018 at 8:56 pm


રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં નમ્ર મુનિ મ.સા.ના શ્રીમુખેથી મહા પ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રના દિવ્ય જપ સાધના યોજાયેલ.
પૂ.ગુરુદેવે ફરમાવ્યુ કે પીડા એ પ્રજ્ઞાનું નિમિત્ત બને છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન અને પરિજ્ઞા એટલે જાગૃતિ.ક્રાેધ કરવો તે કમે બંધનું કારણ છે તે સમજણ એ પ્રજ્ઞા,જયારે નિમિત્તાેની વચ્ચે પણ ક્રાેધ ન કરવો તે પરિજ્ઞા છે. વધુમાં પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે કહ્યું કે સંસારમાં થતી હિંસા એ આત્માના અહિતનું કારણ છે અને ધમે માટે થતી હિંસા એ અબોધિનું કારણ છે.માન – સન્માન વગેરે માટે લોકો હિંસા કરતાં હોય છે.શ્રી રોયલ પાકે સંઘમાં જૈનાગમ શ્રી આચારાંગ સૂત્રની સવારના 9ઃ30 થી 11ઃ00 કલાક દરમ્યાન નિયમિત આગમ વાંચના ચાલે છે.

VOTING POLL