શ્રાવણ માસના પ્રથમ સોમવારે ‘આેમ નમઃ શિવાય’નો નાદ ગુંજ્યો

August 5, 2019 at 5:26 pm


આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવારે શિવભકતોમાં અદકેરો ઉત્સાહ છવાયો છે. પ્રથમ સોમવારનું વિશેષ મહત્વ હોય ભાવિકો સોમનાથ સહિતના સુપ્રસિધ્ધ અને પ્રાચીન તીથર્ સ્થાનકો પર પહાેંચી શિવજીની ભિક્તમાં લીન થયા છે.શ્રાવણ માસના ચારેય સોમવારનું મહત્વ વિશેષ હોય છે. આજે પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્લિંગ સોમનાથ મંદિરે ભકતોએ ભિક્તનો સાગર ઘૂઘવ્યો છે. શિવજીને રૂદ્રાક્ષ શ્રૃંગારના વિશેષ દર્શન થશે. વહેલી સવારે ચાર વાગ્યાથી દર્શન માટે ભકતોની કતાર લાગી છે. સોમનાથ દાદાની પરંપરાગત ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી.આ ઉપરાંત જસદણના ઘેલા સોમનાથ, વાંકાનેરના જડેશ્વર, રાજકોટના ઈશ્વરિયા, રામનાથ મંદિરે શ્રધ્ધા-ભિક્તની હેલી હિલોળે ચડી છે.

VOTING POLL

ઘેલા સોમનાથદાદાને રવિવારે ચંદ્રમૌલેશ્વર મહાદેવનો શણગાર

at 12:05 pm


ઘેલા સોમનાથ મહાદેવને રવિવારે ચંદ્રમૌલેશ્વર મહાદેવનો શણગાર કરવામાં આવ્યો હતો. રવિવાર હોવાથી હજારો ભકતોએ દાદાના દર્શન કર્યા હતાં.

VOTING POLL

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જામી ભક્તોની ભીડ, હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

at 10:36 am


પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવારે છે. જેને લઇને ભક્તો અનેરા ઉત્સાહ સાથે શિવ ભિક્તમાં લીન બન્યા છે અને રાજ્યના અલગ અલગ શિવાલયોમાં ભક્તોની ભીડ સાથે મંદિર પરિસર હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠéા છે. ત્યારે બાર જ્યોતિલંગમાંથી એક જ્યોતિલંગ એવા સોમનાથ મહાદેવ દર્શનાથે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે.

સોમનાથ મહાદેવના દર્શનાથે શ્રાવણના પહેલા જ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને હર હર મહાદેવના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠéું છે. ત્યારે આજના દિવસે યાત્રીકોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇને મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુંુ મુકવામાં આવ્યું છે. દરેક યાત્રીક ભગવાન ભોળાનાથના દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ અને પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સવારે 7 વાગ્યાની ભોળાનાથની મહા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ મેળવ્યો હતો.

કહેવામાં આવે છે કે, સમગ્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવને દૂધ અને ગંગાજળથી અભિષેક કરવાથી ઈિચ્છત ફળની પ્રાિપ્ત થાય છે. શ્રાવણ મહિનાના સોમવારનું પણ અનેરુ મહત્વ છે. ચંદ્રને સોમ કહેવાય છે અને ચંદ્રમાના ઈશ્વર ભગવાન શિવ છે. જેથી સોમવાર બહુ જ ફળદાયી હોય છે. આ કારણથી શિવને સોમેશ્વર પણ કહેવાય છે. ગ્રંથોમાં લખ્યું છે કે, ગંગાનું પૃથ્વી પર આગમન પણ શ્રાવણ મહિનાના સોમવારે જ થયું હતું. આ કારણે જ સોમવારને ઉત્તમ દિવસ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું. શાસ્ત્રાેમાં લખાયું છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જ્યોતિલિંગના જળાભિષેક કરવાથી મનોવાંછિત ફળની પ્રાિપ્ત થાય છે. આ કારણે જ સોમનાથ મંદિરમાં સમગ્ર શ્રાવણ મહિનામાં ભીડ જામતી હોય છે.

VOTING POLL

બફાર્ની બાબાના દર્શન કરી મોટાભાગના ગુજરાતી શ્રદ્ધાળુઆે હેમખેમ પરત આવી ગયા

August 3, 2019 at 11:01 am


કાશ્મીરમાં મોટાપાયા આતંકી હુમલાનો ભય હોવાથી જમ્મુ કાશ્મીરની સરકારે અમરનાથ યાત્રા રદ કરી તમામ યાત્રાળુઆે તથા પર્યટકોને વહેલી તકે કાશ્મીરથી જતા રહેવા એડવાઇઝરી જાહેર કરી છે ત્યારે અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુઆેની શું સ્થિતિ છે તે અંગે સમગ્ર રાજ્યમાંથી પૃચ્છા થઈ રહી છે.

ટુર અને ટ્રાવેલ્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા ટુર આેપરેટરો દ્વારા મળતી માહિતી મુજબ દર વર્ષે સરેરાશ પચાસ હજાર ગુજરાતી શ્રધ્ધાળુઆે બફાર્ની બાબાના દર્શન કરવા અમરનાથની યાત્રા એ જતા હોય છે. આ વખતે અમરનાથ યાત્રા ના દિવસો ઘટાડી દેવામાં આવ્યા હોવા છતાં યાત્રીઆેના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો ન હતો.

છેલ્લા એક સપ્તાહથી ખૂબ જ પ્રતિકૂળ હવામાન ને લીધે એક તરફ અમરનાથની યાત્રા કઠિન બની હતી ત્યાં બીજી તરફ જમ્મુ કાશ્મીરની સરકારે એકાએક અમરનાથ યાત્રા અધવચ્ચેથી જ રદ કરી તમામ યાત્રીઆેને તથા કાશ્મીર ફરવા આવેલા પર્યટકોને વહેલામાં વહેલી તકે કાશ્મીરથી જતા રહેવાની સુચના આપી હોવાથી મારે વિચિત્ર પરિસ્થિતિ સજાર્ઈ છે.
એમ પણ જાણવા મળે છે કે ગુજરાતના યાત્રીઆે મોટાભાગે જુલાઈ માસમાં જ બફાર્ની બાબાના દર્શન કરવાનું પસંદ કરતા હોવાથી મોટાભાગના યાત્રીઆે જુલાઇના અંત સુધીમાં પરત આવી ચૂક્યા છે એટલું જ નહી પરંતુ ખૂબ જ ખરાબ હવામાનને કારણે તથા સરકારની સૂચનાને ધ્યાનમાં લઇ ગુજરાતની સેવાભાવી સંસ્થાઆે દ્વારા કાશ્મીરમાં ચાલતા ભંડારા પણ બંધ કરી દેવાતા લોકો શ્રીનગર થઈ ગુજરાત પાછા આવી રહ્યા છે જોકે ગણતરીની સંખ્યા માં જ કેટલાક શ્રદ્ધાળુઆે હજુ અમરનાથ યાત્રાના માર્ગથી પરત ફરી રહ્યા હોવાથી તેમને વહેલામાં વહેલી તકે પાછા લાવવા ગુજરાત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરની સરકાર સાથે સંકલન કરી પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.

દરમિયાન બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ ના લગભગ 1000 સ્વયંસેવકો આવતીકાલ તારીખ ચોથી આેગસ્ટના રોજ બુઢા અમરનાથ ના દર્શન કરવા અહીથી રવાના થવાના હતા પરંતુ કાશ્મીર ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ યાત્રા છેંી ઘડીએ રØ થાય તેવા પણ નિર્દેશ મળી રહ્યા છે.

VOTING POLL

ઘેલા સોમનાથ દાદાને ગુરૂવારે મહાકાલનો શણગાર કરાયો

August 2, 2019 at 11:49 am


વિખ્યાત તીથર્ધામ ઘેલાં સોમનાથદાદાને શ્રાવણ માસના પ્રથમ દિવસની પૂર્વ સંધ્યાએ પૂજારી હસુભાઈ જોષીએ મહાકાલનો શણગાર કર્યો હતો. ગુરૂવારે તીથર્ધામમાં ભાવિકોની ભારે ભીડે દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમ વહીવટદાર મનુભાઈ શીલુએ જણાવ્યું હતું.

VOTING POLL

સૌરાષ્ટ્ર ‘શિવમય’…ભોળાનાથની ભિક્તમાં ભીજાવવાનો અવસર

August 1, 2019 at 11:24 am


ભોળાનાથની ભિક્તમાં ભીજાવવાનો અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ, ભાવિકો શિવજીની આરાધનામાં લીન થવા આતુર હતાં. એ ઘડી આજે આવી પહાેંચી છે. આજથી આખુ સૌરાષ્ટ્ર-કચ્છ ‘શિવમય’ બની જશે.

વહેલી સવારથી રાત્રિ સુધી શિવજીની આરાધનામાં ભાવિકો લીન થશે. શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ નીમિત્તે ગામે-ગામ મંદિરોમાં ભાવિકોનો મેળવાડો જામશે. પ્રથમ જયોતિલિગ સોમનાથ મંદિર તેમજ સુપ્રસિધ્ધ શિવમંદિરોમાં વિશિષ્ટ આયોજનો થયા છે.
આજે અમાસ અને એકમ સાથે એટલે એકમનો ક્ષય છે. આખો માસ વ્રત, તપ, જપ, પૂજન, અર્ચનનો મહીમા છવાશે. શિવજીની ભિક્તની ચાર પ્રહરની પૂજા, અભિષેક, સત્સંગ, ભિક્તના કાર્યક્રમ ઉપરાંત લઘુરૂદ્રી, મહારૂદ્રી સહીત વિવિધ ધર્મભીના કાર્યક્રમો યોજાશે.

અમરેલીના શિવાલયોમાં દિવ્ય શણગાર
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમરેલીના મંદિરોમાં ભવ્ય તૈયારીઆે કરાઈ છે જેમાં મુખ્યત્વે અમરેલી શહેરમાં આવેલ નાગનાથ મહાદેવ મંદિર ભીડભંજન મહાદેવ મંદિર કામનાથ મહાદેવ મંદિર તેમજ અમરેલીની ભાગોળે માચીયાળા ગામે આવેલું ભીમનાથ મહાદેવ મંદિર લોકોની આસ્થાના પ્રતીક છે. એમાં પણ અમરેલી શહેરમાં વચ્ચોવચ આવેલ સુપ્રસિÙ પૌરાણીક સ્વયંભૂ નાગનાથ મહાદેવ નો મહિમા અનેરો છે અહી અમરેલીના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને શ્રાવણ મહિનામાં તો જાણે સવાર સાંજ ની આરતી માં લોકોની ભીડ ઉમટી પડે છે અને વેપારીઆે પણ કાયમી પોતાના વેપાર-ધંધે જતા પહેલા પણ નાગનાથ મહાદેવના મંદિરે માથું ટેકવીને પછી જ પોતાના વેપાર ધંધા શરુ કરે છે. આ નાગનાથ મંદિરમાં એક નાગનાથ મંડળ પણ વર્ષોથી કાર્યરત છે. જે લોકો સવારની આરતી માં નિયમિત જાય છે તેમાં ભાઈઆે અને બહેનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે અને નાગનાથ મહાદેવ મંદિર મા ઉત્સવ તેમજ પાટોત્સવ ઉજવવામાં આ મંડળ નો ખૂબ જ મોટો ફાળો હોય છે. અત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં મંદિરને ચારેકોર સાજ-શણગાર તેમજ ફૂલોથી મહાદેવની શિવલિંગને સુશોભિત કરવામાં આવે છે. આમ અમરેલીની જનતાના આસ્થાના કેન્દ્રાે મહાદેવના મંદિરો આ પવિત્ર શ્રાવણ માસમાં લોકોની ભીડ તેમજ ઘંટારવથી ગુંજી ઉઠશે.

ગાેંડલ શહેરમાં 324 વર્ષ પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિરનો મહિમાઃ શ્રાવણ માસમાં ભાવિકોથી મંદિર છલકાય છે
ગાેંડલના છેવાડે આવેલા વેરી તળાવ પાસે 324 વર્ષ પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર ગાેંડલ વાસીઆે માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે. ખાસ કરીને શ્રાવણ માસમાં ભોળાનાથને ભજવા સવારથી મોડી રાત સુધી ભાવિકોનો અવિરત પ્રવાહ મંદિર તરફ વહી રહ્યાે હોય છે. જેને કારણે આખો દિવસ મંદિર ભાવિકોથી છલકાઈ જાય છે. ગાેંડલ વેરી તળાવ ની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરના અતિ પ્રાચીન પૌરાણિક સ્વયંભૂ શિવાલય શ્રી સુરેશ્વર મહાદેવ બિરાજમાન છે. શ્રાવણ માસના શુભારંભ સાથે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી સુરેશ્વર મહાદેવ મંદિરમાં હર – હર મહાદેવ નો નાદ ગુંજતો રહે છે.છેલ્લા 40 વર્ષ થી હરેશભાઇ વ્યાસ,દીપકભાઈ સોનપાલ,રામધૂન મંડળ વાળા રમેશભાઈ,ગીજુબાપુ મંદિર ની સેવા પૂજા કરે છે.શ્રાવણ માસ નિમિતે સુરેશ્વર મહાદેવ મંદિરે ભજન અને ભોજન સહિત ના અનેક આયોજનો કરાયા છે.શ્રાવનમાસ નિમિતે પ્રથમ આરતી સવારે 5 કલાકે,બીજી આરતી બપોરે 12ઃ30 કલાકે,ત્રીજી આરતી સાંજે 7ઃ30 કલાકે,ચોથી આરતી રાત્રે 3 કલાકે થશે.હજારો શ્રદ્ધાળુઆે સુરેશ્વર મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા હોય એસ.ટી.ડેપો દ્વારા સ્પેશ્યલ બસ પણ દોડાવશે.ગાેંડલના રાજવી મહારાજા સર ભગવતસિંહજી પણ સુરેશ્વર મહાદેવના દર્શન માટે જતા હતા. તેવું મંદિરના મહંત શૈલેષ ગોસાઈ ની યાદીમાં જણાવાયું છે.

ધોરાજી બીએપીએસ મંદિરે શ્રાવણ માસ પારાયણનો થશે પ્રારંભ
શ્રાવણ માસ એટલે સમસ્ત હિન્દુ સમાજનું ભિક્ત અને શ્રવણનું પર્વ શાસ્ત્રાેમાં પણ શ્રાવણ ભિક્ત માટે શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. સંસારના દાવાનળમાં બળતા જીવોને શાંતિ મળે તે હેતુસર, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે તા.1-8થી 4-8 સુધી રાત્રે 8-30થી 10-30 દરમિયાન, રેલવે ફાટક પાસે આવેલ સ્વામીનારાયણ મંદિર, જૂનાગઢ રોડ ખાતે શ્રાવણ માસ પારાયણનું આયોજન કરેલ છે. સંસ્થાના નવનીતભાઇ પનારાની યાદી મુજબ મહંત સ્વામીની આજ્ઞાનુસાર મહુવા મંદિરના મહંત ભિક્તનાથ સ્વામીના સુમધુર કંઠે કથા વાતાર્નો લાભ લેવા હરીભકતોને નિમંત્રણ મંદિર તરફથી પાઠવવામાં આવે છે.
હળવદમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજયો
હળવદ છોટાકાશી તારીખે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને હળવદ ની ફરતે ચારે બાજુ અનેક નાના મોટા શિવાલયો આવેલા છે. શ્રાવણ માસમાં હળવદનુ એક વિશિષ્ટ અનેરુ મહત્વ જોવા મળે છે શ્રાવણે શિવદર્શન ની યુિક્ત સાર્થક કરતાં હળવદના શિવાલયોમાં શ્રાવણ માસની શરુઆત થતાં માનવ મહેરામણ ઉમટી પડéાે હતો.જૂની વાયકા મુજબ કહેવામાં આવ્યું છે કે વૈદ રક્ષક બ્રાûણ એક તીર્થ ગણાય છે આવા વૈદિક બ્રાûણોના જ્યાં વસવાટ હોય તે ભૂમિ પણ એકતીથેક્ષેત્ર છે તેથી જ હળવદ ને છોટી કાશી તરીકે આેળખવામાં આવે છે હળવદ એ છોટીકાશી અને દેવોની નગરી તરીકે દેશવિદેશમાં પ્રખ્યાત છે ત્યારે આજથી શ્રાવણ માસના પ્રારંભ સાથે મહોલે મહોલા ગલીએ ગલીએ શિવાલયો એ પૂજા-અર્ચન વ્રત અનુષ્ઠાન મહિમ્ન સ્તોત્રનો પઠન થવા લાગ્યા છે સમગ્ર વાતાર્માં શિવમય બની ગયું છે અને હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠયું છે જ્યારે શ્રાવણ અને શિવાલયોની વાત હોય ત્યારે હપળવદ નું નામ સૌથી પહેલું લેવાય છે કારણ કે પંથકમાં પ્રાચીનકાળથી મહત્વ ધરાવતા શિવાલયોની સંખ્યા હળવદમાં વધુ જોવા મળે છે હળવદની ચારે બાજુએ અનેક શિવાલય શિવાલય જ છે.દેવોના દેવ મહાદેવ ના દર્શન નુ વિશિષ્ટ મહત્વ જોવા મળે છે, હળવદ ના શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર ,ભીડભંજન મહાદેવ, પંચમુખી મહાદેવ મંદિર ,જાગનાથ મહાદેવ, ગોલોકેશ્વરમહાદેવ, ભૂતેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ,હાટકેશ્રવર મહાદેવ, વગેરે શિવાલયો વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયા હતા હળવદના ભૂદેવો પોતાના આરાધ્ય દેવ મહાદેવની અલગ-અલગ રીતે પૂજા અભિષેક કરે છે જેમાં તમામ શિવાલયો ખાતે બિલ્વપત્ર પૂજા-અર્ચન મંત્રોચાર કાળાતલ શેરડીનો રસ વગેરે જુદી જુદી દિવ્ય વસ્તુઆેથી મહાદેવ નો અભિષેક કરાય છે ,મહાપૂજા, અને પૂજા કરવા આવતા ભક્તો માટે શિવાલયમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે સમગ્ર પંથક આખો શ્રાવણ મહિનો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે.

VOTING POLL

કાલથી શ્રાવણ માસઃ સૌરાષ્ટ્રભરના મંદિરોમાં વિવિધ શ્રૃંગાર સાથે પૂજન-અર્ચન

July 31, 2019 at 11:18 am


આવતીકાલે ગુરૂવારને પુષ્પનક્ષત્રમાં ગુરૂપુષ્પ અમૃત સિધ્ધિ યોગ સાથે સવારે 8-45 કલાકથી શ્રાવણમાસનો પ્રારંભ થશે તથા 30 આેગસ્ટને શુક્રવારે શ્રાવણ માસની પૂણાર્હૂતિ થશે. સૌરાષ્ટ્રભરના ભાવિકો દેવાધિદેવ મહાદેવને રિઝવવા માટે મંદિરોમાં ઉમટી પડશે. તેમજ ભગવાનનું પૂજન-અર્ચન તથા દૂધ અને બિલ્વપત્ર ચઢાવી શ્રધ્ધા અને ભિક્તમાં લીન થશે.
સોમનાથ ટ્રસ્ટ-પ્રભાસપાટણ
અરબી સમુદ્ર તટે પ્રભાસક્ષેત્રમાં બિરાજમાન પ્રથમ જયોતિલિ¯ગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના તીર્થધામમાં ભવ્ય શ્રાવણ મહોત્સવ ઉજવાશે. શ્રાવણના ચાર સોમવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી તથા અમાસના દિવસે મંદિર દર્શનાર્થીઆે માટે વહેલી સવારે 4 વાગ્યે ખુલશે. ધામિર્ક, સાંસ્કૃતિક, આધ્યાિત્મકતાનો ત્રિવેણીસંગમ સોમનાથમાં રચાશે. લાખો શ્રધ્ધાળુઆે સોમનાથ તીર્થધામમાં શ્રાવણ પર્વે ધન્ય બનશે. મંદિર પ્રાતઃ 4 વાગ્યે ખુલશે અને રાત્રે 11 કલાકે બંધ થશે. તેમજ આ સિવાયના દિવસોમાં મંદિર સવારે 5-30 વાગ્યે ખુલશે અને રાત્રે 10 વાગ્યે બંધ થશે.
શ્રાવણના પ્રથમ દિને ભગવાન સોમનાથજીની પ્રાતઃ પૂજા આરતી બાદ નૂતન ધ્વજારોહણ, સવાલક્ષ બિલ્વપૂજાના યજમાનોને પૂજાનો સંકલ્પ શ્રાવણના પ્રત્યેક સોમવારે સુંદરકાંડનું આયોજન વેરાવળ મહિલામંડળ દ્વારા કરવામાં આવશે જેનો લ્હાવો લેવા સર્વે ભકતજનોને હાદિર્ક નિમંત્રણ છે.
જાળિયામાં વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં સંપૂર્ણ શ્રાવણ માસમાં મહાયાગઃ વિવિધ યજ્ઞો સાથે કાર્યક્રમો
શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન દ્વિતિય મહાયાગ યોજાશે. અહી સંતો, મહંતો, વિધાનો પણ જોડાશે. શ્રાવણ સુદ-1 ગુરૂવાર તા.1થી એકાદશ દિવસીય મહારૂદ્રયાગ પ્રારંભ થશે. પૂણાર્હૂતિ શ્રાવણ સુદ-11 રવિવાર તા.11 સાંજે થશે. શ્રાવણ સુદ-11 સોમવાર તા.12થી સપ્ત દિવસીય મહાકાલ ભૈરવ યાગ પ્રારંભ થશે પૂણાર્હૂતિ શ્રાવણ વદ-3 રવિવાર તા.18 સાંજે થશે. શ્રાવણ વદ-4 સોમવાર તા.19 એક દિવસીય દુર્ગાયાગ યોજાશે. પ્રારંભ સવારે અને પૂણાર્હૂતિ સાંજે થશે. શ્રાવણ વદ-5 મંગળવાર તા.20થી દ્વિતિય એકાદશ દિવસીય મહારૂદ્રયાગ પ્રારંભ થશે. પૂણાર્હૂતિ શ્રાવણ વદ-30 અમાસ શુક્રવાર તા.30 સાંજે થશે. વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં આ વિવિણ યજ્ઞો સાથે રકતદાન, દંતયજ્ઞ, નેત્રયજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. વાસ્તુશાસ્ત્ર અને વેદ પરંપરા આધારિત આ યજ્ઞોમાં યજ્ઞશાળામાં નિર્દેશક શાસ્ત્રી પરમેશ્વરી પરસાદ રહ્યાં છે. આચાર્ય પદે શાસ્ત્રી અનંતભાઈ ઠાકર અને ઉપાચાર્યપદે શાસ્ત્રી તુષારભાઈ ઠાકર રહેશ. યજ્ઞ સંકલનમાં ધૂણાગાદિપતી રાજુગીરી ગોસ્વામી તથા નંદલાલભાઈ જાની રહ્યાં છે. આ મહાયાગ પ્રસંગે નહી સંતો, વિધાનો વગેરેનો લાભ મળનાર છે. આયોજન સેવામાં આશ્રમ પરિવાર અને સમસ્ત જાળિયા ગામ દ્વારા તડામાર તૈયારીઆે થઈ છે.

VOTING POLL

કાલે સો પર્વનો વાસો ‘દિવાસો’: ગુરૂવારથી હર..હર..મહાદેવનો નાદ ગૂંજશે

July 30, 2019 at 5:47 pm


આવતીકાલે 100 પર્વનો વાસો ‘દિવાસો’ અને ગુરૂવારથી શહેરની ભૂમિ પર હર..હર..મહાદેવનો નાદ ગુંજશે. નક્ષત્રમાંથી મહીનાઆેના નામ પડયા. જેમ કે કૃતિકામાંથી કારતક, શ્રવણમાંથી શ્રાવણ માસ એમ નામ પડયા. ભગવાન ભોળાનાથની ભિક્તમાં ભીજવવાનો અવસર એટલે શ્રાવણ માસ.
ગુરૂપુષ્યામૃત યોગથી થશે શ્રાવણ માસનો પ્રારંભ. આ વર્ષે અષાઢ સુદ ચૌદશને બુધવારે ચૌદશ સવારે 11-58 સુધી છે. ત્યારબાદ અમાસ બેસી જાય છે. આથી અમાસ તથા દિવાસાનું જાગરણ એવ્રત જીવરતનું પુજન તથા બુધવારી અમાસ તારીખ 31-7-19ના બુધવારે જ ગણાશે.

ગુરૂવારે અમાસ સવારના 8-43 કલા સુધી છે ત્યારબાદ એકમ બેસી જાય છે. આમ પંચાંગના નિયમ પ્રમાણે જોતા શ્રાવણ માસનો પ્રારંભ ગુરૂવારે તા.1-8-19થી થઇ જશે સાથે ગુરૂવારે ગુરૂપુષ્યામૃત યોગ પણ સવારના 6-20થી બપોરે 12-11 સુધી છે આમ શ્રાવણ માસનો પ્રારંભ ગુરૂપુષ્યામૃત યોગથી થશે.તથા આ વર્ષે રક્ષાબંધન અને 15મી આેગસ્ટ સાથે આવે છે. 1પમી આેગષ્ટના દિવસે રક્ષાબંધન છે. શનિવારે અમૃતાસિધ્ધિ યોગમાં કૃષ્ણજન્મ આ વર્ષે ઉજવાશે. તારીખ 24-8ના દિવસે શ્રાવણ વદ આઠમ છે અને શની રોહીણી અમૃતસિધ્ધી યોગ સવારે 6-28થી રાત્રીના 4-16 સુધી છે. આમ કૃષ્ણજન્મ રાત્રે 12 વાગ્યે આ વર્ષે અમૃતસિધ્ધિ યોગમાં રોહિણી નક્ષત્રમાં ઉજવાશે.શ્રાવણ વદ અમાસને શુક્રવાર તા.30-8ના દિવસે શ્રાવણ માસનું સમાપન થશે તેમ જણાવ્યું છે.

VOTING POLL

ચાર ધામ યાત્રામાં ભારે વરસાદની આગાહીઃ 7 સ્થળો પર આેરેન્જ એલર્ટ

July 26, 2019 at 10:39 am


ઉતરાખંડમાં આગામી 36 કલાક માટે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પ્રદેશમાં ભારે વરસાદનાં કારણે હવે પડાડીમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયે છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે, આઘામી 36 કલાક માટે પ્રદેશમાં નૈનીતાલ, ચમ્પાવત, પિથોરાગઢ, ઉધમસિંહનગર, દેહરાદુન, હરિદ્વાર અને પૌડી ગઢવાલમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીને જોતા શાસને તમામ જિલ્લાઆેમાં વધારે સતર્કતા દાખવવા માટેનાં નિર્દેશો આપ્યા છે.

પ્રદેશનાં અનેક વિસ્તારોમાં હાલ વરસાદ ચાલુ છે. ઉતરકાશી અને યમુનોત્રી હાઇવે આેજરી ડાબરકોટમાં સતત મોટાબોલ્ડર અને ભુસ્ખલનનાં કારણે રોકાઇ રહ્યાે છે સાથે જ ગંગોત્રી હાઇવે પણ ઉત્તરકાશીથી બડેથીમાં વરસાદનાં કારણે ભુસ્ખલનનાં કારણે વારંવાર બંધ કરવો પડી રહ્યાે છે. ભારે વરસાદનાં કારણે અનેક ગ્રામીણ રસ્તાઆે બંધ છે જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું છે.
દેહરાદુનનાં ચકરાતા, ત્યૂણી વિસ્તારમાં ગ્રામીણોએ પીવાના પાણી તથા સ્વાસ્થય સેવાઆે માટે જઝુમવું પડી રહ્યું છે. રાજધાની દેહરાદુનનાં અનેક વિસ્તારોમાં વરસાદનાં પગલે પાણી ભરાઇ ગયા છે. નદીઆેનાં જળ સ્તરમાં પણ સતત વધારો થઇ રહ્યાે છે. જેના કારણે કિનાારા વિસ્તારનાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તંત્રએ પણ કોઇ પણ સ્થિતીને પહાેંચી વળવા માટેની તૈયારીઆે ચાલુ કરી દીધી છે.
પહાડોમાં ભારે વરસાદનાં કારણે ગ્રામીણ માર્ગોની સ્થિતી કથળી ગઇ છે. દેહરાદુનમાં 1 ગ્રામીણ મોટર માર્ગ બંધ છે, પિથોરાગઢમાં 3, રુØપ્રયાગમાં 6, ચમોલીમાં 2, ટિહરીમાં 3 ગ્રામીણ મોટર માર્ગ અવરુÙ છે. સૌથી વધારે સમસ્યા પૌડી ગઢવાલમાં છે, જ્યાં 3 રાજ્યમાર્ગ અને 10 ગ્રામીણ માર્ગ અવરુÙ છે. નૈનીતાલમાં 2 અને બાગે્શ્વમાં 2 ગ્રામીણ માર્ગ બ્લોક છે.

VOTING POLL

ઘેલા સોમનાથ મહાદેવને કાળભૈરવનો શણગાર

July 17, 2019 at 11:28 am


પવિત્ર તીથર્ધામ ઘેલાં સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વ સંધ્યાએ પૂજારી હસુભાઇ જોશીએ કાલભૈરવનો શણગાર કર્યો હતો માનદ વહીવટદાર મનુભાઇ શીલુની સીધી દેખરેખ હેઠળ ભાવિકોને વાર તહેવાર આ તીથર્ધામમાં વિવિધ શણગારના દર્શન અને પ્રસાદનો લાભ મળે છે.

VOTING POLL