મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવની તડામાર તૈયારીઆેઃ જૈન વિઝન દ્વારા શૃંખલાબધ્ધ કાર્યક્રમો

March 6, 2018 at 7:00 pm


મધુરમ કલબ દ્વારા ઉજવાતો ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની જૈન જૈનેતરો આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા છે. જૈન વિઝન દ્વારા દર વર્ષે કંઈક નોખુ, અનોખુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સામાજીક સેવાના કાર્યો માનવતાલક્ષી કાર્યો અને જીવદયાના કાર્યક્રમોની શૃંખલાને આખરી આેપ આપવામાં આવી રહ્યાે છે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના આમંત્રણને માન આપી શહેરના જૈન શ્રેષ્ઠીઆે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત નવકાર મંત્ર અને મહામાંગલીક સાથે કરવામાં આવી હતી. બાદ સ્વાગત પ્રવચન ભરતભાઈ દોશીએ કરેલ. જૈન વિઝન દ્વારા સમગ્ર માર્ચ માસ દરમ્યાન યોજવામાં આવનાર રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત યોજવામાં આવનાર તમામ કાર્યક્રમની માહિતી ઉપેનભાઈ મોદી દ્વારા આપવામાં આવી હતી. આ તકે ખાસ ઉપસ્થિત ગાેંડલ સંપ્રદાયના જૈન અગ્રણી પ્રવિણભાઈ કોઠારીએ જૈન વિઝન દ્વારા યોજવામાં આવનાર કાર્યક્રમ માટે યુવાનો તૈયારી કરી રહ્યા છે.

રાજકોટ સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવેલ કે, છેલ્લા 50 વર્ષથી રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ કલ્યાણક ઉજવાય છે પણ જૈન વિઝન તેમાં નવા કાર્યક્રમોની હારમાળા સજીર્ જૈન સમાજની આવનારી પેઢીને ખુબ જ ઉંચુ માર્ગદર્શન આપી રહ્યા છે. રોયલ પાર્ક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે પોતાના વકતવ્યમાં જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ સાથે કાર્ય કરી રહ્યા છીએ. જૈન વિઝન અને સુત્રધાર મિલન કોઠારી સેવાલક્ષી અને ધામિર્ક કાર્યો પોતાની દીર્ઘદ્રષ્ટીથી દર વર્ષે નીતનવા કાર્યક્રમો આપી રહ્યા છે. શહેરના ડે. મેયર ડો. દશિર્તાબેન શાહે જૈન વિઝનને અભિનંદન આપેલ. ડો. પારસભાઈ શાહ જૈન વિઝન દ્વારા મહાવીર ભગવાન જન્મ કલ્યાણકના ભાગરૂપે જે મેડીકલ પ્રાેજેકટ શરૂ કરવાનો છે તેની માહિતી આપેલ. સાંજ સમાચારના યુવા એકઝીકયુટીવ કરનભાઈ શાહે જૈન વિઝન દ્વારા સાંજ સમાચારના સથવારે 21મી સદીના જૈન દર્શનના કાર્યક્રમની માહિતી આપેલ. જેમાં ગુજરાતના ખ્યાતનામ વકતા ડો. જય વસાવડા તથા કાલજ આેઝા દ્વારા વકતવ્ય યોજાશે અને કાર્યક્રમનું સંચાલન હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી કરશે. બાર એસો.ના પ્રમુખ તરીકે નિયુકત થયેલ અનિલભાઈ દેસાઈએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે, જૈન વિઝન દ્વારા ખુબ જ સુંદર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેને સહયોગ રહેશે. ભારતની ખ્યાતનામ ઘડીયાલ બનાવતી સોનમ કવાર્ટઝ, મોરબીના સંચાલક અને જૈન શ્રેષ્ઠી જયેશભાઈ શાહે જૈન વિઝનના તમામ યોજાનાર કાર્યક્રમોને બીરદાવેલ. જૈન સમાજના શ્રેષ્ઠી રાજકોટ સ્ટોક એક્ષચેંજના ભુતપુર્વ પ્રમુખ અને આરકેડીયા શષરના મેનેજીંગ ડીરેકટર સુનીલભાઈ શાહે પોતાના વકતવ્યમાં જણાવેલ કે, વિઝન દ્વારા પંચપરમ શ્રેષ્ઠી જેવા કાર્યક્રમો રાજકોટની જનતાને એક નવલું નજરાણું રૂપ રહેશે અને જન્મ કલ્યાણક મહોત્સવની એક નવી ભાત ઉભી કરશે. જૈન વિઝનના સંયોજક અને સુત્રધાર મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અનેકવિધ ધર્મલક્ષી અને સેવાલક્ષીના આયોજનમાં જૈન સમાજનો અદભુત પ્રતિસાદ રહ્યાે છે.

નેશનલ ફેડરેશન આેફ અર્બન કો.આે. બેંકના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સહકારી ક્ષેત્રનાં ભીષ્મપિતા જયોતીન્દ્રભાઈ મહેતાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે, જૈન સમાજનો યુવાન ખંભે ખંભા મીલાવીને જે કાર્ય કરી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. આ તકે ઉપસ્થિત દામીનીબેન કામદાર, અરૂણાબેન મણીયાર, પિયુષ મહેતા, કમલેશભાઈ શાહ, શીરીષભાઈ બાટવીયા, વિભાશભાઈ શેઠ, જૈનીશભાઈ અજમેરા, જૈન અગ્રણી ગિરીશભાઈ મહેતા, જયવંતભાઈ મહેતા, કૌશિકભાઈ વિરાણી, સુનીલભાઈ કોઠારી, ભાવેશભાઈ શેઠ, નરેન્દ્રભાઈ દોશી, સંજયભાઈ લાઠીયા, સતિષભાઈ બાટવીયા, હિતેષભાઈ બાટવીયા, પ્રતાપભાઈ વોરા, પરેશભાઈ સંઘાણી, અલ્કેશભાઈ ગોસલીયા, ભરતભાઈ દોશી (વિતરાગ), દર્શનભાઈ શાહ, ભીખુભાઈ ભરવાડા, ફાઈવ સ્ટાર કેટરર્સના દીપકભાઈ સંઘવી, સેવન સ્ટાર કેટરર્સના ભદ્રેશભાઈ કોઠારી, ડો. રૂપેશ મહેતા, પ્રફુલભાઈ ધામી, મહેશભાઈ મણીયાર, વિપુલભાઈ દોશી, નિલેશભાઈ કોઠારી, મેહુલભાઈ બાવીસી, હર્ષદભાઈ મહેતા, ઉદયભાઈ દોશી, હર્ષિલ શાહ, પરેશ દફતરી, હેમલ મહેતા, ગૌરવ દોશી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સફળ બનાવવા જૈન વિઝનના મિલન કોઠારી, ભરત દોશી, આશિષ ગાંધી, ધીરેન ભરવાડા, રજત સંઘવી, બ્રિજેશ મહેતા, જય કામદાર, અખીલ શાહ, ઉપેન મોદી, ધ્રુમીલ મોદી, વિપુલ મહેતા, પ્રજ્ઞેશ રૂપાણી, હેમાંશુ ખજુરીયા, તુષાર ધ્રુવ, અમીષ દફતરી, મનીષ દોશી, અતુલ સંઘવી, પિયુષ દોશી, મુણાલ અવલાણી, ઋષભ શેઠ, રાહુલ મહેતા, હિરેન સંઘવી, હિમાંશુ મહેતા, નીતીનભાઈ મહેતા, પાશ્વર્ સંઘવી, વિનય જસાણી, નિરવ અજમેરા, હિતેષ મણીયાર, મિલન મહેતા, પરેશ દોશી, વૈભવ સંઘવી, કાતિર્ક દોશી, વિશેષ કામદાર, નિરવ શાહ, અંકીત શાહ, પ્રતીક સંઘાણી, પારસ મોદી, રાજેશભાઈ મોદી, પરીમલ મોદી, નૈમિષભાઈ પુનાતર, હેમાંશુ પટેલ, તેજશ શાહ, નિમેષ મહેતા, કૃણાલ મહેતા, જયેશ શેઠ, ભાવેશ ઘેલાણી, નીતેષ મહેતા, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, કરણ ભરવાડા, જતીન કોઠારી સમગ્ર ટીમ.

તા.10 માર્ચ પ્રમુખ સ્વામી આેડીટોરીયમમાં રાત્રીના 8.45 કલાકે સાંજ સમાચારના સહયોગથી 21મી સદીના જૈન દર્શનનું શિર્ષક હેઠળ સુવિખ્યાત વકતા અને કટાર લેખક જય વસાવડા, કાજલબેન આેઝા ઉપસ્થિત રહેશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી કરશે.

આવો મહાવીર નામ લઈએ
દર વર્ષની જેમ આ વર્ષે બાલભવનના પ્રાંગણમાં આગામી તા.29મીના રોજ ગુરૂવારે રાત્રે નવ વાગે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે આવો મહાવીર નામ લઈએ ભકિત સંધ્યાનો યાદગાર કાર્યક્રમ યોજાશે. આ વખતે ગુજરાતી સંગમ સંગીતના સમ્રાટ મનહર ઉધાસ (મુંબઈ), પ્લેબેક સિંગર મીરાંદે શાહ (મુંબઈ), જુનાગઢના ગાયક કલાકા દીપક જોષી, રાજકોટના ભાસ્કર શુકલ, ગાગ} વોરા વગેરે જૈન સ્તવનો રજુ કરીને કંઠના કામણ પાથરીને ભાવિકોને ભકિતમાં રસતરબોળ કરશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કવિ તથા ઉદઘોષક અંકીત ત્રિવેદી છે. અંકીત ત્રિવેદી અનન્ય છટાથી કાર્યક્રમનું સંચાલન કરશે. ઉપસ્થિત લોકોને ભાવવિભોર કરી મુકશે.
જૈન સ્તવનો પરની સમૂહ નૃત્ય સ્પર્ધા
જૈન વિઝન આયોજીત ભગવાન મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવનું અનન્ય આકર્ષણ જૈન સ્તવનો પરની ગ્રુપ નૃત્ય સ્પર્ધા છે. આ પ્રકારની સ્પર્ધા સૌપ્રથમવાર યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જૈન બહેનોના ગ્રુપ, મંડળો ભાગ લેશે અને જૈન સ્વતન પર ભાવાભિનય કરશે.
બાળકો માટે ચિત્ર સ્પર્ધા

ભગવાન મહાવીર સ્વામીના જીવન પ્રસંગો પર જૈન વિઝન દ્વારા બાળકોની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિજેતા બાળકોને ઈનામો આપવામાં આવશે તથા દરેક બાળકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
તેમજ જૈન કુકીગ સ્પર્ધા, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે જરૂરતમંદ દદ}આેને ઉપયોગી થવા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.જૈન પરિવારો માટે જૈન વિઝન દ્વારા એટીએમ કાર્ડનું વિતરણ હાથ ધરવામાં આવશે. આ અંગે સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું કે, રાજકોટના જૈન ડોકટરો જૈન દદ}આેને નજીવા દરેક નિદાન સારવાર આપશે તથા માન્ય મેડીકલ સ્ટોર્સમાં માત્ર પડતર ભાવે દવા ઉપલબ્ધ કરાશે. આગામી વર્ષોમાં સંસ્થા દ્વારા જૈન દદ}આેના બીલને ચકાસીને રાહત આપવાની વિચારણા છે. ફનવર્લ્ડની અંદર વિવિધ રાઈડસ અને અવનવા નાસ્તા કરાવી બાળકોના ચહેરામાં નિર્દોષ હાસ્ય રેલાવી અને તેમને કીલકીલાટ કરાવવામાં આવશે. તપાગચ્છધિપતિ વિ. પ્રેમસુરીશ્વરજી મ.સા.ના 99માં જન્મોત્સવ નિમિતે રાજકોટની સામાજીક સંસ્થાઆે અંધ મહિલા, બહેરા મુંગા શાળા, વૃધ્ધાશ્રમ, ગુંદાવાડી હોસ્પિટલ, અપંગ બાળ ગૃહમાં સિઝનના પહેલા કેરીના રસનું વિતરણ કરવામાં આવશે. દયાના દેવ મહાવીર ભગવાન જન્મ કલ્યાણકની જીવદયાની ભાવવિભોર ઉજવણી કરવા જૈન વિઝન દ્વારા રે પંખીડા સુખેથી ચણજે રે પારેવાને ચણ તથા એનીમલ હેલ્પલાઈન અને કુમકુમ ગ્રુપના સહયોગથી તુલસીના કયારા, પક્ષીઆેને પાણી પીવાના કુંડા, રામપાતર, ચકલીને માળો અને ગૌમાતાના પાણીની પીવાની કુંડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે તા.29/3ને ગુરૂવારે અનુકંપાવાન અંતર્ગત રાજકોટ પાંજરાપોળમાં નિરાધાર, અશકત, બીમાર ગાયોને લીલુ ઘાસ નિરવામાં આવશે.

VOTING POLL

હાથમાંથી છૂટે એ ત્યાગ અને હૈયામાંથી છૂટે એ વૈરાગ–મોરારિબાપુ

March 3, 2018 at 11:23 am


આફ્રિકાના નૈરોબી ખાતે મોરારીબાપુની વિભિષણને કેન્દ્રમાં રાખી રામકથા ચાલી રહી છે ત્યારે કથાના છઠ્ઠા દિવસે બાપુએ વિખ્યાત અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, મારી વ્યાસપીઠ કોઈ કલાને અસ્પૃશ્ય નથી ગણતી. જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે શ્રીદેવી પર પિકચરાઇઝ થયેલું ના જા રે મેરે બાદશાહ… ગાઈને શબ્દાંજલી અર્પી હતી.

રામકથાના છઠ્ઠા દિવસે કથાનો પ્રારભં કરતા પૂ.મોરારિબાપુએ હાથમાંથી છૂટે એ ત્યાગ, હૈયામાંથી છૂટે તે વૈરાગ્ય. બાપુએ કહ્યું કે વિભીષણ માત્ર રાવણનો ભાઈ નથી એની એક સ્વતત્રં ઓળખ છે. પહેલી વાર રામને મળવા આવ્યા ત્યારે આકાશમાં ઊભા હતા. પછી ચરણોમાં વસ્યા હતા. મેઘનાદ વિભીષણને બહત્પ ગાળો આપે છે પણ વિભીષણ ઓમ ઇોરાય નમ: મત્રં મનમાં ભણી લે છે. દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરે ત્યારે સિંહે એ તરફ લક્ષ ન આપવાનું હોય. એમ કરવાથી સિંહની આબ ઘટે અને દેડકાને પ્રતિા મળે. દર્દુરા: યત્ર નેતાર:…ઘરકા ભેદી લંકા જાયે કહેવત ખોટી છે. લંકા ત્યજીને આવવું એનાથી મોટો કોઈ ત્યાગ નથી. વિભીષણ રામ પાસે કલકં લઈને ગયો હતો અને લકં લઈને પાછો આવ્યો હતો. બુદ્ધિ લઈને ગયો હતો અને પ્રેમભયુ હૃદય લઈને પાછો આવ્યો હતો. ઘણાને ધર્મમાં ચિ હોય છે અને ઘણા ચિ પ્રમાણે ધર્મને લે છે. દેવ બનવામાં કશું કરવું પડતું નથી, માનવ બનવામાં બહત્પ મહેનત કરવી પડે છે. પોતાની પીડાનો ક્રોસ પોતે જ ઉપાડવો પડે.

બાપુએ કહ્યું કે દોષપૂર્ણ વ્યકિતને ય ગુરૂ સ્વીકારે છે. ડોકટર પાસે જ બિમાર માણસ જાય છે. હત્પં ગમે ત્યાં જાઉં મારી સાથે હંમેશા રામાયણ અને ભાગવત બે ગ્રંથો હોય જ… બંને મારા બાવડાં છે. બધી શંકાનું સમાધાન તેમાંથી મળી જાય છે. સમગ્ર વિશ્ર્વમાંથી આવેલા ગુજરાતીઓ બાપુની આ કથા એકરસ અને ધસમસ થઇ કથા સાંભળતા હતા. માતૃભાષામાં પાંચસોથી વધુ કથા કરીને બાપુએ માતૃભાષાની બહત્પ મોટી સેવા કરી છે. વધુમાં કવિ રમેશ પારેખે કહ્યું છે તેમ હત્પં તો ખોબો માગુંને દઈ દે દરિયો જેમ બાપુએ ગુજરાતના નેહડાના ભવાઈ કલાકારોને આંતરરાષ્ટ્ર્રીય પ્લેટફોર્મ આપ્યું હતું. જેની કલા નિહાળી આફ્રીકાવાસીઓ દગં થઇ ગયા હતા

VOTING POLL

હોળીની જાળના દિશા દર્શન સાથે ફળકથન

February 28, 2018 at 11:32 am


હોળી એટલે કે હતાશની પર્વ દર વર્ષે આવે છે અને પુરાણોથી તેનું મહત્વ છે. હોલીકા દહન એટલે આસુરી શક્તિનું દહન આપણા દોષ નિવારણ માટે આ પર્વ પ્રેરણાદાયી છે અને હોલીકા દહન સાથે આપણે પણ આપણામાં રહેલી આસુરી ભાવનાનું દહન કરવું જોઈએ. હતાશની અગ્નિ જાળનું દિશા દર્શન પણ વર્ષ ફળ માટે માનવામાં આવે છે. જેથી દર વર્ષ હતાશની તથા અખાત્રીજના પવનો પરથી વર્ષફળ જોવાય છે દિશા દર્શન પ્રમાણે હતાશની જાળ પુર્વ તરફ જાય તો પ્રમાણસર વરસાદ, રાજા પ્રજા સુખી થાયે પશ્ચિમ તરફ ઘાસ-પાણી પુષ્કળ થાય. ઉત્તરમાં ધાન્યવૃધ્ધિ થાય. દક્ષિણમાં દુષ્કાળ થાય તેવું મનાય છે. ઉંચે સુધી જાળ જાય તો રાજા-દેશ ઉપર સંકટ થાય અને ચારે બાજુ પવન ધોળાય તો રાજા-પ્રજા બન્નેને ઝુરવે.તા.1 માર્ચને ગુવારે આ વર્ષે હોલીકાદહન હતાશની હોય જાળનું દિશા દર્શન જાણકારોએ કરવા વિનંતી છે. જો કે હતાસણી બાદ સામી જાળ પુર્ણ થશે. જેથી અટકેલા શુભ કાર્યો ફરીથી શ થઈ શકશે. આ વખતે ગુવારે આવનારી હતાસણીનું ફળ મધ્યમ માનવામાં આવે છે.

VOTING POLL

3500 વર્ષ પ્રાચીન આદિશ્વર દાદાની પ્રતિમાને 42 હજાર રિઅલ

February 27, 2018 at 7:43 pm


આજે ઢેબરા તેરસે ભગવાન આદિશ્વર દાદાના દરબારમાં ભારતભરમાંથી લાખો ભાવિકો દર્શન માટે પહાેંચ્યા છે ત્યારે આજે રાજકોટમાં ઘર બેસી ભગવાન આદિશ્વર દાદાના નયનરમ્ય દર્શન માટે શહેરના 191 વર્ષ પ્રાચીન માંડવી ચોક જિનાલયમાં આદિશ્વર દાદાને 42 હજાર રિઅલ ડાયમંડથી આંગી (શણગાર) કરવામાં આવશે. આ પ્રતિમા 3500 વર્ષ પ્રાચીન છે જેને 42 હજાર સાચા હિરાથી મઢાશે. ગત વર્ષે પણ ભગવાનને સાચા હિરાની અંગરચના કરાઈ હતી. પ્રભુનું મુખ જોવા અને દર્શન માટે મોડીરાત્રી સુધી ભીડ લાગી હતી

.

આ વિશે જીતુભાઈ ચાવાળાએ જણાવ્યું હતું કે આજે છ ગાઉની જાત્રા માટે હજારો કિલોમીટરનો પ્રવાસ કરી દાદાના દરબારમાં આવે છે. જે ભાવિકો પાલીતાણા નથી જઈ શકતા તેમને માટે અહી બેઠા દર્શન કરી પૂÎયનું ભાથું બાંધી શકે તે માટે માંડવી ચોક જિનાલય દ્વારા નયનરમ્ય અંગરચના કરવામાં આવી છે. ખાસ અમદાવાદના કલાકારોએ આ લાખેણી આંગી તૈયાર કરી છે. આ આંગીમાં 42 હજાર સાચા હિરાનો ઉપયોગ કરાયો છે.
191 વર્ષ પ્રાચીન તીર્થ સુપાશ્વર્નાથ જિનાલયમાં ફાગણ સુદ-13 અને ફાગણ સુદ-15ના દિવસે સુપાશ્વર્નાથ દાદાને તથા નીચે આદિશ્વર દાદાને સાચા ડાયમંડની ભવ્યાતિભવ્ય લાખેણી નયનરમ્ય અંગરચના હોય છે.

ફાગણ સુદ-15ના દિવસે પ.પૂ. ગચ્છાપતિ આચાર્ય ભગવંત શ્રી પ્રેમસુરિશ્વરજી મ.સા.ના 99મા જન્મ મહોત્સવ નિમિત્તે સાચા ડાયમંડની લાખેણી અંગરચના શ્રી સુપાશ્વર્નાથ દાદાને તથા નીચે આદિશ્વર દાદાને ભવ્યાતિભવ્ય સાચા ડાયમંડની લાખેણી અંગરચના કરવામાં આવશે તો સર્વે દર્શનનો લાભ લેવા રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઈ ચાવાળાએ જણાવ્યું હતું.

VOTING POLL

પાલિતાણા-શેત્રુંજ્યની છ’ગાઉ યાત્રા માટે એકાદ લાખ ભાવિકો ઉમટી પડશે

February 24, 2018 at 6:33 pm


જૈન તીથર્ધામ પાલિતાણામાં છ’ગાઉની યાત્રા તરીકે આેળખાતો ઢેબરિયા તેરસનો મેળો આગામી તા.27મીને મંગળવારે યોજાશે. જય જય આદીનાથના નાદ સાથે વહેલી સવારે ભાવિકો છ’ગાઉની યાત્રાનો ભાવપૂર્ણ પ્રારંભ કરશે. છ’ગાઉ યાત્રા કરવા દેશભરમાંથી અંદાજે 1 લાખથી વધુ ભાવિકો ઉમટી પડી પૂÎયનું ભાથું બાંધશે. દરમિયાન આદપુર ગામમાં સિધ્ધવડ વાડી ખાતે 97 પાલ ઉભા કરી યાત્રિકોની ભિક્ત કરાશે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તૈયારીઆેનો ધમધમાટ ચાલી રહ્યાે છે.

પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર છ’ગાઉની યાત્રા કરવાનું જૈન સમાજમાં ફાગણ સુદ તેરસે વિશેષ મહત્વ છે. આ દિવસે દેશભરમાંથી લાખો જૈન જૈનેત્તરો છ’ગાઉની યાત્રા કરી પુÎયનું ભાથુ બાંધે છે. આ વખતે તા.27મીને મંગળવારે વહેલી સવારે પરંપરાગત રીતે યાત્રાળુઆે જય જય જય આદિનાથના નાદ સાથે ભાવિકો છ’ગાઉની યાત્રાનો પ્રારંભ કરશે. છ’ગાઉની યાત્રા કરવા ગામેગામથી ભાવિકો ઉમટી પડે છે. તેમજ અલગ અલગ સીટીમાંથી વિશેષ બસો-લકઝરી પ્રાઈવેટ બસ દ્વારા યાત્રીકો મોટી સંખ્યામાં પૂÎયનું ભાથુ બાંધવા પાલિતાણા પહાેંચશે. જૈન શાં મુજબ ફાગણ સુદ-13ના દિવસે ભગવાન કૃષ્ણના પુત્રો શામ્બ અને પ્રધ્યુમને સાડા આઠ કરોડ મુનીઆે સાથે અનશન કરીને પાલિતાણા પર્વત પર આ દિને છ’ગાઉની પ્રદિક્ષણા કરીને મોક્ષ પદે પામ્યા હતા. જેથી આ યાત્રાનું અનેરૂ મહત્વ છે.

આ યાત્રા જય તળેટીથી શરૂ થશે. આ પર્વત ઉપર 3450 પગથીયા ચડીને તે જ દિવસે ખુલ્લાે રહેતો કેડી રસ્તો પસાર કરી આદેશ્વર દાદાના પક્ષાલનું જળ જે કુંડમાં આવે છે ત્યાં દર્શન કરી ત્યાંથી અજીતનાથ સ્વામી અને શાંતિનાથ પ્રભુની દેરીમાં દર્શન કરે છે. અહી સ્વયંસેવકો દ્વારા દવા, પાણી વિગેરે સુવિધા રાખવામાં આવે છે. ત્યારબાદ આદપુર ગામે સિધ્ધવડ ખાતે પહાેંચી યાત્રા પૂર્ણ કરે છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ કલ્યાણજી આણંદજી પેઢી દ્વારા 97 જેટલા પાલની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષ તા.27મીએ ફાગણ સુદ તેરસે છ’ગાઉ યાત્રામાં રામપોળનો દરવાજો સવારે ચાર વાગ્યે ખુબશે તેમ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત દેશભરમાંથી આવનારા લગભગ એક લાખ યાત્રાળુઆે માટે આદપુર ગામમાં સિધ્ધવડ વાડીમાં 97 પાલની અલગ અલગ શહેરના ગ્રુપો-મંડળો દ્વારા ઉભા કરવામાં આવશે. જેમાં સાકર-વરીયાળીનું સરબત, લીબુ, સરબત, દ્રાક્ષ, તરબુચ, થેપલા, દહી, ખાખરા, ચા, દુધ, શેરડીનો રસ આ ઉપરાંત ચૌ વિહારની વ્યવસ્થા પણ દરેક ભાવિકો માટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગિરીરાજની યાત્રા જયણાપૂર્વક કરવાથી યાત્રાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. છ’ગાઉની યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. બાળકોની માંડી વૃધ્ધો પણ ખુલ્લા પગે છ’ગાઉની કઠીન યાત્રા હોશે હોશે પૂર્ણ કરે છે. ત્યારે છ’ગાઉની યાત્રા પૂર્ણ કરનાર દરેક ભાવિકોનું દાતાઆે દ્વારા તીલક કરી પગ ધોઈ પ્રભાવના આપી સન્માન કરે છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાલિતાણાના મનેજર મનુભાઈ શાહએ જણાવ્યુ કે, યાત્રા દરમિયાન યાત્રાળુઆેને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ઠંડા-ગરમ પાણીની વ્યવસ્થા, સિકયોરીટી, મેડીકલ સેવા વિગેરેેસેવા પેઢી દ્વારા પુરી પાડવામાં આવી છે.

VOTING POLL

સંપ્રદાય અને પંથ એક વ્યવસ્થા, મોક્ષની મંઝિલ સર્વ માટે સમાન: આચાર્ય ભગવંત કે.સી. મહારાજ સાહેબ

February 23, 2018 at 11:30 am


ગુરુપ્રેમનો જન્મોત્સવ એટલે આનંદનો ઉત્સવ, પ્રેમનો પરમોત્સવ, લાગણીનો મહોત્સવ… ને આ ડી ઘડી એટલે રાજકોટના આંગણે આવી પહોંચી છે. રાજકોટની ભાગોળે પાર્શ્ર્વપ્રેમધામ, નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ જૈન સંઘ, ઘંટેશ્ર્વર ખાતે તપાગચ્છાધિરાજ પૂ.આચાર્ય વિજયપ્રેમસુરિશ્ર્વરજી મહારાજનો 99મો જન્મોત્સવ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.1-3ને ગુરુવારે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે. આ અવસરે ગુરુપ્રેમના આજીવન ચરણોપાસક પૂ.આ.ભ.વિજયફૂલચંદ્રસુરિશ્ર્વરજી (કે.સી.) મ.સા.ના સાંનિધ્યમાં ઉજવાશે.

19 વર્ષ પૂર્વે માંહવી ચોક જિનાલયમાં ચાતુમર્સિ કરનાર અને 12 વર્ષ બાદ રાજકોટની પાવનભૂમિ પર પદાર્પર કરનાર કે.સી. મહારાજ સાહેબે ‘આજકાલ’ને વિશેષ મુલાકાત આપી હતી જેમાં ધર્મ, સંયમ, સંસ્કાર, સહનશીલતા, ધર્મસતા, રાજસતા, એકતા સહિત સાંપ્રત સમયની સમસ્યાથી લઈ વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડયો હતો અને ગુરુદેવના સ્વપ્નને ટૂંકા સમયમાં કઈ રીતે સાકાર કરાશે તે અંગે માહિતી આપી હતી.

આચાર્ય ભગવંત ગુરુદેવનું સ્વપ્ન પર પ્રકાશ ફેંકતા કહ્યું કે, ગુરુદેવ કાળધર્મ પામ્યા અને હજુ 16 માસ જેવો સમય થયો છે. ગુરુદેવનું ગુરુકુળ અને ગુરુમંદિર બનાવવાના ધ્યેયને તેમના શિષ્ય કે.સી. મ.સા. આગળ વધારી રહ્યા છે. શંખેશ્ર્વર અને સંમેત શીખરમાં જબરદસ્ત ગુરુકુળ બની રહ્યું છે. જ્યારે 108 ગુરુ મંદિર પણ ગામે ગામ બની રહ્યા છે. અત્યારના સમયમાં ભણતર અનિવાર્ય છે આથી ગુરુકુળમાં શિક્ષા અને ધર્મસંસ્કારનું સિંચન નવી પેઢી કરી રહી છે. સાથે સાથે કે.સી. મહારાજે સમાજના દાતાઓને શિક્ષણ અને મેડિકલ માટે વધુને વધુ મદદપ થવા આહ્વાહન કર્યું હતું. મોરબીમાં આગામી તા.4થીએ દેરાસરની પ્રતિષ્ઠા થવાની છે.

આજના ફેશનના સમયમાં યુવાવર્ગમાં સંયમનો રાગ લાગ્યો છે જેના વિશે ગુરુદેવ કહે છે કે, તાજેતરમાં સુરતમાં સૌથી વધુ દીક્ષા થઈ. જે ગુરુદેવના સત્સંગ અને પ્રવચનનો પ્રભાવ છે. સંયમ સાચો રાગ છે તેવી સમજદારી લોકોમાં આવી રહી છે. જો ત્રણ વર્ષનો બાળક સ્માર્ટ મોબાઈલને સ્માર્ટથી ઓપરેટ કરી શકતો હોય તો 8 વર્ષના બાળકને દીક્ષા વિશે સમજણ હોય એ સ્વાભાવિક છે.

આત્મહત્યા, હત્યા, હિંસાનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે જે અંગે કે.સી. મ.સા. કહે છે કે, રાજકોટ જેવી ધર્મનગરી ક્રાઈમના રેસિયામાં આગળ વધી રહી છે તેવું જાણીને દુ:ખ થાય છે. આ તમામ પાછળ જવાબદાર છે માત્રને માત્ર મોબાઈ,, એમાં પણ સ્માર્ટ ટેકનોલોજીનો મોબાઈલ આવ્યો ને વ્યક્તિની યાદશક્તિ, જૂઠ્ઠાણું અને સહનશિલતા ગયા… હવે લોકોને જલ્દીથી પૈસો બનાવવાનો છે. મગનમાં ભમતું કંઈ અલગ હોય અને અનુરસતો કંઈક અલગ, ફાસ્ટ યુગમાં કોઈ પણ ભોગે ફાસ્ટ રિઝલ્ટ જોઈએ. માનવજીવન સમતા, સરળતા અને સમજના પાસાથી અલિપ્ત થઈ રહ્યો છે.

ધર્મ અને રાજકારરનો કેવો સંબંધ હોવો જોઈએ ? આ વિશે કે.સી. મહારાજે જણાવ્યું કે પહેલાં રાજ્યસત્તા સાથે ધર્મસત્તા હતી જે બદલાતા સમય સાથે જતી રહી છે. સાધુ-સંતો ધર્મસત્તા પર ચાલી સમાજને શિસ્ત, સંયમ અને સરળતાનો સંદેશ આપી રહ્યા છે. આ વાતનું તેમને દૃષ્ટાંત ગોંડલ સ્વામિનારાયણ ડેરી શતાબ્દિ મહોત્સવનું આપતા કહ્યું કે, બધા સંતોએ એક મંચ પરથી આ કાર્યક્રમ થકી સમાજને કેટલો સુંદર સંદેશ આપ્યો છે.

સાધુ-સંતો તેમની રીતે દરેક ક્ષેત્રમાં કામ કરે છે બાકી ગામ હોય ત્યાં ગંદકી, ફૂલ હોય ત્યાં કાંટા હોય જેને લોકો નજરઅંદાજ કરી આ પાંખડીઓ તરફ ધ્યાન ન આપવાની સલાહ આપી હતી.અંતમાં તેઓએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં સાધુ-સંતોનું વિચરણ વધવું જરી બન્યું છે.

VOTING POLL

કૈલાસ માનસરોવર યાત્રાની નોંધણી શરૂ

February 22, 2018 at 10:48 am


આધારભૂત વર્તુળ દ્રારા મળતી માહિતી અનુસાર આ વર્ષે કૈલાસ માન સરોવરના યાત્રી નાથુ લા પાસના રસ્તે કૈલાસ જઈ શકશે.
નાથુ લા પાસનો રસ્તો ગયે વર્ષે ચીને દોકલામ વિવાદને કારણે બધં કર્યેા હતો જે આ વર્ષે ચીન દ્રારા ખોલવામાં આવ્યો છે. આઠમી જૂનથી શ થતી ચાર મહિનાની કૈલાસ યાત્રાની નોંધણી શ કરવામાં આવી હોવાનું વિદેશ ખાતાએ જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તરાખંડના લિપુલેખ પાસનો રસ્તો થોડો વિષમ હોવાનું અને એનો અંદાજિત ખર્ચ પ્રતિ વ્યકિત . ૧.૬૦ લાખ જેટલો આંકવામાં આવી રહ્યું છે. યારે નાથુ લા પાસ દ્રારા જતો રસ્તો સુગમ અને સિનિયર સિટિઝન માટે શ્રે છે. નાથુ લા પાસના રસ્તે યાત્રા કરવાનો ખર્ચ . ૨ લાખ જેટલો અંદાજવામાં આવ્યો છે. ૨૧ દિવસની યાત્રામાં ૩ દિવસ દિલ્હી ખાતે કાનૂની પ્રક્રિયાના રહેશે.

ચીને ડોકલામ સરહદે વિવાદને પગલે નાથુ લા પાસનો રસ્તો બધં કર્યેા હતો. ચીનની માંગણી દોકલામ સરહદથી ભારતના લશ્કરને દૂર કરવાની હતી.
ચિકન નેક તરીકે ઓળખાતા દોકલામ પ્રદેશ પર ભુતાન પોતાનો દાવો કરી રહ્યું છે ત્યાં ચીનને રસ્તો બનાવતા ભારતીય સૈન્યએ રોકયા હતા ત્યાર બાદ બંને દેશ વચ્ચે ૧૬ જૂનથી ૭૩ દિવસની મડાગાંઠ સર્જાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર વ્યકિતથી ૭૦ વર્ષ સુધીના વ્યકિત યાત્રામાં નામ નોંધાવી શકશે. નોંધણીની છેલ્લી તારીખ ૨૩ માર્ચ ૨૦૧૮ છે

VOTING POLL

વડતાલઃ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાતીર્થ

February 21, 2018 at 5:25 pm


પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે જેને પોતાની લીલાભૂમિ અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે, એ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં ૧૮૪૨માં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.

અહી લક્ષ્મીનારાણ ઉપરાંત નરનારાયણની અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિઓ આવેલી છે. સ્વામિનારાયણનાં મંદિરમાં ઘણુ ખરું સ્વામિનારાયણની પોતાની મૂર્તિ જ હોય છે. તત્વજ્ઞાનની બાબતમાં સ્વામિનારાયણ સંપ્રદાયો રામાનુજનો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માન્ય કરે છે. વડતાલમાં મુખ્ય મંદિરની આસપાસ ત્રણ માળની મોટી હલેવી આવેલી છે. જેમાં આચાર્યો સાધુઓ અને બ્રહ્મચારીઓ રહે છે. આ ઉપરાંત વડતાલમાં પથ્થરથી બાંધવામાં આવેલું એક તળાવ છે જેને ગોમતી તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માણસને જે ભવસાગરમાંથી તારે એ મહાતીર્થ કહેવાય છે. આવું જ એક મહાતીર્થ એટલે વડતાલ.

આ સંપ્રદાયના મુખ્ય ચાર ધામમાં વડતાલને મુખ્ય ગણીને બીજા મંદિરો બાંધવાની છૂટ આપી હતી. વડતાલ એ ભગવાન શ્રી સ્વામિનારાયણની લીલાભૂમિ, કર્મભૂમિ અને ઉત્સવભૂમિ ગણાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વિક્રમ સંવત ૧૮૬૨માં જેમ ગઢડાના પ્રેમી ભક્તોને નિત્ય દર્શનનો લાભ મળે તે હેતુથી શ્રી રાધિકાની સાથે શ્રી વાસુદેવની મૂર્તિ દાદા ખાચરના દરબારમાં એક ઓરડામાં પધરાવી હતી.

પછી બે વર્ષમાં વડતાલના પ્રેમી ભક્તોને લાભ મળે એટલે વડતાલમાં પણ બદરી વૃક્ષની બાજુએ એક ઓરડીમાં શ્રી નરનારાયણની યુગલ મૂર્તિ પધરાવી હતી, વડતાલ અને ગઢડાના મંદિરોનું ભગવાન સ્વામીનારાયણે જાતે પૂજન કર્યું હતું.સ્વામિનારાયણ સંપ્રદાયનાં શિખર બંધ મંદિરો પૈકી વડતાલના મંદિરમાં જેવો વિશાળ કલાત્મક સભામંડપ છે તેવો અન્યત્ર ક્યાંય બંધાયેલો નથી.

સભામંડપ બે માળનો છે. પહેલો અને બીજો માળ સભાખંડ તરીકે ઓળખવામાં આવે છે. સભાખંડની માપણી જમીનથી પાંચ ફૂટ ઊંચી છે. બે સમાંતર ઠેકાણે મૂકેલા પાંચ પગથિયા ચઢીને તેમાં દાખલ થવાય છે. દરેક થાંભલાની ઉંચાઈ બરાબરની છે. તો વળી ગોળ થાંભલાઓ ઉપર બારિક નકશીકામ કરવામાં આવ્યું છે.

સભામંડપ પૂર્વ પશ્ચિમ પહોળો અઠ્ઠાવન ફૂટ અને ઉત્તર દક્ષિણ લાંબો ૧૪૩ ફુટ છે. સભામંડપનો ઉત્તર છેડો હરિ મંડપના મકાન સાથે લાકડાના પુલથી જોડી દેવામાં આવ્યા છે. એ તરફ આ પગથિયાં મુકાવેલાં છે. બંધની ઊંચાઈ, પહોળાઈ તથા લંબાઈ એ બધું સભામાં હવા પ્રકાશ અને પ્રતિધ્વનિ વૈજ્ઞાનિક યોજના મુજબ થયેલું છે. એટલે સભામાં થતી કથા અને પ્રવચન સભામંડપમાં વ્યાસપીઠથી દૂર બેઠેલા શ્રોતાગણ વિના પ્રયાસે સાંભળી શકે છે.

મંદિર આચાર્યનું સ્થાપનાનું સ્મારકસ્થાન, હરિ મંડપ અને જ્ઞાનકુર સભામંડપનું થયેલું આયોજન દર્શનાર્થીઓને એકબીજા સાથે સંકળાયેલા રાખવાની દૃષ્ટિએ થયેલું જણાય છે.મંદિરની ઉત્તરે આવેલું બે માળનું અક્ષર ભુવન પવિત્ર સ્થાન છે. એના પહેલા અને બીજા માળે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભોગમાં આવેલી વસ્તુઓ ગાદલાં, રજાઈઓ, વાસણ,વસ્ત્રો અલંકારો, માળીઓ, બેરખા, કંઠીઓ, ચિત્રો, પુસ્તકો, સિક્કા, લાકડીઓ વગેરે ભેગા કરવામાં આવેલાંં છે અને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે.

અક્ષર ભુવનમાં શ્રીજી મહારાજ બે બારી બારણાંના હિંડોળામાં ઊગમણાં ઓટે ઝુલ્યા હતા. તે પણ વચલાં બારણાં વિનાની હાલતમાં સચવાયેલા છે. જે આરતી વડે ભગવાન સ્વામિનારાયણે શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે આરતી ઉતારી હતી. તે આરતી જૂની શિક્ષાપત્રી મહાભારતનું ઐતિહાસિક પુસ્તક, જુદા જુદા પ્રસંગે પહેરેલી ચાખડીઓ, શ્રીજી મહારાજને શરીરનું ચંદન ઉતારીને તેનો વાળેલો ગોળો, અભિષેક કરવામાં આવ્યો હતો તે ગાગર વગેરે રાખવામાં આવ્યા છે. જે રથમાં બેસીને શ્રીજી મહારાજ બોચાસણથી વડતાલ આવ્યા હતા તે રથ પણ હાજર છે.

ગામની દક્ષિણે ગોમતીજી તીર્થક્ષેત્ર આવેલું છે. આ સરોવર ત્રિવેણી સંગમ કરતાં પણ વધારે પવિત્ર તીર્થ સ્વરૂપ છે. તેમાં પરમાત્માએ જાતે ચોકડીઓ ખોદેલી છે. જાતે તેની માટી ઉપાડી છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે એ તળાવ ખોદાવીને ગોમતી નામે પ્રસિદ્ધ કર્યું છે.વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલા દરવાજાઓમાંથી મંદિરમાં દાખલ થઈને એટલે સૌથી પહેલા ધ્યાન ખેંચે છે ત્યાંના સૌથી બારિક નકશીકામ વાળા થાંભલાઓ.

મંદિરમાં કુલ્લે મળીને ૩૮ થાંભલાઓ આવેલા છે. મોટા શિખરો નીચે દેવધરો શોભે છે. દેવધરમાં સુવર્ણના સિંહાસન ઉપર શ્રી રણછોડજી શ્રી સ્વામિનારાયણ અને શ્રી લક્ષ્મીજીની પ્રાસાદિક મૂર્તિઓ છે. ઉત્તર શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી વાસુદેવ શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિદેવી દર્શન આપે છે. દક્ષિણ શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી હરિકૃષ્ણ મહાદેવ, શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજી આશ્રિતોને દર્શન આપે છે. ચાર નાનાં નાનાં શિખરો નીચે આવેલા દેવધરોમાં મત્સ્ય નારાયણ કુર્મ નારાયણ નૃસિંહ નારાયણ વરાહ નારાયણ શેષ નારાયણ અને સૂર્ય નારાયણની સુંદર મૂર્તિઓ શોભે છે. ત્રણેય મોટા શિખરો નીચે આવેલા દેવ દરવાજા સુવર્ણના છે.

શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયના મંદિરોમાં ધર્મભક્તિની પ્રતિષ્ઠા સૌ પ્રથમ વડતાલમાં કરેલી છે. આમ વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાતીર્થ છે. •

VOTING POLL

બુદ્ધઃ કોઈ ખોટા આડંબર નહીં માત્ર વાસ્તવિકતાની જ કરી છે વાતો

February 20, 2018 at 7:47 pm


બુદ્ધ ભગવાને પોતાનો મોટા ભાગનો ઉપદેશ સૂત્રાત્મકમાં આપેલ છે. કયાંય પણ ખોટા ઓઠા અને ચમત્કાર ઉક્ત કોઈ વાત કરી જ નથી,તેઓ પ્યોરલી સત્યને વરેલા મહામાનવ હતા, તે તેમની મહાનતા છે, તેમણે માત્રને માત્ર ચારિત્ર,અને ચિત્ત શુદ્ધિ પર જ બધું જોર દીધું છે, તેઓએ કોઈ પણ જાતના ખોટા આડંબરનો આશરો લીધો નથી,કે કોઈ જાતના ચમત્કારોની વાત સુદ્ધાં કરી જ નથી.તે તેમના ધર્મની મોટામાં મોટી મહાન વિશેષતા છે,તેઓએ આજના ધર્માત્માની જેમ કયાંય પણ સ્વર્ગનો લોભ, નર્કનો ભય, બ્રહ્મનો આનંદ, જન્મ મરણનાં દુઃખો, ભવસાગર તરવાની વાતો. કોઈ પણ જાતના ચમત્કાર યુક્ત ખોટી વાતો કોઈપણ પ્રકારની બીજી આશાઓમાં કોઈને સ્થીર કર્યાજ નથી તેમજ કોઈપણ પ્રકારની ભયગ્રસ્ત વાત સુધ્ધાં કરી જ નથી, તે તેમની મહાનતા છે,જે વસ્તુ વાસ્તવિક રીતે અસ્તિત્વ જ ધરાવતી નથી તે બાબતને મહત્વ આપવું તે સો ટકા મુર્ખામી જ છે.તેઓએ ક્યાંય પણ અવાસ્તવિક વાતને ટચ સુદ્ધાં કરેલ નથી,.આમ તેમણે આત્મા પરમાત્માની વાત સુદ્ધાં કરી નથી, તેઓ માનતા કે જયારે માણસ સમાધિ અવસ્થા પ્રાપ્ર્ત કરશે ત્યારે તેને બધી જ જાણ થઇ જ જવાની છે, માટે પહેલા તેને ભ્રમમાં શા માટે નાખવો, માટે,સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા પરજ જોર દીધું છે.આમ જીવનમાં આંતરિક રીતે શુદ્ધ થવા,અને આમે આંતરિક શુદ્ધતા એ જ જીવનની સિદ્ધિ છે.એટલે કે માણસના ચારિત્ર ઘડતર પર જ જોર દીધું છે ને કોઈ પણ જાતના આંબા આંબલી બતાવવાની વાત સુદ્ધાં તેમણે પોતાના ઉપદેશમાં કરી જ નથી, જયારે આજના સંપ્રદાયો, પંથો અને ધર્મના ધર્માત્માઓ તો માત્ર આંબા આંબલી બતાવી, નરકની ભયાનકતા દર્શાવે છે, ને સ્વર્ગની જાહોજલાલી બતાવે છે ને ચમત્કારોની વાતો કરીને, માણસોને ભય ગ્રસ્ત અને ભ્રમ ગ્રસ્ત કરવાનું મોટા પાયે કામ કરે છે અને હવનો કરી પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું જણાવે છે.આવું બુદ્ધ ભગવાને કોઈ પણ જાતનું જે વાસ્તવિક રીતે જે વસ્તુ સામી જોઈ શકાય નહીં તેવી કોઈ વાત કરી નથી, એટલેકે અવાસ્તવિક વાતથી તેઓ સાવજ અલગ રહ્યા છે તે જ તેનાં ધર્મની મહાનતા છે, આમ જગતનો ધર્મ વાસ્તવિકતા પર જ ઊભો છે તે હકીકત છે.•

VOTING POLL

ભારતની ભૂમિ પર એક એવું મંદિર કે જ્યાં ભક્તો પોતાના શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીને આમંત્રણ મોકલે છે

February 17, 2018 at 1:44 pm


હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા હોવાનો ઉલ્લેખ છે. આ બધામાં ગણેશજીને સૌથી પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. શ્રીગણેશ વિધ્નહર્તા છે, જે શુભ કાર્યોમાં આવતી અડચણોને દૂર કરે છે. એટલા માટે જ કોઈ પણ ધાર્મિક શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પુજા કરવામાં આવે છે.ભગવાન ગણેશના દેશ-વિદેશમાં હજારો મંદિરો છે પરંતુ ભારતની ભૂમિ પર એક એવું મંદિર છે કે કે જ્યાં આજે પણ ભક્તો પોતાના ઘર પરિવારમાં શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીને આમંત્રણ મોકલે છે. આ મંદિર રાજસ્થાનના સવાઈ મધોપુરથી અંદાજીત 10 કિમી દૂર રણથંભોર કિલ્લાની અંદર આવેલું છે.મંદિરના ઈતિહાસની વાત કરીએ તો તેની સ્થાપના 10મી સદીમાં રાજા હમીરે બનાવ્યું હતું. યુદ્ધ દરમિયાન રાજા હમીરના સપનામાં સ્વયંમ ગણેશજી આવ્યા અને તેમને વિજય થવાના આશિર્વાદ આપ્યા. યુદ્ધમાં વિજય મળ્યાં બાદ કિલ્લાની અંદર ભગવાન ગણેશજીના મંદિરની સ્થાપના કરી.આ મંદિરમાં દૂર દૂરથી ભગવાન ગણેશના નામની ચિઠ્ઠી કે આમંત્રણ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. એડ્રેસ તરીકે તેના પર લખવામાં આવે છે કે ‘ભગવાન ગણેશજી, રણથંભોર કિલ્લો, જિલા સવાઈ માધોપુર (રાજસ્થાન), લખવામાં આવે છે.’ પોસ્ટમાં ચીઠ્ઠી આવતા જે મંદિરના પુજારી ભગવાન ગણેશજીને અર્પિત કરે છે.

VOTING POLL