‘યા હુસેેન’ના નારા સાથે સૌરાષ્ટ્રમાં તાજીયાનું ઝુલુસ

September 21, 2018 at 11:45 am


શુક્રવારે શહીદે આઝમ કોન્ફ્રન્સ પૂર્વ સાંસદ મોલાના ઉબેદુલ્લાહ ખાન આઝમીનું બયાન 100 જેટલા તાજીયા યાહુસેન યાહુસેન ના નારા સાથે પડ માં આવ્યા ભારત ભર માંથી ધોરાજીના મુિસ્લમો માદરે વતન ધોરાજી પોøચ્યા 300 જગ્યા એ છબીલ નિયાઝ ના આયોજન મુિસ્લમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી સહીત ના અગ્રણીઆે જુલુસ માં જોડાશે ધોરાજી ખાતે રઝવી કમીટી દ્વારા આ વર્ષે પણ નવાસા એ રસુલ જન્નતી નો જવાનો ના સરદાર ઇમામ આલી મકામ ની યાદ મનાવવા માં મુિસ્લમ સંપ્રદાય લિન બન્યું છે અને ધોરાજી માં ઠેર ઠેર છબીલ નિયાઝ સહીત ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

આને બપોરે સેજ મુબારક અને 100ની જેટલા તાજિયાઆે યા હુસેન યા હુસેન ના નારા સાથે પળ માં આવ્યા અને રાત્રે સૈયદ રુસ્તમ માતમ ની ઘેર ચકલા ચોક થી પ્રારંભ થયું અને બહારપુરા ખાતે સૈયદ હાજી કયુમબાવા શિરાજી ની ઘેર થશે જે ઘેર ના રુટ પર મુિસ્લમો દ્વારા ઠંડા ગરમ પીણાં પીવડાવા માં આવ્યા અને શુક્રવાર ના રોજ સવારે મુિસ્લમો નમાઝ એ આશૂરાઃ પઢી કરબલા ના શહીદો ને અંજલિ અર્પણ કરશે અને બપોરે સૈયદ રુસ્તમ તાજીયા માતમ ના સૈયદ જાવીદબાપુ સૈયદ મજિદબાપુ અને મુિસ્લમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી અને સૈયદ રુસ્તમના હોદેદારો ની અધ્યક્ષ સ્થાને તાજીયા જુલુસ નીકળશે.

બહારપુરામાં શુક્રવારે સાંજે ભવ્ય નિયાઝ 1 લાખ લોકો જમી શકે તેવી વ્યવસ્થા

ધોરાજી ખાતે આજે અંદાજિત 100 વર્ષ થી થતી હુસેની નિયાઝ કમીટી દ્વારા થતી ભવ્ય ઐતિહાસિક નિયાઝ નું આવર્ષ પણ ખ્વાઝા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ માં આયોજન કરેલ છે જેમાં એક હજાર જેટલા વોલિન્ટરો પોતાની સેવા આપશે અને એકલાખ લોકો જમી શકે તેવી સુંદર વ્યવસ્થા રાખેલ છે.રાત્રે રઝવી કમીટી દ્વારા ખ્વાઝા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ માં જશ્ને શહીદે આઝમ કોન્ફ્રન્સ રાખેલ છે જેમાં દુનિયા એ સુનિયત ના નામાંકિત આલીમ એ દિન મોલાના ઉબેદુલ્લાહ ખાન સાહેબ આઝમી પૂર્વ સાંસદ ઉબેદુલ્લાહ ખાન સાહેબ આઝમી નું શાનદાર બયાન થશે અને બાદ દુઆ એ ખેર થશે. વહેલી સવારે તમામ તાજિયાઆે કરબલા તરફ જવા રવના થશે. ધોરાજી ખાતે ના મોહરમ ની એક ઉજવણી વિશેસ પ્રકારે થતી હોઈ છે અહી થી ગુજરાત અને ભારત ભર માં રોજગારી કમાવા ગયેલ સ્થાનિકો મોહરમ કરવા માદરે વતન ધોરાજી આવી પોøચે છે અને તહેવાર ની ઉજવણી કરે છે.

VOTING POLL

ગણેશજીને ચાંદીનો મુગટ અને કાનના કુંડળ પહેરાવાયા

September 20, 2018 at 11:56 am


ગાેંડલ શહેરના ડેરા શેરી ખાતે વિધ્નહતાર્ ગણેશ ઉત્સવ મિત્ર મંડળ દ્વારા ઉજવવામાં આવી રહેલ દશ દિવસીય ગણેશ ઉત્સવમાં દુંદાળા દેવને ચાંદીનો મુગટ અને કાનના કુંડળ પહેરવામાં આવ્યા છે દરરોજ સાંજે પાંચ દંપતીઆે દ્વારા પૂજા અર્ચન કરાયા બાદ ઢોલ નગારાના નાદ સાથે આરતી કરવામાં આવે છે આરતીમાં શહેરના ટીનુભા ઝાલા સહિતના આગેવાનો જોડાય હતા.

VOTING POLL

હળવદના નવા દેવળિયા ગામે રામદેવપીરના હિંડોળા-નેજા ઉત્સવ

September 19, 2018 at 12:34 pm


આવો અલખધણી ના દરબારમાં હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે રામદેવપીર બાબા નો વર્ષ પરંપરાગત હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે સવંત 2074 ભાદરવા સુદ અગિયારસ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ રામદેવજી મહારાજના દર્શન કરી આનંદ અનુભવાશે. તેમાં ભાદરવા સુદ આઠમ તારીખ તારીખ 17 ના રોજ રામદેવજી મહારાજ નો હિંડોળો બાંધવામાં આવે છે ભાદરવા સુદ નોમ નો રામદેવપીર નો નેજા ઉત્સવ મનવામાં આવે છે ભાદરવા સુદ 10 ને બુધવાર ના રોજ શ્રી રામદેવજી બાબા ની શોભાયાત્રા નવા દેવડીયા ગામે કાઢવામાં આવે છે તેમજ ભાદરવા સુદ અગિયારસ ને એટલે કે કાલેના જલજીલણી અગિયારસ ના દિવસે બાબા ના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટે છે બહાર ગામ થિ દર્શન કરવા ભક્તજનોની એટલી ભીડ વચ્ચે રામદેવજી મહારાજ કૃપાથી કોઈને કોઈપણ જાતની તકલીફ પડતી નથી તેમજ બાપાના પરચા અપરંપાર છે રામદેવપીર મંદિરમાં વર્ષોથી ે મહિનામાં બે બે વખત બીજના દિવસે બાપાની દેગ ચડે છે અને મહિનામાં બે વખત બટુક ભોજન થાય છે દૂરદૂરથી રામદેવજી મહારાજ ની બાધા કરવા લોકો આવે છે. અમો નવા દેવળિયા સમસ્ત ગામજનો ના સહકારથી આ દિવ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

VOTING POLL

મહોર્રમઃ શહેરમાં ઠેકઠેકાણે કલાત્મક તાજિયાની તૈયારી

September 17, 2018 at 4:16 pm


મુિસ્લમ સમાજનો પવિત્ર મહોર્રમ માસ ચાલી રહ્યાે છે. આસ્થાભેર મુિસ્લમ બિરાદરો ખુદાની બંદગી કરી રહ્યા છે. આગામી તા.20-9ના રોજ મહોર્રમનું પર્વ છે. આ દિવસે મુિસ્લમ સમાજ દ્વારા વિશાળ ઝુલુસ નીકળે છે. કરબલાના શહીદોની યાદમાં ઉજવાતા આ તહેવારમાં મુિસ્લમ સમાજ દ્વારા કલાત્મક તાજિયાનું નિમાર્ણ થઈ રહ્યું છે. શહેરમાં સદર, રામનાથપરા, પેલેસ રોડ, કેનાલ રોડ, જંગલેશ્વર, ભીલવાસ, ખાટકીવાસ સહિતના વિસ્તારોમાંથી ‘યા હુસેન’ના નારા સાથે વિશાળ ઝુલુસ નીકળશે ત્યારબાદ તાજિયા ઠંડા થશે. હવે મહોર્રમના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુિસ્લમ સમાજના વિવિધ ગ્રુપ દ્વારા મહોર્રમ નિમિત્તે તાજિયાની તૈયારીઆે પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે જિલ્લાગાર્ડન, જંગલેશ્વર, દૂધની ડેરી, રામનાથપરા વિસ્તારમાં કલાત્મક તાજિયા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તા.20-9ના રોજ સાંજે તાજિયા પડમાં આવશે. તા.21-9ના રોજ રાત્રે 12 વાગ્યે ઠંડા પડશે. આ તહેવારને ળઈને શબીલ જેમાં સરબત, દૂધ કોિલ્ડ્ર»કસ, ખાણીપીણીની અનેક વાનગીઆે, ન્યાઝના વિતરણ માટેની તમામ તૈયારીઆેમાં ધમધમાટ જોવા મળી રહ્યાે છે. હિન્દુ-મુિસ્લમ સમાજના લોકો તહેવારમાં જોડાઈને કોમીએકતાનો માહોલ ઉભો થશે.

VOTING POLL

‘લાલ બાગ ચા રાજા’નું વાજતે-ગાજતે આગમનઃ દેશભરમાં આજથી ગણેશોત્સવ

September 13, 2018 at 12:17 pm


આજથી સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી શરૂ થઈ છે ત્યારે લાખો લોકો જેના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે તેવા ‘લાલ બાગ ચા રાજા’નું મુંબઈમાં વાજતે-ગાજતે આગમન થઈ ગયું છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ દુંદાળાદેવ પધારી ગયા છે. આ વખતે ‘લાલ બાગ ચા રાજા’ની થીમ મોરપીચ્છ આધારિત રાખવામાં આવી છે. પ્રથમ દિવસથી જ તેના દર્શન કરવા માટે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી.

VOTING POLL

સૌરાષ્ટ્રમાં વિધ્નહતાર્નું વાજતે-ગાજતે ભાવભેર સ્વાગત

at 11:38 am


જય ગણેશા દેવા…ના નાદ સાથે આજથી ગણપતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યાે છે ત્યારે સૌરાષ્ટ્રના ગામો ગામ અને શહેરોમાં ભવ્ય બેન્ડવાજાની સુરાવલી અને ડીજેના તાલે ભાવિકો દુંદાળાદેવ ગણેશજીની સ્વાગત યાત્રામાં હર્ષભેર જોડાયા હતા. સવારે શુભ મુહુર્તે ગણપતિ બાપાની વિધિવત સ્થાપના ત્યારબાદ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

ગણપતિ પંડાલોમાં દસ દિવસ સુધી દિપમાળા, મહાઆરતી, યજ્ઞ જેવા ધામિર્ક કાર્યક્રમો ઉપરાંત મહિલાઆે બાળકો માટે વિવિધ સ્પર્ધાઆે, રાસ-ગરબાં, ભગવાન સત્યનારાયણની કથા જેવા આયોજનો કરાયા છે.

ગાેંડલ શિવ ગ્રુપ દ્વારા સતત 10માં વર્ષે ગણેશ ઉત્સવ

ગાેંડલઃગાેંડલના ભોજરાજપરા ખાતે આવેલ શિવ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવનો દસમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. શિવ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં દસ દિવસ ચાલનાર આ ધામિર્ક ઉત્સવમાં તા.13ના સવારે 9 કલાકે ગણેશ સ્થાપના તેમજ શોભાયાત્રા મનસુખભાઈ વિરાણીના કૈલાશ ખાતેના નિવાસસ્થાનેથી નીકળી પંડાલ સ્થળે પહાેંચશે બાદમાં ગણેશજી અન્નકૂટ, બટુક ભોજન, સત્યનારાયણ કથા, મહાઆરતી તેમજ તા.23ના બપોરે દોઢ કલાકે વોરાકોટડા રોડ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે. દરરોજ બપોરે 12 કલાકે થાળ ધરવામાં આવનાર છે.

ગાેંડલના સ્ટેશન પ્લોટ ખાતે આેટોસ ગ્રુપ દ્વારા ગજાનનની સ્થાપના

ગાેંડલના સ્ટેશન પ્લોટ ખાતે આવેલ અને શહેરના પ્રથમ નંબરના ગણાતા આેટોસ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવનું 14મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આેટોસ ગ્રુપ દ્વારા આયોજિત ભિક્તના રંગ ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધાના તરંગ સમા ગણેશ ઉત્સવ તા.13થી દસ દિવસીય આયોજનમાં અનેકવિધ ધામિર્ક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે જેમાં ગણેશ સ્થાપન શોભાયાત્રા તા.13ના સવારે 9-30 કલાકે રઘુવીરસિંહ (રઘુભા) મુળુભા રાયજાદાના નિવાસસ્થાનેથી નીકળી સ્થાપના સ્થળે પહાેંચશે. તા.23ના ગણેશ યજ્ઞ બાદ 3 કલાકે વોરા કોટડા રોડ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે. આ સાથે શ્રીનાથજી સત્સંગ, આરતી સ્પર્ધા, બાળ વેશભૂષા સ્પર્ધા, મહાઆરતી, બટુક ભોજન તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાેંડલ કૈલાસબાગ સોસાયટી ખાતે ગણપતિના આગમન સાથે 151 લાડુનો ભોગ

ગાેંડલ કૈલાસબાગ સોસાયટી અવધ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ઉત્સવનો સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અનેકવિધ ધામિર્ક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે જેમાં તા.13ના આગમન સાથે 151 લાડુનો ભોગ, બ્રûાકુમારી ઈશ્વરીયા વિદ્યાલય પ્રવચન, દાંડીયા રાસ, દીપમાળા, મહાઆરતી, કુમાર મંગલ દ્વારા મનોરંજન, સુંદરકાંડના પાઠ, મહિલા ધૂન મંડળ, અન્નુકુટ, સત્યનારાયણ ભગવાનની કથા તેમજ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવેલ છે. ગણેશ વિસર્જન તા.23 બપોરે 2-00 કલાકે કરવામાં આવનાર છે.

ગણપતિજીનું પ્રથમ પૂજન શા માટે ?

શાસ્ત્રાેમાં પાંચ તત્વોના અલગ-અલગ અધિપતિ નકકી કરવામાં આવ્યા છે. પૃથ્વી તત્વના ભગવાન શીવજી, જળ તત્વના ગણેશજી, અિગ્ન તત્વના શિક્ત, વાયુ તત્વના સુર્ય અને આકાશ તત્વના અધિપતિ ભગવાન વિષ્ણું છે અને એટલે જ ભગવાન પશુપતિનાથ પાર્થીવ રૂપે પુજાય છે. આકાશ તત્વની શિક્ત યજ્ઞ દ્વારા પૂજાય છે. વાયુ તત્વના સૂર્યને નમસ્કાર દ્વારા પ્રસન્ન કરાય છે. જયારે જળતત્વના અધિપતિ ગણેશજી-અિગ્ન-સોમથી જ આ સૃિષ્ટની ઉત્પતિ થઇ. સૃિષ્ટના આરંભે જળ જ હતું અન્ય કશું નો હતું. અતઃ સ્વાભાવિક પણે સિધ્ધ થાય કે, જળ યાને જીવન તત્વ એવા પ્રથમ ગણપતિનું પૂજન અર્ચના વંદન કરાય.વાસ્તવમાં ગણપતિ-ગજાનન આદિ, અનંત, સર્વવ્યાપી, સર્વજ્ઞ હોવાથી ભગવાન શિવજીના લગ્નમાં પણ પ્રથમ ગણેશની પૂજા કરાઇ હતી. જેથી એમા કાળ કે, મર્યાદા ભંગને કોઇ અવકાશ નથી, આ તો સમય સમય પર ઇશના અવતરણનો આ તો માત્ર લીલા વિસ્તાર છે. આ સિવાય પણ ગણેશજીના પ્રથમ પૂજનની યથાર્થતા સિધ્ધ કરતી. શાસ્ત્રાેમાં અનેક કથાઆે કહેવામાં આવી છે.

ગણપતિના બાર નામ

સુમુખાય નમઃ, એકદંતાય નમઃ, કપિલાય નમઃ, ગજકર્ણકાય નમઃ, લંબોદરાય નમઃ, વિક્રટાય નમઃ, વિધ્નનાશાય નમઃ વિનાયકાય નમઃ ધુમકેતવે નમઃ, ગણાધ્યક્ષાય નમઃ, ભાલચંદ્રાય નમઃ, ગજાનનાય નમઃ

VOTING POLL

ગાેંડલ પાલિકા કચેરીમાં ધારાસભ્યનું સરપ્રાઈઝ ચેકિંગઃ 80 કર્મચારીઆે ગેરહાજર

at 11:26 am


ગાેંડલ નગરપાલિકા કચેરીએ જનરલ બોર્ડ જેવા મહÒવના સમયે 80 જેટલા કર્મચારીઆે દ્વારા સમયસર હાજર ન રહેવાતા ધારાસભ્યએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી તમામ કર્મચારીઆે વિરુદ્ધ દંડનાત્મક પગલાં લેવા પાલિકા તંત્રને સૂચના આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગાેંડલ નગરપાલિકા દ્વારા સવારે નગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડ મળવા પામ્યું હતું આવા સમયે પાલિકામાં કેટલાક કર્મચારીઆે સમયસર હાજર થયા ન હોય ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 80 જેટલા કર્મચારીઆે ગેરહાજર જાણતા પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા ને તમામ ગુલટીબાજ કર્મચારીઆે વિરુÙ દંડનાત્મક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

દરમિયાન પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય જણાવ્યું હતું કે પાલિકાની તમામ શાખાઆેમાં કર્મચારીઆે દ્વારા કોઈપણ જાતની રજા વગર ગુલટી મારતા હોય તેવી મનમાની ચલાવી લેવામાં આવશે નહી, વારંવાર ચેકિંગ હાથ ધરાશે અને જનરલ બોર્ડ સમયે જે જે કર્મચારીઆે સમયસર હાજર ન હતા તેઆેનો એક દિવસનો પગાર કપાત કરવામાં આવશે તેમજ મંડળીમાં ફરજ બજાવતા ગુલટીબાજ કર્મચારીઆેને તાત્કાલિક ધોરણે છૂટા કરવાની કાર્યવાહી હાથ ધરાશે આ રીતે પાલિકા તંત્ર દ્વારા શિક્ષાત્મક દંડો ઉગામાતા ગુલટીબાજ કર્મચારીઆેમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

VOTING POLL

સંવત્સરી એટલે ક્ષમા માગવાનો દિવસ

at 11:16 am


ક્ષમા વીરસ્ય ભૂષણમ્ જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. ક્રાેધના કડવા ફળ હોય છે એમ જ્ઞાનીએ કહે છે. જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. આરાધકો સાયંકાળે લગભગ ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુકકડમ્’ એ સુત્રથી ક્ષમા માગે છે. જયાં સુધી છÚસ્થ દશા છે ત્યાં સુધી ભૂલો અવસય સંભવે છે અને જયાં સુધી ભૂલો સંભવે છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિતરૂપ પ્રતિક્રમણની આવશયકતા છે. આથાર્ત પાપદોષોથી મલિન થયેલા જીવની શુિÙ માટે મહાજ્ઞાનીઆેએ પ્રતિક્રમણ અનુષ્ઠાન બતાવેલું છે.

ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપેલા ધર્મના દર્શન, જ્ઞાન, ચારિÔય તથા તપ એ મુખ્ય છે. ધર્મધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાિત્મક ક્રિયાકાંડો, વ્રતો-ઉપવાસ, આયંબીલ, ઉપધાન, તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક આેળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે.

મહાવીર સ્વામી સ્વયં ક્ષમાના સાગર હતાં. એમના ઉપર અનેક વિધ્નો ઉપસર્ગો આવ્યા છતાં તેઆે સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતાં. ચંડકોશિયા મહાનાગે એમને અનેક ડંખો માર્યા છતાં તેઆે ક્ષમાવાન જ રહ્યા. તેઆે વિતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતાં. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જયારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે Üેષ ન હતો. સર્વ જીવ-માત્ર પ્રત્યે કરૂણા અને દયાની ભાવના એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે. માનવમાત્ર જાણે કે અજાણે ભૂલ, અપરાધ કે પાપ કરતા રહેલો છે.મેલા કપડાં સાબુથી સાફ થાય. અસાધ્ય રોગ હોય તો પણ દવા-આેપરેશનથી દૂર થઇ શકે. પાપના નિવારણ માટે કોઇ દવા કે આેપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત સિવાય અન્ય કોઇ આૈષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંતઃકરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિતથી થઇ શકે છે. જૈનોના આ મહામંત્ર ફકત શ્રાવકો પૂરતો સીમિત નથી. આ મંત્ર માનવ માત્ર માટે છે. મિચ્છામી દુકકડમ્ મહામંત્ર ફકત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટે મંત્ર નથી. માનવ માત્ર જયારે જયારે કોઇનો અપરાધ કે પાપ કરે ત્યારે ‘મિચ્છામી દુકકડમ્’ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુÙ ભાવથી ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અન્ય અપરાધો કે પાપથી બચી શકાય.

VOTING POLL

સૌરાષ્ટ્રમાં વિધ્નહતાર્નું વાજતે-ગાજતે ભાવભેર સ્વાગત

at 11:15 am


આજે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ અને આ દિવસ એટલે હૃદયના ઉંડાણથી ક્ષમાયાચના અને ક્ષમા આપવાનો દિવસ. આજે સમસ્ત જૈન સમાજ સંવત્સરી પ્રતિક્રમણ સાથે 84 લાખ યોનિ જીવને ‘તસ્સ મિચ્છામિ દુકકડમ’ સાથે ક્ષમા માંગશે. પ્રતિક્રમણ દરમિયાન મારાથી વર્ષ દરમિયાન કંઈપણ મનદુઃખ થયું હોય જાણતા-અજાણતા કંઈપણ ખોટું લાગ્યું હોય તો આપ સર્વને મન, વચન અને કાયાથી ખમાવું છું. દેરાવાસી અને સ્થાનકવાસી જૈન સમાજ બન્નેના એકસાથે પર્યુષણ પર્વ શરૂ થયા હોવાથી આજે સંવત્સરી પણ સાથે જ છે. જૈન સમાજના બાળકોથી મોટેરાઆે આજના પવિત્ર દિને નાની-મોટી તપòર્યા કરે છે. ઉપવાસ, એકાસણાં, ચૌવિહાર ઉપવાસ, આયંબિલ સહિત તપ અને જપની આરાધના સાથે પર્યુષણ પર્વની પુણાર્હૂતિ થશે.આવતીકાલે તપસ્વીઆેના પારણાં, સાંજી, વરઘોડો, સમૂહ ક્ષમાપના, સ્વામીવાત્સલ્યના કાર્યક્રમો યોજાશે.

વાંકાનેરઃ નિરૂપમાશ્રીજીએ સંવત્સરી પ્રતિક્રમણનો પ્રતિબોધ આપ્યો

સંવત્સરી પ્રતિક્રમણ, પર્યુષણપર્વની આરાધનાનું શિરમોર કર્તવ્ય છે. દૈનિક, પાક્ષિક, ચોમાસી પ્રતિક્રમણની જેમ દરરોજ પાપકર્મો-ભૂલો, 15 દિવસની ભૂલો-દોષોનું પ્રાયશ્ચિત, ચાર મહિના સંસારભ્રમણમાં ભૂલા પડેલા હોય તે સંવરમાર્ગે વાળવાના-નિર્જરા માર્ગે આગળ વધવા તથા વર્ષભર પ્રમાદ વિગેરે દોષોમાંથી સ્વભાવ જીવસૃિષ્ટના તમામ જીવોને ખમાવી સંવત્સરી પ્રતિક્રમણથી પાપના બોજથી હળવો બને છે.સંવત્સરીના શિરમોર પર્વ દિને બારસાસૂત્રના વ્યાખ્યાનમાં સાધ્વીજી ભગવંત નિરૂપમાશ્રીજીએ સૌ શ્રાવક-શ્રાવિકાઆેને ચિત્ત અને આત્માની શુધ્ધિ માટષ રાગÜેષ, વિષય-કષાય, ત્યજવા તથા જૂના કર્મોને ખપાવવા સંવત્સરી પ્રતિક્રમણ કરવા પ્રતિબોધ આપ્યો હતો.

સર્વ જીવો પ્રત્યે મૈત્રી, તપòર્યાથી સંચિત કર્મોનો ક્ષય, ભોગવૃિત્ત પર સંયમ, અનુકંપાદાનથી દીન-દુઃખી, નિરાધાર, પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા કેળવી જીવને મોક્ષમાર્ગે આગળ વધારતું સાચું જૈનત્વ સૌએ ખીલવી પોતાના મનુષ્યભવને સાર્થક કરવા સાધ્વીજી ભગવંત નિરૂપમાશ્રીજીએ વ્યાખ્યાનમાં હૃદયસ્પશ} ઉપદેશ આપ્યો હતો.

VOTING POLL

કાલથી ગણેશજીની ભિક્તમાં લીન થશે સૌરાષ્ટ્રઃ વિધ્નહતાર્ના સ્વાગત માટે જોરશોરથી તૈયારીઆે

September 12, 2018 at 11:15 am


સાતમ-આઠમના તહેવારો પુરા થયા બાદ લોકો ગણપતિ મહોત્સવની રાહ જોતા હોય ચે આ મહોત્સવનો આનંદ લુંટવા અને ગણેશ ભિક્ત કરવા ઘડીઆે ગણાય રહી છે ત્યારે આવતીકાલે ભાદરવા સુદ ચોથને ગુરૂવારે સવારે શુભમુહુર્ત ગણપતિની સ્થાપના કરવામાં આવશે. સૌરાષ્ટ્રના ગામડાઆે અને શહેરોમાં જય ગણેશા દેવા…ના નાદ સાથે ડીજે-બેન્ડવાજા અને અબીલ-ગુલાલની છોડો સાથે ભાવિકો ભવ્ય સ્વાગત યાત્રામાં જોડાશે. રાસ-ગરબા રમી પંડાલોમાં ભગવાન ગણેશને બિરાજમાન કરશે. કાલથી સળંગ દસ દિવસીય સવાર-સાંજે શ્રધ્ધાળુઆે ભાવભેર ગણપતિની પુજા અર્ચન, મહાઆરતી અને ભાવવંદના કરશે. ઠેર-ઠેર પંડાલોને પણ ધજા પતાકા, મટુકી સાથે સુશોભિત કરાયા છે.તેમાં સૌરાષ્ટ્રમાં જામનગર પાસે સાંપડા, ઢાંક અને સુરેન્દ્રનગર જિલ્લામાં જમણી સુંઢના ગણપતિ બિરાજમાન છે.

પંડાલોમાં દિવસભર દુંદાળા દેવની આરાધના કરી ભાવિકો દ્વારા સાંજે રાસ-ગરબાં તેમજ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને ધામિર્ક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

સૌરાષ્ટ્રમાં મહોત્સવને ઉજવવા તૈયારીઆેને આખરી આેપ અપાઈ રહ્યાે છે અને જાણે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર જેવો માહોલ સજાર્શે.

ગાેંડલના ડેરા શેરી ખાતે વિધ્નહતાર્ ગણેશ ગ્રુપનો સાતમા વર્ષમાં પ્રવેશ

ગાેંડલ ના ડેરા શેરી, ભટ્ટ ગોપાલજી શેરી ખાતે આવેલ શ્રી વિધ્નહતાર્ ગણેશ ગૃપ દ્વારા પ્રતિ વર્ષ મુજબ ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગણેશજી ના સામૈયા, ગોપી મહિલા સત્સંગ, જાગરણ, લઘુ રુદ્રાભિષેક, રાસ ગરબા, ગણેશજી અન્નકૂટ, ભજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે વિસર્જન તારીખ 23 ના કરવામાં આવનાર છે, સામૈયા માટે નો રુટ ભટ્ટ ગોપાલજીની શેરી થી શ્રી મદનમોહન લાલજી હવેલી મોટી હવેલી તીનબતી ચોક વેરી દરવાજા પાસે થી નીકળી કૈલાસ બાગ કેતનભાઇ ચાવડાના નિવાસસ્થાને થી ધામધૂમપૂર્વક પંડાલ સ્થળે પહાેંચશે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભક્તજનો દ્વારા દુંદાળા દેવને ચાંદીનું છત્ર તેમજ મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો આ વર્ષે ચાંદીના કાનના કુંડળ અર્પણ કરવામાં આવનાર છે.

ગાેંડલ ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન

ગાેંડલના કૈલાશ બાગ સોસાયટી ખાતે આવેલ શ્રી qક્રષ્ના ગ્રુપ દ્વારા તૃતીય વર્ષે શ્રી ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે આગામી તારીખ 13 ના ગણેશ સ્થાપન થયા બાદ દસ દિવસ ચાલનાર આ ધામિર્ક ઉત્સવમાં અનેકવિધ ધામિર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુરુ આગમન, દાંડિયા રાસ, ડાન્સ કોમ્પીટીશન, અન્નકોટ દર્શન, આરતી સ્પર્ધા, વેશભૂષા, વેલ ડ્રેસ, સત્યનારાયણ ભગવાનની કથા, શ્રીનાથજી સત્સંગ, મહા આરતી તેમજ તારીખ 23 ના ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે, તો આ તકે સર્વેને દર્શને આવવા પ્રમુખ રોહિતભાઈ સોજીત્રા, ઉપપ્રમુખ મિલનભાઈ કારીયા, મંત્રી હાદિર્કભાઈ રાણપરા તેમજ સભ્ય જેકીભાઈ પરમાર સહિતનાઆેની યાદીમાં જણાવાયું છે.

ગણેશજીની મૂતિર્ના ભાવમાં બમણો વધારો

ભકતોની ગણેશજી ઉપર વધતી જતી આસ્થાને ધ્યાનને ભકતો છેલ્લા બે મહિનાથી મૂતિર્નું બુકીગ અને આયોજન કરતા હોય છે અને કારીગરો પણ અગાઉથી ગણેશની મૂતિર્ બનાવીને રાખી રાખે છે. જેમ મુતિર્ બનતી જાય છે તેમ મૂતિર્ના આેર્ડરથી પણ બનાવવામાં આવે છે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર જામનગર, અને કચ્છમાં મૂતિર્કારો રાત-દિવસ એક કરીને મૂતિર્ર્નું નિમાર્ણ કરીને આકર્ષણ કલર સાથે આખરી આેપ આપવાનું પણ ચૂકતા નથી. પરિણામે ગણેશજીને મૂતિર્ જોતા વેત ભકતોને ગમી જાય અને ખરીદી કરવા માટે આગળ આવે છે. આમ તો મૂતિર્નો ભાવ 1000 થી માંડીને 50,000 હજાર સુધીનો ભાવ હોય છે.આમ તો ‘લાલ બાગ કા રાજા’ ખૂબજ પ્રચલીત છે પણ એમાં 150 વધુ ડિઝાઇની મૂતિર્ બનાવીને કલાકારો ભકતોનેનું આકર્ષણ જમાવે છે. ભકતો એક ભૃલે અને એક ભૂલે તેવી ગણેશજીની મૂતિર્ બનાવવામાં આવી છે. બીબામાંથી મૂતિર્આે પણ આેછી તૈયાર થાય છે બીબુ તૂટી જવાનું કારણે તેની અસર મૂતિર્ના ભાવો પર પડે છે. પ્લાસ્ટર આેફ પેરીસ અને કલરના ભાવમાં પણ વધારો થતા મૂતિર્માં ભાવનો ઉછાળો જોવા મળ્યો છે.

VOTING POLL