જાણો ઉનાળામાં ચંદનનો ફેસપેક લગાવવાના ફાયદા..

April 27, 2018 at 1:33 pm


ઉનાળાના દિવસો જેમ જેમ ચઢવા લાગ્યા છે તેમ તેમ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. સૂર્યદેવ જાણે કોપાયમાન હોય તેમ સવારથી જ તડકારૂપી ક્રોધ ધરતી પર વરસવા લાગે છે. તડકામાં બહાર જવાનું થાય ત્યારે ભલભલા આકુળવ્યાકુળ થઈ જાય છે. ઉનાળાનો આ તાપ ત્વચા પર લાગે ત્યારે ત્વચાને ગંભીર નુકસાન થતું હોય છે. ત્વચાનો રંગ શ્યામ થવાની સાથે જ ત્વચાને અંદરથી પણ નુકસાન તડકાના કારણે થતું હોય છે.

ઉનાળામાં જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે ચહેરા પર કપડું બાંધવામાં તો આવે છે પરંતુ તેમ છતાં ગરમીની અસર ત્વચાને થાય જ છે. આ અસરને દૂર કરવા માટે એક ઘરગથ્થુ ઉપાય અમલમાં મુકવો જોઈએ. ગરમીથી ત્વચાને નુકસાન ન થાય તે માટે રોજ ચંદન ચહેરા પર લગાવવું જોઈએ. ચંદનના પાવડરમાં ગુલાબ જળ ઉમેરી અને રોજ રાત્રે ચહેરા અને ગળા પર 10 મિનિટ લગાવી રાખવું. આ પેસ્ટને ઠંડા પાણીથી સાફ કરી લેવી. પેસ્ટ લગાવ્યા બાદ તમે ત્વચામાં અંદરથી ઠંડક અનુભવશો.

Comments

comments