આ રીત અપનાવશો તો બાળક ફટફટ પીશે દૂધ

April 11, 2018 at 10:52 am


બાળકોની તંદુરસ્તી જાળવી રાખવા તેમને પોષ્ટિક આહાર સાથે દૂધ પીવડાવું ખૂબ જરૂરી હોય છે. દૂધમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે બાળકના હાડકા મજબૂત કરે છે. જો કે માતા-પિતા માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે બાળકો દૂધ પીવામાં આનાકાની કરે છે. અને તેમની આ જ વાત હોય છે કે દૂધ ટેસ્ટી નથી લાગતુ. પરંતુ બાળકોને દૂધ પીવડાવવા માટે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણકે આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશુ જેનાથી તમારુ બાળક દૂધ પીવામાં ક્યારેય ના નહી પાડે.

બાળકને દૂધ એટલા માટે નથી ભાવતુ કે, સિમ્પલ દૂધ સ્વાદમાં સારુ નથી લાગતુ. તેથી માતાને સલાહ આપવામાં આવે છે કે, તેઓ બાળકોને મનપસંદ ચોકલેટ કે સ્ટ્રોબેરી ફ્લેવરવાળુ દૂધ પીવડાવે. બાળકને રમત રમતમાં દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરો. બાળકોને નાસ્તા પહેલા કે નાસ્તાની સાથે દૂધ પીવડાવો જેથી તેને આદત પડે. બાળકને દૂધ આપવાનો ગ્લાસ કે મગ ખાસ રાખવો. આકર્ષક મગના કારણે પણ બાળકનું મન લલચાય છે દૂધ પીવા માટે.

Comments

comments

VOTING POLL