ગાયના છાણમાંથી એક મહિલાએ તૈયાર કર્યા કપડા

August 6, 2018 at 7:15 pm


આપણા દેશમાં ગાયનું ખૂબ મહત્વ છે. ગાય પૂજનીય હોવાની સાથે તેમાંથી મળતી વસ્તુઓને ઉપયોગમાં પણ લેવામાં આવે છે. ગાયના દૂધનો ઉપયોગ તો કરવામાં આવે જ છે સાથે જ ગૌમૂત્ર અને ગોબર પણ અત્યંત ઉપયોગી છે. આયુર્વેદમાં તો ગાયમાંથી પ્રાપ્ત થતી આ વસ્તુઓમાંથી દવાઓ બનાવવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. પરંતુ તમે આજ સુધી એવું નહીં સાંભળ્યું હોય કે ગાયના ગોબરમાંથી કપડા બનાવવામાં આવ્યા હોય… જી હાં ગાયના છાણનો ઉપયોગ હવે કપડા બનાવવામાં કરવામાં આવી રહ્યો છે.

નેધરલેન્ડની એક સ્ટાર્ટઅપ કંપનીએ ગાયના છાણનો ઉપયોગ કરી અને ડ્રેસ તૈયાર કર્યા છે. વન ડચ નામની કંપની થોડા સમય પહેલા જ શરૂ થઈ છે અને તેનું સંચાલન એક મહિલા કરે છે. તે બાયોઆર્ટ એક્સપર્ટ છે અને તેણે ગોબરનો ઉપયોગ કરી અને કપડા બનાવવાની પદ્ધતિ શોધી કાઢી છે.

આ પદ્ધતિનો ઉપયોગ કરી અને ટોપ તેમજ શર્ટ બનાવવામાં આવશે. તેના માટે ગાયના ગોબરને રીસાઈકલ કરી અને તેમાંથી પેપર, બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક પણ બનાવવામાં આવ્યા છે. આ કામ કરવા બદલ જલિલાને એવોર્ડથી સન્માનિત કરાઈ છે અને તેને 1.40 કરોડનું ઈનામ પણ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ગાયના છાણથી બનેલા કપડાનો એક ફેશન શો પણ યોજવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL