મુખ્યમંત્રી ફડનવીસના પત્નીએ ગાયું એકતા કપૂરની વેબ સીરીઝ માટે ગીત, સાંભળો એક ક્લિક પર

March 14, 2018 at 2:12 pm


એકતા કપૂરની નવી વેબ સીરીઝ ‘કહને કો હમસફર હૈ’નું ટ્રેલર હાલમાં જ રીલીઝ કરવામાં આવ્યું છે. જે ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે તેનું ગીત અમૃતા ફડનવીસએ ગાયું છે. સીરીયલ ‘કહને કો હમસફર હૈ’ ની વાર્તા એક લગ્ન સાથે બંધાયેલા સંબધો પર આધરિત છે. આ સીરીયલ એકતા કપૂરની ડીજીટલ ચેનલ પર પ્રસારિત થશે. અમૃતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના પત્ની છે. હાલમાં જ અમૃતા ફડનવીસએ એક મ્યુઝીક આલ્બમ લોન્ચ કર્યો છે. જેમાં બોલીવુડ એકટર અમિતાભ પણ નજર આવશે. ટી-સીરીઝના બેનર હેઠળ એક દિવસમાં આ ગીતને ૭ લાખથી પણ વધારે જોવામાં આવ્યું છે. અમૃતા ફડનવીસએ પ્રકાશ ઝાની ફિલ્મ ‘જય ગંગાજલ’માં ગીત ‘સબ ધન પાર્ટી’ ને ગાયને તેનું સિગીંગ ડેબ્યુ કર્યું હતું. અલ્ટ બાલાજી એપને એકતા કપૂરને ગયા વર્ષે અપ્રિલમાં લોન્ચ કરી હતી. જેના પર તમે રાગની મમ્સ રીટર્નસ, કપુર્સ, હક સે, દેવ ડીડી, બોસ ડેડ- અલાઈવ અને રોમિલ જુગલ જેવી વેબસીરીઝ જોઈ શકો છો. હાલ જુઓ ‘કહને કો હમસફર હૈ ‘નું આ ગીત જે અમૃતા ફડનવીસએ ગાયું છે.

Comments

comments

VOTING POLL