મુખ્યમંત્રીના ઘરે આત્મવિલોપન કરવા પહોંચેલી મહિલાની અટકાયત

May 30, 2018 at 11:03 am


મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર સામે આત્મવિલોપન કરવાની ચીમકી એક મહિલાએ આપતાં આજે વહેલી સવારથી જ સીએમ હાઉસ આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આત્મવિલોપન કરવા આવેલી મહિલાની તુરંત અટકાયત કરી લેવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સવારથી જ સીએમના ઘરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ફાયર સહિતનો સ્ટાફ ખડેપગે તૈનાત જોવા મળ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે હેતલ મકવાણા નામની મહિલાએ ન્યાય માટે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મહિલાએ માંગ છે કે પડધરી પાસે થયેલી મારામારીની ઘટનામાં આરોપી તરીકે એફઆઈઆરમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનું નામ ઉમેરવાની માંગ કરી છે. તેણે જણાવ્યું હતું કે તેની માંગ નહીં સંતોષાય તો તે આત્મવિલોપન કરશે. જેના પગલે આજે સવારથી જ સીએમ બંગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Comments

comments