હાથીના છાણમાંથી બનતી કોફીનો સ્વાદ લોકોને વળગ્યો છે દાઢે….

September 13, 2018 at 7:15 pm


દુનિયાના કેટલાક દેશોમાં ખાણી-પીણીમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જો તમે તેના વિશે જાણી લો તો તે વસ્તુનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દેશો. આજે તમને આવી જ એક વિચિત્ર વસ્તુ વિશે જાણવા મળશે. ચા સિવાય લોકો જેને સૌથી વધારે પીવાનું પસંદ કરે છે તેવી કોફીની આ વાત છે. આ કોફી દુનિયાની સૌથી મોંઘી કોફી છે.

ઉત્તરી થાઈલેન્ડમાં બનતી કોફી અન્ય કોફી કરતાં અલગ છે. આ કોફીનું નામ બ્લેક આઈવરી બ્લેન્ડ કોફી છે. આ કોફી પ્રતિકિલો 67,000 રૂપિયાના ભાવે વેંચાય છે. આ કોફી મોંઘી હોવાનું કારણ છે કે તે હાથીના છાણમાંથી બનાવવામાં આવે છે…. ! જી હાં આ કોફી ખાસ એટલા માટે જ છે કે તે હાથીના છાણમાંથી બને છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે આ રીતે બનતી હોવા છતાં તેને લોકો ખૂબ પસંદ કરે છે અને હોંશે હોંશે પીવે છે.

આ કોફી બનાવવા માટે હાથીને ખાસ પ્રકારની કોફીના કાચા ફળ ખવડાવવામાં આવે છે. આ ફળ ખાધા બાદ જે છાણ મળે છે તેમાંથી કોફીના બી શોધવામાં આવે છે અને તેના પર પ્રોસેસ કરી અને કોફી તૈયાર કરવામાં આવે છે. આ કોફીનો સ્વાદ લોકોને ખૂબ પસંદ પડે છે અને તેના કારણે ઉત્તરી થાઈલેન્ડમાં તેનું પ્રોડકશન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

Comments

comments

VOTING POLL