ઔષધીયુક્ત ઠંડી ચા પીવાથી ફટાફટ ઘટશે વજન….

August 11, 2018 at 11:48 am


ગરમ ચા કે કોફી વજન ઘટાડવામાં સહાય કરે છે તે સાચી વાત છે પરંતુ હવે એક નવા સંશોધનમાં ઠંડી ચા પીવાથી પણ વજન ઘટાડવામાં સહાય મળી રહે છે તે વાત પુરવાર થઈ છે. સ્વિસ વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક નવા સંશોધન અનુસાર, વજન ઘટાડવા માટે ઠંડી ચા પીવી વધારે અસરકારક નીવડી શકે છે. પરંપરાગત ઔષધિયુક્ત ચા પરના એક અધ્યયનમાં એવી વાત બહાર આવી કે ઠંડી ચા પીવાથી બેવડો લાભ મળે છે. આરામના સમય દરમિયાન માણસ જે રીતે કેલરી બાળે છે તે દરે ઊર્જા ખર્ચને વજન ઘટાડા માટે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે. અધ્યયનની આગેવાની લેનાર ફ્રિબોર્ગ યુનિવર્સિટીના સંશોધનમાં એવું માલૂમ પડયું કે ઠંડી ચા ચરબીના ગઠ્ઠાને ઓગાળવામાં સહાય કરે છે તે ચરબી બાળી નાખે છે અને ઊર્જાને છૂટી પાડે છે. પરંપરાગત હર્બલ ટી પીનાર ૨૩ સ્વંયસેવકો પરના અધ્યયનમાં એવું પણ જણાયું કે તે હૃદય પરનો મેટાબોલિક બોજો પણ ઘટાડી શકે છે.

Comments

comments

VOTING POLL