રાજકોટ : સિવિલમાં દાખલ સુખપરના યુવાનનું મૃત્યુ, કોંગો ફિવરની શંકા

April 16, 2018 at 11:18 am


ગોંડલ તાલુકાના નાના સુખપર ગામના વણકર યુવાનને કોંગો ફિવર હોવાની શંકાએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા બાદ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકાના નાના સુખપર ગામે રહેતો અને ખેતી કામ કરતો ભુપતભાઈ જગાભાઈ મકવાણા ઉ.વ.૩૫ નામના વણકર યુવાનને ગત અઠવાડિયે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તબિબોએ રિપોર્ટ કરાવતા યુવાનને કોંગી ફિવર હોવાની શંકા જતાં શનિવારે વધુ સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો સ્વાઈનફલૂ વોર્ડમાં દાખલ કરાયેલ ભુપતભાઈના રિપોર્ટ તબિબોએ કર્યા હતા અને યુવાનને કોંગી ફીવર હોય તે અંગેનો રિપોર્ટ આવે તે પહેલા જ આજે સવારે યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. વધુમાં જાણવા મળ્યું છે કે, મૃતક ભુપત મકવાણાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે

Comments

comments