ડાયાબિટીસના કારણે હોય દ્રષ્ટિદોષ તો પહેરો અંધારામાં ચમકતાં લેન્સ

May 12, 2018 at 9:59 am


ડાયાબિટીસની તકલીફ વર્તમાન સમયમાં સામાન્ય થઈ ચુકી છે. આધુનિક જીવનશૈલી અને ખાણીપીણીની આદતોના કારણે વ્યક્તિ આ મહારોગનો શિકાર થઈ જાય છે. ડાયાબિટીસના કારણે અન્ય સમસ્યાઓ પણ થતી હોય છે જેમાં કિડનીને નુકસાન, હાઈ બીપી તેમજ દ્રષ્ટિદોષનો સમાવેશ થાય છે. જોકે વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં ડાયાબિટીસના કારણે સર્જાયેલ દ્રષ્ટિદોષને દૂર કરવાના અસરકારક ઉપાય તરીકે ખાસ કોન્ટેક લેન્સ શોધી કાઢ્યા છે.

સામાન્ય રીતે દ્રષ્ટિદોષની સમસ્યા ધરાવતા તેમજ ડાયાબિટીસના કારણે જેમને આ સમસ્યા થતી હોય તેમના માટે અંધારામાં ચમકતા કોન્ટેક લેન્સ લાભકારક સાબિત થશે તેવો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો છે. આ લેન્સ ખાસ પ્રકારના હોવાથી અંધારામાં તે ચમકવા લાગે છે.

કેવી રીતે કરે છે આ લેન્સ કામ
ડાયાબિટીસના કારણે આંખ તેમજ શરીરની રકતવાહિનીઓ ક્ષતિગ્રસ્ત થઈ જતી હોય છે. જેના કારણે દર્દીઓને જોવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત રેટિનાને પણ નુકસાન થાય છે. પરંતુ આ ખાસ કોન્ટેક લેન્સથી રાત્રે રેટિના દ્વારા ગ્રહણ કરવામાં આવતાં ઓક્સિજનની માત્રાને ઘટી જાય છે તેથી તે અંધારામાં ચમકવા લાગે છે અને તેના કારણે પ્રકાશ વધુ ફેલાતા જે તે વ્યકિત સ્પષ્ટ રીતે જોઈ શકે છે.

Comments

comments

VOTING POLL