ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની પર નિર્લજજ હુમલો કરનાર પોલીસમેન સસ્પેન્ડ

May 22, 2018 at 1:42 pm


Spread the love

જામનગરમાં qક્રકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઇકાલે સાંજે એક પોલીસ કોન્સ્ટેબલે વાહન અથડાવાની સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી કરીને નિર્લજજ હુમલો કરતા ભારે દોડધામ મચી ગઇ હતી, પોલીસમેને વાળ પકડીને ગાડીના કાંચ સાથે માથુ ભટકાડી ઇજા પહાેંચાડયાનું ફરીયાદમાં જણાવ્યુ છે. દરમ્éાનમાં રીવાબા ફરીયાદ કરવા માટે એસપી કચેરીએ દોડી જતા ઉચ્ચ અધિકારીઆે સહિતનામાં દોડધામ મચી ગઇ હતી, સીટી-સી ડીવીઝનના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરીયાદ નાેંધીને કાર્યવાહીને આગળ વધારી હતી, આ મામલાને ખુબ જ ગંભીરતાથી લઇને એસપી દ્વારા આરોપી પોલીસકર્મી સામે કડકમાં કડક ખાતાકીય પગલા લેવામાં આવશે તેમ જણાવ્યુ હતું. બીજી બાજુ આરોપી પોલીસમેનની વિધીવત ધરપકડ કરી આરોપીને ફરજ મોકુફ કરવામાં આવ્યો છે.

જામનગરમાં ગઇકાલે મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે ટીમ ઇન્ડીયાના આેલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા બીએમડબલ્યુ કારમાં અહીના શરૂ સેકશન રોડ પર પસાર થતા હતા ત્યારે પોલીસ હેડ કવાર્ટર તરફથી મોટરસાયકલ પર સીટી-સી ડીવીઝનનો કોન્સ્ટેબલ સંજય આહીર નીકળ્યો હતો આ વેળાએ વાહન અથડાતા પોલીસમેને ઉગ્ર થઇને રીવીબાના વાળ ખેંચી સરાજાહેર હુમલો કરતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને વાત વણશી હતી. દરમ્યાનમાં રીવાબા જાડેજા એસપી કચેરીએ ફરીયાદ કરવા દોડી ગયા હતા અને અધિકારીઆેમાં આ વાત વાયુ વેગે ફેલાતા દોડધામ મચી ગઇ હતી, એસપી પ્રદિપ શેજુળ સમક્ષ સમગ્ર હકીકત જણાવી હતી, બીજી બાજુ ડો. કેયુર બક્ષી પણ પ્રાથમિક સારવાર આપવા માટે પોલીસ ભવન ખાતે દોડી ગયા હતા, દરમ્યાનમાં પોલીસ કર્મચારી સંજય કરંગીયા સામે ફરીયાદ નાેંધવામાં આવી હતી, qક્રકેટરની પત્ની પર હુમલો થયાની ઘટના બહાર આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એસપી પ્રદિપ શેજુળે વાતચીત દરમ્યાન જણાવ્યુ હતું કે વાહન અથડાવા બાબતે રીવાબા અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી બાદ પોલીસમેને હુમલો કર્યો હતો મહિલા પર થયેલો હુમલો ગંભીર બાબત હોય પોલીસ કોન્સ્ટેબલ સામે ગુન્હો નાેંધીને જિલ્લાફેર બદલી અથવા સસ્પેન્ડ સુધીના કડક પગલા લેવામાં આવશે. દરમ્યાનમાં ઉપરોકત બનાવ સબબ રાજકોટ કૈલાશવાડી ખાતે રહેતા પ્રફºલ્લાબા હરદેવસિંહ સોલંકી (ઉ.વ.58) એ સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે મોડી સાંજના પોલીસ હેડકવાર્ટર બ્લોક નં. બી/1 રૂમ નં. 15 ખાતે રહેતા પોલીસમેન સંજય ખીમા કરંગીયા (ઉ.વ.28) ની વિરુધ્ધ આઇપીસી કલમ 279, 323, 324, 354, 504, એમવીએકટ કલમ 177, 184 મુજબ ફરીયાદ નાેંધાવી હતી.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે શરૂ સેકશન રોડ પર પોલીસ હેડકવાર્ટરના ગેઇટ સામે આરોપી સંજયએ પોતાના હવાલાનું હંક મોટરસાયકલ ગફલતભરી રીતે ચલાવી સાહેદ રીવાબાની બીએમડબલ્યુ કાર નં. જીજે03-એ4-9366 સાથે અથડાવી અપશબ્દો બોલી ઝાપટો ઝીકી દીધી હતી તેમજ સાહેદ બહેનના વાળ પકડી ગાડીના કાંચ સાથે બે ત્રણ વખત માથુ ભટકાડી માથાના ભાગે ઇજા કરી આરોપીએ પોતાનો હાથ સાહેદના ગરદન તેમજ અન્ય ભાગે નાખી પોતાના તરફ ખેંચી નિર્લજજ હુમલો કર્યો હતો. આ ફરીયાદના આધારે એસપીના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ સીટી-બી પીઆઇ આર.જી.જાડેજાએ હાથ ધરી છે. દરમ્યાનમાં આજે જિલ્લા પોલીસવડા પ્રદિપ શેજુળ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવ્યુ હતું કે ગઇકાલે સાંજે qક્રકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની પર હુમલો કરાયાનું બહાર આવતા તુરંત સ્થળ પર પોલીસ ટુકડી મોકલવામાં આવી હતી, આ ઘટના નિંદનીય છે ઘટનાને ગંભીરતા પૂર્વક લેવામાં આવી છે અને આરોપી પોલીસકર્મીને તાકીદની અસરથી ફરજ મોકુફ કરેલ છે, ઘટનાની વિગતો બહાર આવતા સીએમ, ગૃહમંત્રી અને ડીજીપી તથા ડીઆઇજી સુધી વાત પહાેંચી હતી અને તમામ દ્વારા આ ઘટનાને ગંભીર ગણીને આ પ્રકારની બાબત ચલાવી શકાય નહી હાલ આરોપીને સસ્પેન્ડ કરાયો છે અને તેની સામે ખાતાકીય પગલા લેવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં મળેલી માહિતી મુજબ હાલના તબકકે ફરજ મોકુફ કરાયા બાદ જિલ્લા ફેરબદલીની કાર્યવાહી હાથ ધરી છે અને ખાતાકીય પગલા લેવા માટે પણ પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવશે, આરોપી પોલીસકર્મી સંજય કરંગીયાની વિધીવત ધરપકડ કરીને આગળની તપાસ સીટી-બી ડીવીઝન દ્વારા ચલાવવામાં આવી રહી છે.

જામનગરના પોલીસ વડાએ લીધેલા ઝડપી પગલાં પ્રશંસનિય

ટીમ ઇન્ડિયાના qક્રકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની પર જામનગરમાં નિર્લં હુમલો કરવાની ઘટનામાં સંડોવાયેલા પોલીસમેનની સામે ગણતરીની કલાકોમાં જ જિલ્લા પોલીસ વડાએ ઝડપી અને કડક પગલા લઇને પ્રશંસનિય કામગીરી કરી છે અને સાથે સાથે ખાખીવધ} ધારણ કરીને ગુનાખોરી આચરતા ચોક્કસ પોલીસમેનોને એક ચેતવણી પણ આપી હોવાનું બનાવ પરથી લાગે છે, ગઇકાલે જ જિલ્લા પોલીસ વડાએ એવું જાહેર કર્યું હતું કે, રાજ્ય સરકાર, રાજ્યના ડી.જી. અને ગૃહ વિભાગ તરફથી બનાવને અતિ ગંભીર ગણવામાં આવ્યો છે, ખાસ કરીને મહિલા સાથે દુવ્ર્યવહાર થયો હોવાથી જિલ્લા પોલીસ વડાએ પોલીસમેનની સંડોવણીને લઇને બનાવને ખૂબ જ આઘાતજનક પણ ગણાવ્યો હતો. સાંજના સમયે આ ઘટના બની ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સમક્ષ સમગ્ર મામલાની વિગતો પહાેંચી હતી અને તુરંત સીટી સી ડીવીઝનના પોલીસમેન સંજય કરંગીયાની ધરપકડ કરી લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો, આટલું જ નહી જિલ્લા પોલીસવડાએ ગઇકાલે સાંજે મિડીયા સમક્ષ કરેલી વાતમાં કહ્યું હતું કે, મહિલા પર થયેલો હુમલો આમ પણ નિંદનીય બાબત કહેવાય, ઉપરથી પોલીસમેન દ્વારા જ્યારે આવો હુમલો કરાયો છે ત્યારે આ બનાવ ખરેખર આઘાતજનક છે.

જિલ્લા પોલીસવડાએ પોલીસમેનને ફરજમુક્ત કરતાની સાથે જિલ્લા ફેરબદલી અને ત્યારબાદ ઇન્કવાયરી પછી ડીસમીસ કરવા સુધીના પગલાની પણ ગઇકાલે સાંજે વાત કરી હતી આમ, આખી ઘટનામાં પોલીસ વડાએ તાબડતોબ પગલા લઇને કડક તેમજ પ્રશંસનીય કામગીરી તો કરી છે, સાથે સાથે ગુનાખોરી આચરતા ખાખીધારીઆેને લાલબત્તી ધરી છે. અગાઉ કેટલાક જમીન વિરોધી અપરાધોમાં ખાખીધારીઆેની ભૂમિકા સામે આવી છે, ફરિયાદો પણ નાેંધાઇ ચૂકી છે અને વધ} પહેરીને મિલ્કતવિરોધી અપરાધની ઘટના પણ આ જ પ્રકારની ગંભીર ઘટના કહી શકાય, આ બનાવમાં જે રીતે ઝડપી પગલા લેવામાં આવ્યા એ જ પ્રકારે જમીનવિરોધી અપરાધોમાં સંડોવાયેલા ખાખીધારીઆેએ પણ વડા અધિકારીઆેના કડક પગલા માટે તૈéાર રહેવું પડશે.