ખોડાની સમસ્યા થઈ જશે કાયમ માટે દૂર, અજમાવો કોઈ એક ઉપાય

April 26, 2018 at 5:42 pm


ઉનાળામાં વાળની યોગ્ય રીતે સફાઈ ન થાય તો વાળમાં ખોડો ઝડપથી થઈ જાય છે. વાળને યોગ્ય પોષણ ન મળે અને વાળમાં તેલ ન લગાવવાથી પણ ખોડો થઇ શકે છે. આ ઋતુમાં વધારે પ્રમાણમાં પરસેવો થતો હોય છે. આ કારણે પણ આ સમસ્યા વકરી શકે છે. આમ ન થાય તે માટે જરૂરી છે કે ખોડાનો ઈલાજ સમયસર કરી લેવામાં આવે.

ખોડાની સમસ્યાથી કાયમી છૂટકારો મેળવવાના કેટલાક રામબાણ ઉપાય અહીં રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપાયો પર અમલ કરવાથી ખોડાની તકલીફ કામય માટે દૂર થઈ શકે છે.

– ગ્લીસરિન અને ગુલાબજળને રોજ વાળના મૂળમાં લગાવવાથી આ સમસ્યા દૂર થઇ શકે છે.
– વાળમાં તેલ લગાવ્યા બાદ સ્ટીમ્ડ ટુવાલનો પ્રયોગ કરવો પણ સારું રહેશે કે પછી ગરમ તેલથી વાળના જડની માલિશ કરવાથી વાળની ત્વચાને પોષણ મળશે.
– ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પૂરતાં પ્રમાણમાં પાણી પીવું અને તળેલા કે મસાલાવાળા ખોરાકનો ઉપયોગ ટાળવો.
– લીંબુના રસ અને કાળા મરીના પાવડરને મિક્સ કરી વાળના મૂળમાં લગાવવાથી પણ ફાયદો થાય છે.
– નારિયેળ તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી ખોડો દૂર થાય છે.
– દહીંથી માથું ધોવાથી પણ ખોડામાંથી છુટકારો મેળવી શકાય છે.

Comments

comments