7 દિવસમાં જ ગાયબ થઈ જશે ડાર્ક સર્કલ જો લગાવશો આ પેસ્ટ

February 23, 2018 at 6:13 pm


રસોડાના મસાલામાંથી એક એવી હળદરનો ઉપયોગ સૌંદર્યવર્ધક વસ્તુ તરીકે પણ કરી શકાય છે. હળદરનો ઉપયોગ કરવાથી ત્વચાની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. રસોઈનો સ્વાદ અને રંગ નિખારતી હળદર તેનો ઔષધિય ગુણના કારણે ત્વચાની સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. આજે આ બહુઉપયોગી હળદરના એવા જ ઉપયોગ વિશે આજે તમને જાણવા મળશે.

હળદરના ઉપયોગ યુવક-યુવતી બંને કરી શકે છે. આજે આપણે જાણીએ કે કેવી રીતે હળદરના ઉપયોગતથી આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરી શકાય છે. આંખ નીચે કાળા કુંડાળાની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ કાળા કુંડાળા સુંદર ચહેરા પર ડાઘ સમાન લાગે છે. ચહેરા પરના આ ડાઘને હળદર ગણતરીની મિનિટોમાં દૂર કરી શકે છે. તેના માટે સૌથી પહેલાં બે ચમચી હળદરનો પાવડર લેવો તેમાં મધ અને દૂધ સમાન માત્રામાં ઉમેરી અને આ પેસ્ટને આંખ નીચે લગાવી દેવી. પેસ્ટ 10 મિનિટ માટે લગાવી રાખવી અને પછી ઠંડા પાણથી તેને સાફ કરી નાંખવું. આ હળદરની પેસ્ટ એક સપ્તાહ સુધી આંખ નીચે લગાવવી. કાળા કુંડાળાની સમસ્યા 7 દિવસમાં જ દૂર થઈ જશે.

Comments

comments

VOTING POLL