હોય નહીં… કારની હેડલાઇટમાં દારૂ છૂપાવવા બુટલેગરે બનાવ્યું ચોરખાનું !

April 9, 2018 at 11:45 am


ગુજરાતમાં દારુબંધી હોવાથી ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું નથી પરંતુ છુપી રીતે મોટા પ્રમાણમાં દારુ રાજ્યમાં લાવવામાં આવે છે. દારુ રાજ્યમાં ઘુસાડવા માટે ગઠીયાઓ નવી નવી રીતોને અજમાવતાં હોય છે. આવો જ એક ભેજાબાજ ગીર-સોમનાથ જિલ્લાની એલસીબી બ્રાન્ચના પોલીસ અધિકારીઓને હાથે લાગ્યો હતો. આ ગઠીયાએ પોતાની કારની હેડલાઈટમાં એક ચોરખાનું બનાવ્યું હતું જેમાં ભરી અને તે દારુની બોટલો સપ્લાય કરતો હતો.

આ અંગે મળતી માહિતીનુસાર ઉના તાલુકાના દેલવાડા ચોકડી પાસે ગીર–સોનાથ જિલ્લાની એલસીબી બ્રાન્ચના પોલીસ પ્રવીણભાઈ બાલુભાઈ મોરી તથા સ્ટાફે દીવ તરફથી આવતી ઈન્ડિકા કાર નં.જી.જે.૧૨–પી.૭૦૮૭ને રોકાવી ચાલક સાહીલશા અકબરશા શામદાર ફકીર (ઉ.વ.૨૨, રહે.વેરાવળ, પ્રિન્સ કોલોની)ને પૂછપરછ તથા તપાસ કરતાં મોટરના આગલા ભાગમાં હેડલાઈટ નીચે ચોરીખાનું બનાવી તેમાં સંતાડેલ પરપ્રાંતની ઈંગ્લિશ દારૂની બોટલ નગં ૯૦ કિ.રૂા.૧૮૦૦૦ તથા મોબાઈલ ફોન એક રૂા.૨૦૦૦ તથા મોટર કાર રૂા.૧ લાખ મળી રૂા.૧.૨૦ લાખના મુદ્દામાલ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી સોંપી ગુનો દાખલ કર્યેા હતો. લોકો પોલીસથી બચવા નવા નવા કિમિયા અપનાવે છે. પૂછપરછ દરમિયાન આ દારૂ વેરાવળના કયુમ ઉર્ફે ડી.કે. દાદાભાઈ પજાં (રહે.વેરાવળવાળા)એ મંગાવેલ હતો. દીવથી તેને ભરાવી આપ્યાનું ખૂલતા પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કરી પકડવા તજવીજ હાથ ધરી છે

Comments

comments