ડેટા ચોરીમાં ‘ચોર’ કોણં

March 30, 2018 at 5:27 pm


ભાજપ અને કાેંગ્રેસ વચ્ચે કોણ પ્રજાનો ડેટા ચોરે છે એ મુદ્દે રાજકીય લાડાઈ શરૂ થઈ ગઈ છે. કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાનના નામ પરથી બનાવાયેલાં નમો એપ ડાઉનલોડ કરનારાઆેનો ડેટા અમેરિકા મોકલાય છે. બીજી તરફ ભાજપે આક્ષેપ કર્યો કે કાેંગ્રેસનાં એપનો ડેટા સિંગાપોર સ્થિત સર્વર્સમાં ઠલવાય છે. કાેંગ્રેસનું એપ હેક કરી શકાય તેમ છે તેવા ઘટસ્ફોટ પછી તે એપ પ્લે સ્ટોરમાંથી હટાવી લેવામાં આવ્યું છે. બીજી તરફ નમો એપમાં પણ પ્રાઇવસી સેટિંગ બદલવામાં આવ્યાં છે.

જોકે, આ રાજકીય આક્ષેપબાજી વચ્ચે જે અસ્સલ મુદ્દાે ભૂલાઇ જાય છે તે એ છે કે ભારતીયોની ડેટા સિક્યોરિટી બાબતે શાસકોને ભાગ્યે જ ચિંતા છે. હાલ દેશમાં કરોડો મોબાઇલમાં જાતભાતના કેટલાંય એપ ડાઉનલોડ થાય છે. તેમાંના કેટલાંય એપ ખરેખર વપરાશકારોની ડેટા સિક્યુરિટી માટે જોખમી છે. કેટલાંય એપ વપરાશકારનો ડેટા થર્ડ પાર્ટીને મોકલી દે છે. કેટલાંય એપ જાત જાતના વાયરસ મોબાઇલમાં છોડે છે. કેટલાંય એપ મોબાઇલની ઇન્ટરનલ સિસ્ટમ્સમાં ચેડાં કરી દે છે. મનોરંજન માટે કે માહિતી માટે કે કોઇ ઉપયોગિતા માટે આવાં એપ ડાઉનલોડ કરી દેનારા મોટાભાગના વપરાશકારોને ખ્યાલ પણ નથી હોતો કે એ એપ તેમના માટે હાનિકારક સાબિત થઇ શકે છે. સરકાર દ્વારા જાત જાતનાં સરકારી કામ માટે અનેક એપ ડેવલપ કરાયાં છે. પરંતુ, લેભાગુ ડેવલપર્સ સરકારી એપને મળતાં આવતાં જ ડમી એપ બનાવી દે છે અને લોકો તે ડાઉનલોડ પણ કરી બેસે છે. પોતે સરકારી એપ પર જ કામ કરી રહ્યા છે તેવું માની લોકો તેના પર પોતાની સંવેદનશીલ વિગતો પણ શેર કરી દે છે. ડિજિટલ લિટરસીની રીતે આપણે હજુ ઘણા પાછળ છીએ અને તેનો લાભ લેભાગુઆે અનેક રીતે ઉઠાવે છે.

ભારત સરકારે ડેટા સિક્યોરિટીના ક્ષેત્રમાં કાયદાકીય રીતે ઘણી પહેલ કરવાની બાકી છે. લેભાગુ ડેવલપર્સને દૂર કરવાના બાકી છે. એપ સ્ટોરમાં એપ દાખલ કરવાની રીતે એપલ કંપની બહુ કડકાઇ દાખવે છે પરંતુ એન્ડ્રાેઇડમાં બહુ છૂટછાટ છે. એન્ડ્રાેઇડમાં મળતી આવી છૂટનો લાભ લઇ કેટલાંય એપ તેના વપરાશકારો પાસેથી તØન ફોનના હાર્ડવેર કે સિસ્ટમ્સના ઉપયોગની બિનજરુરી પરમિશન્સ પણ લઇ લે છે. આવી પરમિશન્સનો અનેક રીતે દુરુપયોગ થઇ શકે છે. હવે મોબાઇલ ફોનનો ઉપયોગ વધી ગયો છે અને લોકો અનેક પ્રકારના કામ કે ઉપયોગો માટે એપ પર આધાર રાખતા થયા છે ત્યારે તેમાં આટલી બધી અંધાધૂંધી ચલાવી લઇ શકાય નહી. લાખો લોકોનો ડેટા રેઢો મૂકી દેનારા એપનું મોનિટરિ»ગ અને તેમની સામે કાર્યવાહી માટેની વ્યવસ્થા વિચારાવી જોઇએ.

Comments

comments

VOTING POLL