દિલ્હીની વધુ એક હાર: કિંગ્સ ઇલેવન પંજાબ ટોપ પર

April 24, 2018 at 11:42 am


કિંગ્સ ઇલેવન પંજાબે આપેલા 144 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 139 રન જ બનાવી શક્યું હતું. જેના કારણે પંજાબનો 4 રને રોમાંચક વિજય થયો હતો. પૃથ્વી શોએ 10 બોલમાં 22 રન બનાવી શાનદાર શરૂઆત કરી હતી. જોકે આ પછી કોઈ બેટ્સમેન લાંબુ ટકી શક્યો નહોતો.

શ્રેયસ ઐય્યરે એકલા હાથે લડત આપી હતી પણ ટીમને જીત અપાવી શક્યા ન હતો. મેન ઓફ ધ મેચ અંકિત રાજપૂતે 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તેણે પૃથ્વી શો અને ગ્લેન મેક્સવેલને સસ્તામાં આઉટ કયર્િ હતા. જેમાંથી દિલ્હી બહાર આવી શક્યું ન હતું. જીત સાથે જ પોઇન્ટ ટેબલમાં કિંગ્સ ઇલેવન પંજાબ ટોપ પર પહોંચી ગયું છે.
આ પહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગની 22મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 143 રનનો સ્કોર કર્યો હતો. પંજાબે તેના ઇનફોર્મ ઓપ્નર ક્રિસ ગેલને ઈજાના કારણે આરામ આપવાનો નિર્ણય કર્યો હતો.

ગેલની ગેરહાજરીમાં પંજાબનો એક પણ ખેલાડી મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. કરૂણ નાયરે સર્વિધિક 34 રન બનાવ્યા હતા. ગેલના સ્થાને ટીમમાં સમાવાયેલા મિલરે 26 રન નોંધાવ્યા હતા.

Comments

comments

VOTING POLL