મૃત્યુની સાથે જ પાપ પુણ્ય જાય છે તેથી આપણે સત્સંગ કરી લેવાયઃ શ્રી સત્ સ્વામી

March 12, 2018 at 10:58 am


જીવનમાં આપણે કયા માર્ગ જવું તે નકકી કરવાનું કામ આપણું છે સત્સંગ દ્વારા કયા ટ્રેકમાં જવુ જોઇએ તે નકકી થાય છે, આજે ભગવાન રામની પૂજા થાય છે પરંતુ રાવણને લોકો બાળે છે અને તેની સાથે કુંભકર્ણને પણ બાળે છે રામ અને રાવણ એક માનવદેહમાં હતાં પરંતુ એક ભગવાન તરીકે યાદ રખાય છે અને બીજાને કોઇ યાદ રાખતુ નથી, ભગવાન કર્મના ફળના પ્રદાતા છે શરીરરૂપી વૃક્ષમાં બે પક્ષી આત્મા અને પરમાત્મા છે, જેમાં આત્મા કર્મના ફળ ભોગવે છે, અને પરમાત્મા અંતરમાં રહેલી નિયમન કરે છે એટલે તે અંતર્યામી છે તેમ સુરતના શ્રી સત્ સ્વામી જામનગરની ગેલેકસી ટોકીઝના પટાંગણમાં ટોજાયેલા ખીચડી ઉત્સવ અને સત્સંગ સભામાં પ્રવચન આપતાં જણાવ્યું હતું. જામનગરના સ્વ. ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, સ્વ. કેવલભાઇ ત્રિવેદીના સ્મરણાથ£ યોજાયેલી આ સત્સંગમાં યોગીતાબેન ત્રિવેદી અને નિરવભાઇ ત્રિવેદીએ આયોજન કર્યુ હતું જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના ચત્રભુજ સ્વામી, ગુરૂકુળ જામનગરના કે.પી. સ્વામી, ગીરીશ ભગત, વિશ્વ પ્રતાપ સ્વામી, દેવ પ્રકાશ સ્વામી સહિતના અગ્રણીઆે હાજર રહ્યાં હતાં.

શ્રી સત સ્વામીએ જણાવ્યું હતુ કે, ભગવાનને સાક્ષી પણ કહેવામાં આવે છે, એ બધુ જોવે છે આપણે શું કરીએ છીએ તેની રજેરજની નાેંધ રાખે છે કર્મ ગમે ત્યાં કરીએ પરમાત્મા તેને ભાળે છે, કોઇપણ માર્ગ મોડો ચોઇસ ન કરાય, કેમ કે જામનગરમાં ઘણું સસ્તુ મળે છે, સત્સંગ આપણને દિશા બતાવે છે, કોઇ કોઇને ફોર્સ કરતુ નથી જીંદગી કેમ પુરી કરવી એ આપણા હાથની વાત છે એટલે જ આજે પણ રામને પૂજે અને રાવણને બાળે છે, આપણે કયા ટ્રેકમાં જવુ જોઇએ તે સત્સંગ દ્વારા નકકી કરવાનું છે. દેવ, દાનવ અને માનવનો પ્રકાર છે જીરો લેવલના દાનવ, વચલા લેવલમાં માનવ અને ઉપરના છેડે દેવ હોય છે, એટલે કે અમુક લોકો દેવ કહેવાય છે જે સત્સંગ કરે છે, મધ્યમમાં માનવ લેવલના લોકો છે તે પાપ કરતાં નથી જયારે દાનવ લેવલના લોકો નેગેટીવ પ્રવૃતિ કરે છે.તેમણે વધુમાં કહ્યું હતુ કે, અતિ આળસુ, ઉંઘણસી અને ક્રાેધ વાળા વ્યકિતને તામશી કહેવાય મોજ શોખ વાળા માણસને રજોગુણી કહેવાય છે. તેમણે એવી પણ ટકોર કરી હતી કે આજે સેલ્ફી લેવામાં કેટલાક લોકોના જાન ગયા છે. અને અતિ મેકઅપ કરવા વાળા ભગવાનના ધામમાં જલ્દી પહાેંચી જાય છે. સત્સંગ વિચાર ચેઈન્જ કરવાનું કારખાનુ છે જીવનમંા પુÎય ન થાય તો કંઇ નહીં પાપ ન કરવું કે ભેળસેળ ન કરવી, પાપ કરશો તો ગમે ત્યારે પïચાતાપ પણ થશે, આજે કેટલાક મહાત્માઆે જેલમાં છે ત્યારે હું એટલુ કહીશ કે ઉપરની કોર્ટ શરૂ થાય તો તેમાં જામીન પણ ન મળે, મૃત્યુ સાથે પાપ પુÎય પણ જાય છે અને આપણે બધાયે સત્સંગ કરી લેવો જોઇએ, સત્સંગ સભામાં 1500થી વધુ લોકોએ ંી ઉત્સવમાં ભાગ લીધો હતો.

Comments

comments