આવતી કાલે ગુરૂ ધોની અને ચેલો વિરાટ આમનેસામને

April 24, 2018 at 11:37 am


11મી આઇપીએલની આઠમાંથી સાત ટીમમાં કેપ્ટનપદે ભારતીય ખેલાડી છે અને એમાં પણ કેટલાક એવા છે જેઆે ભારતીય ટીમના કેપ્ટનપદે રહી ચૂક્યા છે અને આ વખતની ટુનાર્મેન્ટમાં સામસામે આવ્યા છે. એમાંનો સૌથી રોમાંચક કહી શકાય એવો મુકાબલો આવતી કાલે થશે જેમાં અહીના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર વચ્ચે અગત્યનો મુકાબલો થશે.
પાંચમાંથી ચાર મેચ જીતી ચૂકેલી ચેન્નઈની ટીમ ગઈ કાલે સાંજે પોઇન્ટ્સ-ટેબલમાં મોખરે હતી, જ્યારે પાંચમાંથી ત્રણ મેચ હારી ચૂકેલી બેન્ગલોરની ટીમ ટેબલમાં તળિયેથી ત્રીજા સ્થાને હતી.
ચેન્નઈની ટીમનો સુકાની મહેન્દ્રસિંહ ધોની અગાઉ બે વખત ટાઇટલ જીતી ચૂક્યો છે, જ્યારે બેન્ગલોરની ટીમનો વિરાટ કોહલી હજી સુધી ટ્રાેફીથી વંચિત રહ્યાે છે.

ધોની પાસે બેટિંગ-આક્રમણમાં ડ્વેઇન બ્રાવો, સેમ બિલિંગ્સ, ફેફ ડુ પ્લેસી, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, શેન વોટ્સન, મુરલી વિજય, નારાયણન જગદીશન, ચૈતન્ય બિશ્નોઇ છે અને બોલરોમાં દીપક ચહર, ઇમરાન તાહિર, રવીન્દ્ર જાડેજા, હરભજન સિંહ, લુન્જી ઍિન્ગડી, કર્ણ શમાર્, શાદુર્લ ઠાકુર, ડેવિડ વિલી અને માર્ક વૂડ છે. બીજી તરફ, વિરાટ પાસે બેટિંગમાં એ.બી. ડીવિલિયર્સ, ક્વિન્ટન ડીકોક, કોરી ઍન્ડરસન, સરફરાઝ ખાન, બ્રેન્ડન મેક્લમ, મનદીપ સિંહ, પાર્થિવ પટેલ છે તથા બોલરોમાં ઉમેશ યાદવ, કોલિન ડીગ્રેન્ડહોમ, કુલવંત ખેજરોલિયા, મોઇન અલી, મુરુગન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, મોહંમદ સિરાજ, ટિમ સાઉધી, વોશિંગ્ટન સુંદર, qક્રસ વોક્સ અને નવદીપ સૈની છે.

Comments

comments

VOTING POLL