દિશા વાકાણીએ દયાબેન બનવા માંગી મોટી રકમ… જાણો એક એપિસોડની ફી

September 24, 2018 at 11:16 am


Spread the love

દિશા વાકાણી તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં પરત ફરશે તે વાત તો કન્ફર્મ થઈ ચુકી છે. પરંતુ દર્શકો માટે નવા સમાચાર એ છે કે દિશાને દયાબેન તરીકે જોવા માટે તેમણે હજૂ થોડો સમય રાહ જોવી પડશે. કારણ કે દિશા વાકાણીએ શોમાં પરત ફરવાની હા તો પાડી છે પરંતુ કેટલીક શરતો પણ શો મેકર્સ સામે રાખી છે. તેના પર હવે નિર્માતાએ વિચાર કરવો પડશે.

દિશા વાકાણીએ શોમાં પરત ફરવા માટે સૌથી પહેલા તો તેની ફીમાં વધારો કરવાની માંગ કરી છે. દિશા અગાઉ એક એપિસોડના ૧.૨૫ લાખ રૂપિયા લેતી હતી જ્યારે હવે તેણે ૧.૫૦ લાખ લેવાની વાત કરી છે. વળી તેણે એવી શરત પણ રાખી છે કે તે ૧૫ દિવસ શૂટિંગ કરશે અને તેમાં પણ તે સવારે ૧૧થી ૬ વાગ્યા સુધી જ શૂટિંગ કરી શકશે. હવે આ શરતો જો નિર્માતા માન્ય રાખશે તો દિશા વાકાણી એટલે કે દયાબેન શોમાં જોવા મળશે.