વ્યક્તિ ધનવાન બનશે કે નહીં તેનો સંબંધ છે ડીએનએ સાથે

July 21, 2018 at 12:14 pm


વ્યક્તિની સફળતા અને ધનવાન હોવાનો સીધો સંબંધ તેના ડીએનએ સાથે હોવાનું તાજેતરમાં થયેલા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢયું હતું કે, માણસના ડીએનએમાં તેના સામાજિક જીવનની અસર હોય છે. વ્યક્તિમાં રંગસૂત્રો વ્યક્તિના દરરોજના વ્યવહાર સાથે સંબંધ ધરાવે છે. જેમાં સફળતા અને શ્રીમંત લોકોના ડીએનએ અન્ય કરતા અલગ પડતા હતા. અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને લંડનના લોકો પર કરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું કે, લોકોની આવકમાં ભિન્નતા છે.

આ ઉપરાંત તેઓને સારા ભવિષ્ય માટે તથા અન્ય શિક્ષણ માટે વિચારસરણી પણ જુદી જુદી જોવા મળી હતી. તેઓ સમાજના ભલે કોઇ પણ વર્ગમાંથી હોય તેના રંગસૂત્રો માતાપિતાની તુલનામાં આગળ વધવા માટે વધુ વેગ આપે છે. આ ઉપરાંત આ જિન્સ વધુ સારં કામ કરવામાં પણ મદદરૂપ છે. આ અભ્યાસમાં ૨૦,૦૦૦ લોકોના જીવનના મુખ્ય બે તબક્કાનો અભ્યાસ કરાયો હતો.

Comments

comments