પાણીને હવે ખાઈ પણ શકાશે !

April 16, 2018 at 5:47 pm


વર્તમાન સમયમાં સૌ કોઈ હેલ્ધીલાઈફ સ્ટાઈલ જીવવાના આગ્રહી બની ગયા છે. લોકો ખાણીપીણીની વસ્તુઓની સાથે એ વાતની પણ તકેદારી રાખે છે કે આ ખોરાક કેવા પેકીંગમાં પીરસવામાં આવે છે. ખાદ્યસામગ્રીમાં ઉપયોગમાં આવતાં પ્લાસ્ટિક અને અન્ય પ્રકારની પદાર્થોથી પણ દૂર રહેવાનું પસંદ કરવા લાગ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખી નિષ્ણાંતોએ પણ એવા પ્રોડક્ટ બનાવ્યા છે જેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન નથી થતું. ખાસ વાત એ પણ છે કે આ વસ્તુઓને તમે ખાઈ પણ શકો છો.

પ્લાસ્ટિકનો ઉપયોગ ખોરાકમાં સદંતર બંધ થઈ જાય તે માટે અનેકવિધ સંશોધનો હાથ ધરવામાં આવ્યા છે. આ સંશોધનોમાંથી એક સંશોધન બ્રિટનમાં કરવામાં આવ્યું છે. બ્રિટનમાં એક સ્ટાર્ટઅપએ સમુદ્રના શેવાળથી પાણીનું એક પાત્ર બનાવ્યું છે. આ પાત્રનો ઉપયોગ ખાવામાં પણ કરી શકાય છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો પ્લાસ્ટિકની સમસ્યામાંથી વિશ્વને મુક્તિ મળશે તેવી આશા સંશોધકોએ વ્યક્ત કરી છે.

Comments

comments