અમ્પાયરો વધુ સતર્ક રહે અને ભૂલ ઓછી કરે: આઇપીએલના ચેરમેન

April 25, 2018 at 11:03 am


વર્તમાનની આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં અમ્પાયરિંગની કેટલીક મોટી ભૂલો પર ભારે નારાજગી દેખાડતા સ્પધર્નિા ચેરમેન રાજીવ શુકલાએ મેચો દરમિયાન વધુ તકેદારી રાખવા અમ્પાયરોને કહેવાનું મેચ રેફરીઓને જણાવ્યું હોવાનું માલૂમ પડ્યું છે.
આ બધું ક્યારેક બનતું હોય છે, પણ આઈ. પી. એલ.ના ચેરમેને મેચ રેફરીઓને મેચોમાં વધુ તકેદારી રાખવાનું અમ્પાયરોને જણાવવા કહ્યું છે, એમ તેમની નજીકના એક વર્તુળે અહીં કહ્યું હતું. બે અઠવાડિયા પૂર્વે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો વચ્ચે સ્પધર્મિાં રમાયેલી મેચમાં સાત બોલની ઓવર જોવા મળી હતી.
ગયા રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.)ની ટીમો વચ્ચેની મેચમાં એક ચોખ્ખો નો-બોલ નાખવામાં આવ્યો હતો, પણ તે અમ્પાયરના ધ્યાન બહાર રહ્યો હતો. પોતાની ભૂલનું પ્રમાણ ઓછું કરવા અમ્પાયરોને જરૂર પડતા ટેક્નોલોજીની મદદ લેવાની સલાહ આપવામાં આવી છે.

Comments

comments