ચહેરા પરના અમગમતા વાળ દૂર કરવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય

July 24, 2018 at 7:02 pm


ચહેરા પરના વાળ કોઈપણ યુવતી માટે દુશ્મન સમાન હોય છે. ચહેરાના આ અણગમતા વાળ સુંદર ચહેરા પર દાગ લગાવી જાય છે. આ સમસ્યા એવી છે કે તેના માટે નિયમિત રીતે પાર્લરમાં જઈ પણ શકાતું નથી. જો કે આ સમસ્યા ઘરગથ્થુ ઉપાયથી દૂર કરી શકાય છે. જી હાં આ ઉપાય કરવામાં તમારે વધારે ખર્ચ પણ કરવો પડશે નહીં અને પાર્લર જેવી સુવિધા તમને ઘરબેઠાં મળી જશે.

ચહેરા પરના વાળ દૂર કરવા માટે ખાંડના પાણીનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ છે. તેના માટે સૌ પ્રથમ 2 ચમચી ખાંડના પાણીમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરો અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને હલાવો. આ પાણીને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી તેને સુકાવા દો. 20 મિનિટ બાદ ચહેરા પર હાથ ભીના કરી અને મસાજ કરવાનું શરૂ કરો અને 5 મિનિટ મસાજ કરી ચહેરો સાફ કરી લો. જો વાળની સમસ્યા વધારે હોય તો સપ્તાહમાં બે વખત આ ઉપાય કરવો અન્યથા સપ્તાહમાં એકવાર ચહેરા પર આ મિશ્રણ લગાવવું. 15 જ દિવસમાં ચહેરા પરના અણગમતા વાળ દૂર થઈ જશે.

Comments

comments

VOTING POLL