ફેસબુક શરૂ કરશે ડેટિંગ એપ્લીકેશન, ટીંડર માટે ઊભું થયું જોખમ

August 6, 2018 at 11:43 am


મોબાઈલ ડેટિંગ એપ ટીંડર અને હેપ્પનની ટક્કર દેવા ફેસબુક સજ્જ થયું છે. ફેસબુકએ તેના ડેટિંગ પ્રોજેક્ટનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે. જો કે આ પ્રોજેક્ટ માત્ર અમેરિકામાં કામ કરતાં ફેસબુક કર્મચારીઓ માટે જ છે. હાલ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તેમાં કોઈ ખામી જણાશે નહીં તો તેને સામાન્ય લોકોના ઉપયોગ માટે લોન્ચ કરવામાં આવશે. આ એપ્લીકશન માટે માર્ક ઝુકરબર્ગએ સ્પષ્ટતા કરી છે કે તે ફ્લર્ટ માટે નથી આ એપ લોન્ગ ટર્મ રિલેશનશીપ માટે છે.

Comments

comments