ફરાળમાં ટ્રાય કરો બટેટાની ચીપ્સનું શાક….

August 22, 2018 at 1:58 pm


સામગ્રી

બટેટાની સમારેલી મોટી ચીર- 3 કપ
તેલ- તળવા માટે
જીરું- 1 ચમચી
તલ- 1 ચમચી
લીમડો- વધાર માટે
મીઠું- સ્વાદાનુસાર
લાલ મરચું પાવડર- 1 ચમચી
ખાંડનો પાવડર- 1 ચમચી
લીંબુનો રસ- જરૂર મુજબ

રીત

એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં બટેટાની ચીપ્સ તળી લો. તેને ઠંડી કરવા માટે સાઈડમાં રાખી દો. ચીપ્સ ઠંડી થઈ જાય એટલે અન્ય એક પેનમાં થોડું તેલ વઘાર માટે મુકી તેમાં જીરું અને તલ સાંતળો પછી તેમાં લીમડો અને મરચું પાવડર ઉમેરી બટેટાની ચીપ્સ ઉમેરી દો. 2 મિનિટ સારી રીતે હલાવી તેમાં મીઠું, ખાંડનો ભુક્કો અને લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

Comments

comments