આખિર મિલ હી ગઇ પહેલી ફિલ્મ

March 31, 2018 at 4:32 pm


કેટરિના કેફની બહેન ઇસાબેલ ફાઇનલી બાૅલીવૂડમાં પગ રાખવા જઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અટકળો આવી રહી હતી કે કેટની બહેન ફિલ્મી દુનિયામાં આવશે, પણ ક્યારે આવશે તેની કોઇ જાણકારી નહોતી. ‘ટાઇમ ટુ ડાન્સ’ નામની ફિલ્મમાં ઇસાબેલ સાથે સલમાન ખાનનો ‘હીરો’ સૂરજ પંચોલી જોવા મળશે. આ બંને કલાકારો પ્રાેફેશનલ ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે.એપ્રિલમાં શરૂ થનારી આ ફિલ્મનું પહેલુ શેડયુલ લંડનમાં છે. ગરમાગરમ મળેલી ખબરને અનુસાર અત્યારે સૂરજ અને ઇસાબેલ ડાન્સના જુદા જુદા પ્રકાર શીખી રહ્યા છે. ઇસાબેલ તેની પહેલી હિંદી ફિલ્મ વિશે કહે છે કે ‘હું મારી પહેલી હિંદી ફિલ્મ માટે બેહદ ખુશ છું. લંડનમાં આ ફિલ્મનું પહેલું શેડયુલ લગભગ 50 દિવસ સુધીનું છે. સૂરજ અને હું અમે બંને આ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ.’

Comments

comments

VOTING POLL