ચીનમાં કારાઓકે બારમાં આગ લાગતા 18 ભડથું

April 24, 2018 at 11:01 am


ચીનના ગ્વાંગદોંગ પ્રાંતના કિંગ્યુઆ શહેરમાં આવેલા એક કારાઓકે બારમાં આગ લાગવાના કારણે 18 લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. મીડિયા રિપોટ્ર્સમાં જણાવ્યા પ્રમાણે આ ઘટના સોમવારે મોડી રાતે થઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા તેઓ ટૂંક સમયે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે ઝડપથી આગ ઉપર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસને શંકા છે કે કોઈએ જાણી જોઈને આ આગ લગાડી છે.
કિંગ્યુઆન સુરક્ષા વિભાગે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાનું મુખ્ય કારણ આગ લાગવાનું જ જાણવા મળ્યું છે. વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફર્મ વીબો પર આ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે. જોકે પોલીસ વિભાગે ઘટના સ્થળ કે તપાસ વિશેની કોઈ પણ માહિતી જાહેર કરી નથી.

Comments

comments

VOTING POLL