ઈંડિગો અને ગોએરની ૬૫ લાઇટ રદ્દ થતા અન્ય એરલાઇન્સે ભાડા વધાર્યા

March 14, 2018 at 11:36 am


દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપનીઓમાં સામેલ ઈંડિગ અને ગોએરની ૬૫ જેટલી લાઇટ મંગળવારે રદ્દ થઈ ગઈ હતી. ડાયરેકટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ એરબસ ૩૨૦ નિયો પ્લેનના એન્જીનમાં આવતી ખામીનોના કારણે બંને એરલાઇન્સના ૧૧ પ્લેનના ઉડાણ પર પ્રતિબધં ફરમાવી દીધો હતો. જેના કારણે અનેક લાઇટસ રદ્દ કરવી પડી હતી. આ મામલાને કારણે અન્ય એરલાઈન્સે ભાડામાં વધારો કરી દીધો છે.

એરબસ ૩૨૦(નિયો)ના પ્રેટ એન્ડ વ્હિટની ૧૧૦૦ની નવી સીરિઝના એન્જીનમાં ઉદભવતી ખામીઓના કારણે ડીજીસીએ દ્રારા આ આદેશ આપવામા આવ્યો હતો. જેના કારણે મંગળવારે લાઇટ બુકિંગના અંતિમ કલાકોમાં અન્ય એરલાઇન્સમાં બુકિંગ કરાવવા માટે પડાપડી સર્જાઈ હતી. જેનો લાભ લેવા માટે તમામ એરલાઇન્સે તેની ટિકિટના ભાવ એકદમ વધારી દીધા હતા.

દેશના બીજા સૌથી મોટા ટ્રાવેલ પોર્ટલ યાત્રા ડોટ કોમના સીઓઓ શરત ઢલે કહ્યું કે, લાઇટસના કેન્સલ થવાના કારણે દેશના હેવી ટ્રાપિક ટ પર તરત જ અન્ય લાઇટસના ભાવ વધારી દેવામાં આવ્યા હતા. જેમ કે દિલ્હી–મુંબઈ વચ્ચેનું ભાડુ વધીને ૧૨,૦૦૦ પિયાથી વધી ગયું હતું. જોકે હવે આજથી ભાડામાં થોડો ઘટાડો થાય તેવી શકયતા છે.

લાઇટસ કેન્સલ થવા પર મંગળવારે છેલ્લી ઘડીના બુકિંગમાં લાટસ ટિકિટના પ્રાઇસમાં ૧૦ ટકા જેટલો વધારો થયો છે. ઈંડિગોએ મંગળવારે ૧૮ શહેરોમાંથી પોતાની લાઇટસને રદ કરી હતી. જેમાંથી ૧૭ જેટલી લાઇટસ દિલ્હી અને ૩ મુંબઈથી હતી. યારે ગો એરની ૮ શહેરોની લાઇટસ કેન્સલ થઈ હતી. જોકે ગો એરે દિલ્હી મુંબઈ વચ્ચેની પોતાની કોઈજ લાઇટને રદ્દ કરી નહોતી. બંને કંપનીઓએ નાના શહેરોની લાઇટસ જ કેન્સલ કરી હતી.

ઈંડિગોએ કહ્યું કે, અમે એજ ટની લાઇટસ કેન્સલ કરી યાં અમારી બીજી ઘણી લાઇટસ હતી અને જેમાં અમે બીજા પ્લેનમાં પ્રવાસીઓનો સમાવેશ કરી શકતા હતા. અમે બધા જ પ્રભાવિત પ્રવાસીઓને કોઈપણ જાતના વધુ ખર્ચ કર્યા વગર અન્ય લાઇટસ પસદં કરવા અથવા પોતાનું બુકિંગ રદ કરી પૂ રીફડં મેળવવા વિકલ્પ આપ્યો હતો. તો ગોએર દ્રારા પણ પૂર્ણ રીફડં અથવા અન્ય લાઇટમાં બુકિંગનો ઓપ્શન આપવામાં આવ્યો હતો.

પ્રવાસીઓની જીવનની સુરક્ષાનો સવાલ હોઈ સરકાર આ મામલે એરલાઇન્સને કોઈ રાહત આપવા માગતી નથી. રાયકક્ષાના એવિએશન પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું કે, આ એન્જીનની સમસ્યાનો ઉકેલ યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ પ્લેન ઉડી શકશે નહીં

Comments

comments

VOTING POLL