ગરમીમાં લેવો આ પ્રકારનો ખોરાક, નહીં તો થઈ જશો હેરાન-પરેશાન

April 28, 2018 at 12:53 pm


ઉનાળામાં ગરમી વધવાના કારણે લોકોની ખોરાકની આદતો બદલી જાય છે. ભોજન લેવાની ઈચ્છા ઘટી જાય છે. જો કે ગરમીમાં ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો ખાણીપીણીમાં દરકાર રાખવામાં ન આવે તો એસિડીટી, અલ્સર, હરસ જેવી તકલીફ થઈ શકે છે. એટલે જરૂરી છે કે ઉનાળામાં એવા શાકભાજીનું સેવન ન કરીએ જેના કારણે સ્વાસ્થ બગડે. તો ચાલો જાણી લો કે ઉનાળામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.

લસણ, ડુંગળી, લીલા મરચાં જેવી વસ્તુઓમાં શરીરને ગરમ કરવાનો ગુણ હોય છે. આ ઉપરાંત તેનાથી શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ આવે છે. તેથી ગરમીમાં ડુંગળી સહિતની વસ્તુઓનું વધુ પડતું સેવન ન કરવું જોઇએ. ઉનાળામાં શાકમાં તેલ-મસાલાનો ઉપયોગ પણ ઓછો કરવો. તેના બદલે લીલા શાકભાજી અને સલાડનું સેવન નિયમિત કરવું જોઈએ. જમવામાં દહીં અને છાસનો ઉપયોગ પણ અચૂક કરવો. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીરની આંતરીક ગરમી વધતી નથી.

Comments

comments

VOTING POLL