FPISને સરચાર્જમાંથી રાહત નહી મળેઃ નાણાપ્રધાન સીતારામન

July 19, 2019 at 11:14 am


નાણાપ્રધાન નિર્મલા સીતારામને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈએસ)ની સુપર-રિચ સરચાર્જને ઘટાડવાની માંગણી નકારી કાઢી છે. તેમણે ટ્રસ્ટ તરીકે કામ કરતા એફપીઆઈએસને કંપનીમાં રૂપાંતરની સલાહ કરી આપી હતી. સીતારામને કહ્યું હતું કે, સુપર-રિચ સરચાર્જને કારણે એફપીઆઈએસ દેશ છોડી જતાં રહેવાની આશંકા અસ્થાને છે.

સીતારામને કહ્યું કે, સરકારના ટેકસ પ્રસ્તાવનો હેતું મેક ઈન્ડિયા પર ભાર આપવાનો, ઈઝ આેફ ડુIગ બિઝનેસ અને યુવા ઉદ્યાેગસાહસિકોને સ્ટાર્ટ-અપ માટે પ્રાેત્સાહિત કરવાનો છે. લોકસભામાં ગુરૂવારે ફાઈનાન્સ બિલ અંગેની ચર્ચાનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, અસરકારક ટેકસ રેટમાં વૃધ્ધિ માત્ર વ્યિક્તગત કરદાતાને લાગુ પડે. જેમાં ટ્રસ્ટ હેઠળ કામ કરતાં એફપીઆઈએસનો સમાવેશ થાય છે.
સીતારામને સ્પષ્ટતા કરી હતી કે, કંપની તરીકે કામ કરતાં એફપીઆઈએસને ટેકસના દરમાં વૃધ્ધિથી પ્રતિકુળ અસર નહી થાય અને તેમણે ટ્રસ્ટ તરીકે કામ કરવાને બદલે કંપનીમાં રૂપાંતરનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. જેથી સરચાર્જની વૃધ્ધિ લાગુ ન પડે. ભારતમાં રોકાણ કરતાં લગભગ 40 ટકા એફપીઆઈએસ ટ્રસ્ટ અથવા એસોસિએશન આેફ પર્સન્સના માળખા તરીકે કામ કરે છે.
નાણાપ્રધાને કહ્યું હતું કે, સરકાર માને છે કે સુપર-રિચ લોકોએ સમાજ અને દેશના નિમાર્ણમાં વધુ યોગદાન આપવું જોઈએ.

Comments

comments

VOTING POLL