2019 પહેલા ગુજરાતમાં ગરીબોને મળશે ઘરનું ઘર

May 8, 2018 at 12:42 pm


ગુજરાત સરકારે કમિશનર મ્યુનિ. એડમિનિસ્ટ્રેશનની નવી વ્યવસ્થા ઊભી કરી છે તેણે પોતાને સોંપાયેલી કામગીરીને ફાસ્ટ ટ્રેક પર મુકી છે. ખાસ કરીને આગામી વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શહેરી વિસ્તારોમાં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ અઢી લાખ આવાસોના નિમર્ણિના કાર્યને હાથ પર લીધું છે..

રાજ્યના શહેરી વિસ્તારમાં વસતા મકાન વિહોણા લોકોને વિવિધ યોજના હેઠળ 4,48,171 આવાસોના નિમર્ણિનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 2,17,725 આવાસો પૂર્ણ કરીને લાભાર્થીઓને પૂરા પડાયા છે, જ્યારે બાકીના આવાસો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. આવાસોના નિમર્ણિ માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના અંદાજપત્રમાં રૂા.1158 કરોડ રકમની માતબર ફાળવણી પણ કરાઇ છે એમ મ્યુનિસીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન કમિશનરે જણાવ્યું છે. રાજ્યમાં વર્ષ 2015થી અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)ના ચાર ઘટકો હેઠળ 1,68,437 મંજૂર આવાસો સાથે શ્રેષ્ઠ કામગીરી થકી યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે.

Comments

comments

VOTING POLL