બંધ થાય છે લોકપ્રિય ક્રાઈમ શો ‘સાવધાન ઇન્ડિયા’, જાણો કારણ…

March 10, 2018 at 1:21 pm


પ્રખ્યાત શો ‘સાવધાન ઇન્ડિયા’ હાલમાં બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ખબર પ્રમાણે માનવામાં આવે તો સ્ટાર ભારત ‘સાવધાન ઇન્ડિયા’ પ્રસ્તુતિ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી છે. આ શોમાં ગુનાખોરીની સાચી ઘટનાઓ દેખાડવાના લીધે તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જેના લીધે શો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ‘સ્ટાર ભારત’ ની નીતિ પ્રમાણે ચેનલ પર એવા શો બતાવામાં આવશે કે ગામડાના લોકો પણ તેમાં જોડાય શકે. બસ આજ કારણ છે કે ‘નીમકી મુખિયા,કાલ ભૈરવ અને શામ દમ દંડ ભેદ જેવા શોની માંગ છે. છેલ્લા ચાર વર્ષથી આ શો દર્શકોનો પ્રિય શો હોવા છતાં આ શો બંધ કરવાનો નિર્ણય આઘાતજનક કેહવાય.લાઈફ ઓકે પર સ્ટાર ભારત કે નામ પર રી-લોન્ચ કરવામાં આવ્યો ત્યારે ખાલી સાવધાન ઇન્ડિયા શો ને જ ચાલુ રાખવામાં આવ્યો હતો. સૌ પ્રથમ ‘ક્રાઇમ એલર્ટ’ ના નામ હેઠળ ‘લાઇફ ઓકે’ ચેનલ પર આ શો શરૂ થયો હતો.

Comments

comments

VOTING POLL