Google લાવશે નવી ન્યુઝ એપ

May 10, 2018 at 7:44 pm


Googleએ ગુગલ ન્યુઝને નવા અવતારમાં રજુ કર્યો છે. કંપનીએ તેના વાર્ષિક કોન્ફરન્સ Google I/O 2018 ની ઘોષણા કરી છે. ગુગલએ કહ્યું છે કે ગુગલ ન્યુઝ રીડીઝાઇન કરવામાં આવશે. ગુગલે આ પણ કહ્યું છે કે Newsstandને ગુગલ ન્યુઝ એપ સાથે રિપ્લેસ કરવાની ઘોષણા કરી છે.

કોન્ફરન્સના બીજા દિવસે ગુગલ CEO સુંદર પીચાઈએ કહ્યું કે, ‘સારું લોકતંત્ર માટે સમાચાર ખુબ જ જરૂરી છે. લોકોને સાચી ખબરો માટે જ ગુગલ પર દેખાય છે. આ માટે ગુગલ ન્યુઝને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદથી નવું રૂપ આપ્યો છે.

ગુગલ ન્યુઝ ૧૫ વર્ષ પહેલા શરુ કરવામાં આવી હતી. પરંતુ ઈન્ટરનેટ પર ઘણા ખોટા સમાચારો ફરતા હોય છે અને આ ખોટા સમાચારોને રોકવા માટે ગુગલ ઘણા વર્ષો થયા મોટા પગલા પણ લીધા છે.

હાલમાં ગુગલ ન્યુઝ નવી એપને ત્રણ નવા ફીચર સાથે લોન્ચ કરશે. પહેલા યુઝરએ જાણવા માંગે છે દુનિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે ?, કોઈ ઘટના પાછળ સ્ટોરી અને ત્રીજો હેડલાઈનની આગળના સમાચાર. બીજા શબ્દોમાં કહીએ તો ગુગલ ન્યુઝમાં બ્રેકીંગ ન્યુઝની સાથે સાથે વિસ્તારમાં પણ સમાચાર મળશે.

નવા અપડેટ સાથે તમને ફોર ન્યુ સેક્શન મળશે જેમાં તમારી પસંદની ૫ ખબરો મળશે. જે તમારી સર્ચ હિસ્ટ્રીના આધારે હશે. ત્યારબાદ તમે અમુક ટોપિકને પણ ફોલો કરી શકો છો.

Comments

comments

VOTING POLL