10થી 17 ઓક્ટોબર સુધી રહેશે નવરાત્રિ વેકેશન : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

July 31, 2018 at 4:43 pm


નવરાત્રિ સમય વેકેશન અંગે આજે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પત્રકારોને સંબોધી કેટલીક સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય ઉતાવળિયો નથી. નવરાત્રિ દરમિયાન વેકેશન 10થી 17 સુધી રહેશે અને ધોરણ 9ની પરીક્ષા 19 ઓક્ટોબરથી શરૂ થશે.

શિક્ષણપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાનની 7 દિવસની રજા બાદ દિવાળી વેકેશનમાંથી 7 દિવસ ઘટાડી દેવામાં આવશે. જેથી દિવાળી વેકેશન 5થી 18 નવેમ્બર દરમિયાન હશે. સરકારના આ નિર્ણયથી અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવા નહીં પડે અને વિદ્યાર્થીઓને કોઈ જ નુકસાન નહીં થાય. આ મામલે શાળા સંચાલકો વિરોધ કરી રહ્યા હોવાની વાત પર તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો છે.

Comments

comments

VOTING POLL