15 દિવસમાં વાળ થઈ જશે રેશમી જો લગાવશો આ ક્રીમ

April 9, 2018 at 1:42 pm


ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. આ સમયમાં વાળને લગતી સમસ્યાઓ વધી જતી હોય છે. તેમાં પણ વાળ જો લાંબા કે વાંકડિયા હોય તો તેનું જતન કરવા માટે થોડા થોડા સમયે વાળની સંભાળ માટે પાર્લર જવું પડે છે. પરસેવાના કારણે વાળ વારંવાર ધોવા પણ પડે છે. ઉનાળામાં જો પૂરતી કાળજી રાખવામાં ન આવે તો વાળ રૂક્ષ અને ડેમેજ થઈ જાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે આજે એક ઘરગથ્થુ ઉપાય વિશે તમને જણાવી રહ્યા છીએ. આ ઉપાય અત્યંત સરળ છે અને તેને કરવા પાછળ નજીવો ખર્ચ જ થાય છે.

ગરમીના દિવસોમાં પણ વાળને ચમકતાં અને સોફ્ટ રાખવા માટે અહીં દર્શાવેલો ઉપાય સપ્તાહમાં 2 વખત કરવો. આ ઉપાય શરૂ કર્યાના થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે વાળની સમસ્યાઓ દૂર થવા લાગી છે.

સૌથી પહેલા એક મીક્ષર જારમાં પાકું કેળું પીસી લેવું તેમાં એક ડુંગળીનો રસ, 2 ચમચી મધ, 1 ચમચી બદામનું તેલ ઉમેરી સારી રીતે મીક્ષ કરી લેવું. આ પેસ્ટને વાળના મૂળમાં સારી રીતે લગાવવી અને પછી શાવર કેપ પહેરી લેવી. આ પેસ્ટને 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખવી અને પછી વાળને ધોઈ લેવા. આ પેસ્ટ સપ્તાહમાં બે વખત વાળમાં લગાવવી. 15 જ દિવસમાં તમારા વાળ સોફ્ટ અને સિલ્કી થઈ જાશે.

Comments

comments

VOTING POLL