ચહેરા અનુરૂપ કરો હેરસ્ટાઈલ, લાગશો એકદમ ક્યુટ

March 10, 2018 at 8:04 pm


ચેહરાની સુંદરતા સાથે વાળની આગવી સ્ટાઈલ પણ આકર્ષક દેખાવ માટે જરૂરી છે. જો સારી હેરસ્ટાઈલ ન કરી હોય તો ચહેરાની સુંદરતા ઝાંખી પડી જાય છે. તો આજે જાણો તમારા ચેહરાના આકાર અનુસાર તમારા પર કેવી હેરકટ સારી લાગી શકે છે. હાલમાં યુવતીઓમાં લાંબા વાળનો ટ્રેન્ડ ચાલે છે. વળી લાંબા વાળ ખુલ્લા રાખવાની ફેશન પણ વધી છે. તો જાણો કેવા ચહેરા પર કેવી હેરસ્ટાઈલ સારી લાગે છે.

૧. સ્ટ્રેટ કટ

જેનું માથું પહોળો, જાડા ગાલ અને પહોળો નાકથી ભારી ચહેરો હોય. એવા ચેહરા માટે ખભા સુધી લાંબા વાળ સારા લાગે છે.

૨. લેયેર્ટ બ્લંટ કટ
લાંબા અને પાતળા વાળા માટે લેયેર્ટ બ્લંટ કટ સારા લાગે છે. ઘણા પ્રકારના લેયર્સ હોય છે, જે વાળને સુંદર લુક આપે છે.

૩.કોર્નકેવ ફ્રીંજ

આ હેર કટમાં વાળા વચ્ચે થી નાના અને છેડેથી મોટા હોય છે. આ હેર કટ થી આંખ અને નાક આકષર્ણનું કેન્દ્ર બને છે. આ ગોળ ચેહરાને સારૂ લાગે છે.
૪. લાંબા લેયર્સ

નાના બાળકો આજકાલ લાંબા લેયર્સની સ્ટાઇલ વધારે પસંદ કરે છે. આ હેર કટ બધા ચેહરાને સારૂ લાગે છે.
૫.કરલી સ્ટાઇલ
લુકમાં થોડો ફેરફાર લાવવા માટે કરલી વાળા લાંબા વાળ સારા લાગે છે. તમે જો કરલી હેર કરશો તો જરૂર તમારા લુકમાં ફેર પડશે અને સુંદર લાગશે.

Comments

comments

VOTING POLL