હજ કરવા જનાર માટે સરકારે હવાઇ ટિકિટના દરમાં જાહેર કર્યેા ઘટાડો

February 28, 2018 at 11:32 am


હજ કરવા જનાર માટે સબસિડી બધં કર્યાના એક મહિના બાદ સરકારે હજ કરવા જનાર માટે હવાઇ ટિકિટના દરમાં ખાસ્સો ઘટાડો જાહેર કર્યેા હોવાની માહિતી કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આપી હતી.
નકવીએ આ પગલાંને મોટું પગલું ગણાવતા જણાવ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલયે આ મામલે ખાસ્સો રસ લીધો હતો. આ નિર્ણય ભાજપની નીતિ અનુસારનું જ છે.

દરઘટાડો અર ઈંડિયા, સઉદી અરલાઇન્સ અને લાયનાસ (સઉદી અરેબિયાની વિમાની કંપની)નાં વિમાનોમાં દેશના ૨૧ અરપોર્ટ પરથી જેદ્દાહ અને મદિના જવા માટે આપવામાં આવશે.
નકવીએ વધુમાં જણાવ્યું હતું કે દરઘટાડાથી કોંગ્રેસના યુપીએ શાસન દરમિયાન હાજીઓને નામે જે રીતે રાજકીય અને નાણાકીય શોષણ થતું હતું એ બધં થઇ જશે.

આ વાતની સત્યતા સાબિત કરવા નકવીએ યુપીએ શાસન દરમિયાનના હવાઇ દર અને ૨૦૧૮ના હવાઇ દરની સરખામણી કરી બતાવતા જણાવ્યું હતું કે અમદાવાદથી હજ કરીને પાછા ફરવાનો ખર્ચ ૨૦૧૩–૧૪માં . ૯૮,૭૫૦ થતો હતો અને આ વર્ષે એ . ૬૫,૦૧૫ થશે. મુંબઇથી પ્રવાસ કરનારને તો ૨૦૧૩–૧૪માં . ૯૮,૭૫૦ આપવા પડતા એને બદલે ફકત . ૫૭,૮૫૭ જ ખર્ચવા પડશે.
સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં આપેલા આદેશ અનુસાર સરકારે જાન્યુઆરીમાં હજ માટે આપવામાં આવતી સબસિડી બધં કરી હતી.

Comments

comments

VOTING POLL