શરદી-તાવને છૂમંતર કરે તેવા છે આ ઘરગથ્થુ ઉપાય

August 8, 2018 at 5:00 pm


શરદી-તાવ એવી બીમારી છે જે ઋતુ બદલવાથી પણ થઈ જાય છે. તેમાં પણ નાના બાળકોને તો ખાસ આ સમસ્યા સતાવતી હોય છે. આ બીમારીની દવા વારંવાર લેવા કરતાં તેના માટે ઘરગથ્થુ ઉપચાર કરવા લાભકારક સાબિત થાય છે. કયા કયા છે આ ઘરગથ્થુ ઉપાય જાણી લો આજે….

– ઉધરસ અને તાવ હોય ત્યારે દૂધ પીવાનું ટાળવું. જો દૂધ પીવાનું ટાળી શકાય તેમ ન હોય તો દૂધમાં હળદર ઉકાળીને પીવું.
– તુલસીના પાન અને આદુનો એક ટુકડો બે ગ્લાસ પાણીમાં ઉકાળવા. એક ગ્લાસ જેટલું પાણી બચે પછી તેમાં નમક ઉમેરી નવસેકું હોય ત્યારે તેને પી જવું.
– પાણીમાં અજમા અને હળદર ઉમેરી ખૂબ ઉકાળવા. બરાબર ઉકળે ત્યારબાદ તેને ગરમ ગરમ હોય ત્યારે જ પી લેવું. જરૂર જણાય તો નમક ઉમેરી શકાય છે.
– ઉધરસ હોય તો મોંમાં લવિંગ રાખવું.
– દૂધમાં સૂંઠ અને સિતોપલાદી પાવડર ઉમેરીને પીવો.

Comments

comments

VOTING POLL