બ્રેડને આ રીતે રાખો લાંબા સમય સુધી તાજી

June 26, 2018 at 5:51 pm


બ્રેડ એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. ભોજન તેમજ નાસ્તામાં પણ બ્રેડનો ઉપયોગ થતો હોય છે. આ બ્રેડને લાંબો સમય તાજી કેમ રાખવી તે જાણી લો ફટાફટ

1. હંમેશા બ્રેડને સૂકી જ રાખો. તેને ક્યારેય તમારા ભીના હાથે ન કાઢો. સાથે બ્રેડ જે પેકેટમાં લાવ્યા હોય તે જ પેકેટમાં રાખો.
2. બ્રેડનું પેકેટ ખોલ્યા બાદ તેને વધુ લાંબા સમય સુધી ક્યારેય બહાર ન રાખો. બાકીની અન્ય સીઝનમાં તમે બ્રેડને બ્રેડ બાસ્કેટમાં કાઢીને બહાર રાખી શકો છો. હંમેશા એ જ બ્રેડ બાસ્કેટ ખરીદો જે ધાતુ, લાકડા કે માટીના મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું હોય કારણ કે આનાથી બ્રેડ ભેજથી દૂર રહે છે.
3. પ્રયાસ કરો કે હંમેશા એ જ બ્રેડ લાવો જે ઘઉંમાંથી બનેલી હોય એટલે કે વ્હીટ બ્રેડ. આ આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે સાથે તેમાં વ્હાઇટ બ્રેડની સરખામણીએ ફૂગ જલ્દી લાગતી નથી.
4. હંમેશા તમારી બ્રેડને ફ્રીઝ કરવાનું વિચારો. પણ હા, અમે તમને જણાવી દઇએ કે બ્રેડને ફ્રીઝ કરવાથી તેનો સ્વાદ તથા ભેજ જતો રહે છે. આના ઉપાય રૂપે તમે બ્રેડને બચાવવા માટે તેને કોઇ ફોઇલ પેપરમાં રેપ કરીને મૂકો જેનાથી તેનો ભેજ જળવાઇ રહે અને તે ફૂગથી પણ બચી શકે.
5. જ્યારે પણ તમે ફ્રેશ બ્રેડ ખરીદીને ઘરે લાવો ત્યારે તેને કોઇ ઘાટ્ટા રંગવાળી જગ્યાએ રૂમ ટેમ્પરેચર પર રાખો.

Comments

comments

VOTING POLL