વરસાદની ઋતુમાં વસ્તુઓને આ રીતે બચાવો ભેજથી

June 26, 2018 at 5:39 pm


ચોમાસાની ઋતુમાં મોટા ભાગની વસ્તુઓમાં ભેજ લાગવાની સમસ્યા તમને પણ સતાવતી હશે. એટલા માટે જ આજે અહીં એવા ઉપાય રજુ કરવામાં આવ્યા છે જે તમારી આ સમસ્યાને દૂર કરી દેશે.

– વીજળીના ઉપકરણના પ્લગ કાઢીને મુકી દો જેથી વરસાદમાં કરંટ ના લાગે અને વસ્તુ જાતકના કારણે ખરાબ પણ ના થાય.
– ચોમાસામાં સિન્થેટિક કપડાં કાઢી લો, કોટન કે જાડા કપડાં મુકી દો.
– ઘઉં, ચોખા, વગેરેને બે-ત્રણ મહિનાના અંદાજ પ્રમાણે બહાર કાઢી લો. અને બાકી અનાજને સારી રીતે એટલે કે ભેજ ન જાય એવી રીતે પેક કરી દો. વરસાદમાં તેને ખોલશો નહી, કારણ કે જો તેમાં હવા લાગી જશે તો અનાજમાં કીડા પડશે.
– અથાણું પણ નાની બોટલમાં કાઢીને મુકો. બાકીનુ અથાણું એવી જગ્યાએ મુકો જ્યા વરસાદની હવા ન લાગે.
– લોખંડની ખુરશીઓ તેમજ અન્ય સામાનને તેલ લગાવી દો.

Comments

comments

VOTING POLL