HSRP પ્લેટના નંબર ભૂંસાયા હશે તો નવી પ્લેટ લગાવી અપાશે

August 29, 2018 at 11:29 am


રાજ્યમાં 2012થી તમામ વાહનોમાં હાઇ સિકયોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવવામાં આવે છે. જોકે, શરૂઆતમાં જે વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી તેમાં નંબરો ભૂંસાઇ જવાની ફરિયાદો ઉઠવા લાગી છે. જેથી વાહનની એચએસઆરપી નંબર પ્લેટ પરના નંબરો ભૂંસાઇ ગયા હોય તો નવી રંગથી લખેલા અક્ષરો ભૂંસાઇ જતા હતાં આ નંબર વાતાવરણમાં વધુ પડતી ગરમી હોવાના કારણે ભૂંસાઇ જતાં હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે એચએસઆરપી નંબર પ્લેટમાં ફેરફાર કરાયો હતો અને વાતાવરણની ગરમી સામે રેઝિસ્ટન્સ ધરાવતી નવી એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું શરૂ કર્યું હતું.

જોકે શરૂઆતમાં જે વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી તેમાં ગરમીના કારણે નંબરો ભૂંસાઇ જતા હતાં.

Comments

comments

VOTING POLL