ICAIનું કાલે રાજકોટમાં ઇલેકશનઃ સી.એ. ઉમેદવારોનું ભાવી કરશે કેદ

December 7, 2018 at 3:50 pm


ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નેશનલ અને રિજિયન ઇલેકશન આજે અને કાલે રાજકોટમાં યોજાશે. IઈઅIએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નેશનલ ઇિન્સ્ટટયુટ છે જેમાં દેશભરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેના સભ્યો હોય છે. ઇિન્સ્ટટયુટ આેફ ચાર્ડર્ડ એકાઉન્ટન્ટ આેફ ઇન્ડિયાની દર ત્રણ વરસે રાષ્ટ્રીય અને પ્રાંત કક્ષાની ચૂંટણી યોજાય છે. જેમાં નેશનલ લેવલે 32 અને રિજિયનમાં 22 સભ્યોની પસંદગી થતી હોય છે. બન્ને ચૂંટણી રાજકોટ ઇન્કમટેકસ કચેરીએ યોજાવાની છે. જેની તૈયારીને આખરી આેપ રાજકોટ બ્રાન્ચ આપી રહ્યું છે.
આ બે દિવસીય ચૂંટણી માટે મતદાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના સીએ કરશે. 1949માં સ્થાપિત થયેલા આઇસીએઆઇની દર ત્રણ વરસે યોજાતી ચૂંટણીમાં નેશનલમાં 32 મેમ્બરો ચૂંટાય છે જેમા વેસ્ટ, ઇસ્ટ, નોર્થ, સાઉથ અને સેન્ટ્રલ એક પાંચ રિજિયનમાંથી સભ્યોની નિમણૂક થાય છે. આ પાંચ રિજિયનમાંથી 32 સભ્યોની એક કમિટી બનશે. જયારે પ્રાંતમાં તેના કદ મુજબ સભ્યોની નિમણૂક થતી હોય છે.
આજે અને કાલે એક બે દિવસીયા ઇલેકશનમાં નેશનલ માટે અમદાવાદમાંથી અનીકેત તલાટી, પુરૂષોત્તમ ખંડેલવાલ, અને સુરતમાંથી જય છેડાએ ઉમેદવારી નાેંધાવી છે જય છેડા સહિત 18 ઉમેદવારોએ ઉમેદવારી નાેંધાવી છે જયારે રિજિયનમાં વિકાસ જૈન, ચિંતન પટેલ, હિતેશ કોમલ, સુબોધ કેડીયાએ દાવેદારી નાેંધાવી છે. આવતીકાલે આ તમામ ઉમેદવારોનું ભાવી રાજકોટના 1200 સીએ મત આપી આ તમામ ઉમેદવારોનું ભાવી કેદ કરશે.
રાજકોટ આઇટી કચેરીના 7મા માળે યોજાનાર આ ઇલેકશન માટે ઇન્કમટેકસ અધિકારી સંજય ખુસલાણીના નેતૃત્વમાં મતદાન કરશે. સમગ્ર ઇલેકશન માટે રાજકોટ આઇસીએઆઇ બ્રાન્ચના સીએ અંકિત ચોટલીયા, સીએ કલ્પેશ પારેખ, સીએ હાદિર્ક વ્યાસ, સીએ અભિષેક દોશી સહિતની ટીમ સક્રિય છે.

Comments

comments

VOTING POLL