IITના વિદ્યાર્થીઆેને વિદેશમાં 1.50 કરોડના પગારની આેફર

November 30, 2018 at 11:13 am


આ પ્લેસમેન્ટ સિઝનમાં અમેરિકી દિગ્ગજ માઈક્રાેસોફટ સતત ત્રીજા વર્ષે ઈન્ડિયન ઈિન્સ્ટટયુટ આેફ ટેક્નોલોજી (આઈઆઈટી)માં સૌથી વધુ પગાર આપનારી કંપની બનવા જઈ રહી છે. ટોપ-7 આઈઆઈટીના પ્લેસમેન્ટ અધિકારીઆેએ જણાવ્યું કે કંપની વિદેશમાં પોસ્ટીગ માટે 1.50 કરોડનું સૌથી વધુ પગાર પેકેજ આેફર કરી રહી છે. અમેરિકી કેબ કંપની ઉબેર આ મામલે બીજા નંબરે છે. તે ઈન્ડિયાના યુવા એન્જિનિયરોને ઈન્ટરનેશનલ રોલ માટે 1 કરોડથી વધુનું પેકજ આપી રહી છે.
આઈઆઈટી પ્લેસમેન્ટ સેલના સભ્યોએ જણાવ્યું કે માઈક્રાેસોફટ 2,14,600 ડોલર સુધીની આેફર આપી રહી છે. તેમણે જણાવ્યું કે આ પેકેજમાંમુળ પગાર, પરફોર્મન્સ બોનસ, જોઈનિંગ બોનસ અને ઈ-શોપ્સ સામેલ છે. અત્યાર સુધી માઈક્રાેસોફટ અને ઉબેરે જ એક કરોડથી વધુની પગાર પેકેજ આેફર કર્યું છે. બન્ને કંપનીઆેએ અમેરિકામાં પોસ્ટિ»ગ આટે આટલા પગારની પેશકશ કરી છે. આ વખતે મોટાભાગના આઈઆઈટીમાં પ્લેસમેન્ટ સીઝન 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યા છે જો કે નવા આઈઆઈટીમાં પ્લેસમેન્ટ પહેલાંથી જ ચાલું થઈ ગયા છે.
માઈક્રાેસોફટ ઈન્ડિયાની üુમન રિસોર્સેઝ હેડ ઈરા ગુપ્તાએ જણાવ્યું કે માઈક્રાેસોફટ ભારતમાંથી કુશળ એન્જિનિયર્સને નોકરી આપવા માટે વધુ ઈચ્છુક છે. આ વર્ષે અમે પહેલાંથી જ ટોપ એન્જિનિયરિ»ગ કોલેજના વિદ્યાર્થીઆેને 400થી વધુ નોકરીની આેફર આપી ચૂક્યા છે. અમે શ્રેષ્ઠ આવડતની શોદમાં ટોપ-8 આઈઆઈટી જઈ રહ્યા છે જ્યાં પ્લેસમેન્ટ સિઝન 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. ઈરાએ જણાવ્યું કે અમારી કંપની હંમેશા એવા લોકોની તલાશ કરે છે જેમાં કંઈક અલગ કરવાની ખેવના હોય. જે પોતાના આઈડિયાથી દુનિયામાં ફેરફાર લાવી શકવા સક્ષમ હોય.
ગત વર્ષે માઈક્રાેસોફટવે એક વિદ્યાર્થીને સૌથી વધુ 1.34 કરોડની નોકરીની આેફર કરી હતી. અત્યાર સુધી સૌથી મોટું પેકેજ 2015-16માં આેરકલે 2.27 કરોડનું આપ્યું હતું.

Comments

comments

VOTING POLL