IL & FSd હાકૌભાંડ: હવે રેટિંગ એજન્સીઓ સામે આકરાં પગલાં

June 12, 2019 at 10:31 am


આઈએલએન્ડએફએસ ફાયનાન્શીયલ સર્વિસીઝના મહાકૌભાંડમાં આમ તો ઘણા બધા પગલાં લેવાયા છે પરંતુ હવે તેમાં કેટલીક મહત્ત્વની રેટિંગ એજન્સીઓ પણ સામેલ હોવાનું બહાર આવતાં સરકાર ચોંકી ઉઠી છે અને કેન્દ્રના કંપની બાબતોના મંત્રાલય દ્વારા આવી રેટિંગ એજન્સીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની સુચના મળી છે.

આવી રેટિંગ એજન્સીઓની સામે ટૂંક સમયમાં જ અતિ કડક પગલાં લેવાશે તેવો સંકેત મળ્યો છે. કંપ્ની બાબતોના મંત્રાલયની ઈચ્છા એવી છે કે કંપ્ની અધિનિયમની કલમ 447નો ઉપયોગ કરવામાં આવે.
આ કલમ હેઠળ રેટિંગ એજન્સીઓ અને તેના અધિકારીઓ પર ભારેથી અતિભારે દંડ ફટકારવામાં આવશે અને એમને સસ્પેન્ડ પણ કરવામાં આવશે. આ પહેલાં સોમવારે મંત્રાલયે આઈવીનના ઓડિટરો પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો અને આ માટે એનસીએલટીમાં અરજી દાખલ થઈ છે. આઈએલએન્ડએફએસ તથા તેની સહાયક કંપ્નીઓમાં ગંભીર નાણાકીય સંકટની જાણકારી હોવા છતાં ખરાબ વહીવટનો રિપોર્ટ આપ્યો નહોતો અને રેટિંગ એજન્સીઓએ સારો રિપોર્ટ આપીને આ કૌભાંડમાં પોતાની સામેલગીરી દશર્વિી છે તેમ તપાસમાં બહાર આવ્યું છે.

રેટિંગ એજન્સીઓ દ્વારા કંપ્ની અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ દેખાઈ રહ્યું છે અને તપાસકતર્ઓિએ મંત્રાલયને બધી વિગતો આપી દીધી છે. ઓછામાં ઓછી ચાર રેટિંગ એજન્સીઓના અધિકારીઓની પૂછપરછ ટૂંક સમયમાં શ થશે અને એમને સમન્સ મોકલવામાં આવશે. આમ દેશની પ્રમુખ રેટિંગ એજન્સીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Comments

comments

VOTING POLL