ધોરાજી શહેરના ફરેણી રોડ ખાતે આવેલા આવળમાં માતાજીના મંદિર ખાતે ધજા રોહણ સ્તંભનું વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ, દાતાશ્રીઓ તથા ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભક્તોએ આવળમાં માતાજીના જયઘોષ સાથે ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો અને ધજા રોહણ સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ધોરાજી શહેરમાં પ્રથમ વખત ધજા રોહણ સ્તંભનું સ્થાપન થતાં ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. વધુમાં, આગામી તા. 25ના રોજ સવારે 9:00 વાગ્યે મામા સાહેબના મંદિર ખાતેથી સાથ-સંગાથ સાથે ધ્વજા ચઢાવવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધ્વજારોહણ કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.