BREAKING NEWS

રાજ્યના ૨૯ તાલુકામાં ૫૦ ટકાથી વધુ વરસાદની ઘટ: ખેડૂતોમાં ચિંતાનું મોજું

  • October 03, 2026 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સત્તાવાર રીતે ૩૦ સપ્ટેમ્બરના રોજ ચોમાસુ સિઝન પૂર્ણ થઈ ગઈ છે. ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન રાજ્યમાં સરેરાશ ૮૯.૧૯ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, સંતોષકારક સરેરાશ વરસાદ છતાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં ૫૦ ટકા કરતાં વધુ વરસાદની મોટી ઘટ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં તો દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ નિર્માણ થવા પામી હોવાની ચાડી સરકારી આંકડાઓ ખાય રહ્યા છે.
વરસાદની ઝોનવાઈઝ સિથ્તી જોવામા આવે તો, માત્ર દક્ષિણ ગુજરાતમાં ૧૧૪.૨૩ ટકા સારો વરસાદ નોંધાયો છે, જ્યારે આ સિવાયના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદની ખાધ નોંધાય છે.ઓછા વરસાદના કારણે ખેડૂતોના માથે આ વર્ષે પણ કમાણી કરતાં ખાવા-કમાવવાનું ગુમાવવાનો વારો આવે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
કચ્છમાં અત્યાર સુધીમાં ૫૭.૬૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૧.૦૪ ટકા, મધ્ય ગુજરાતમાં ૮૮.૬૭ ટકા અને સૌરાષ્ટ્રમાં ૭૧.૪૩ ટકા જ વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ માત્ર ૫.૫૪ ઇંચ એટલે કે ૧૬.૪૫ ટકા જ વરસાદ નોંધાયો છે. આ જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં તો માત્ર ૩ ઇંચ (૭.૮૬ ટકા) જ વરસાદ વરસ્યો છે. આ જ પ્રમાણે પોરબંદરમાં ૧૦.૪૬ ઇંચ (૩૦.૮૬ ટકા) અને જામનગરમાં ૧૩ ઇંચ (૪૩.૨૬ ટકા) વરસાદ થયો છે.
બીજી તરફ, ખેડૂતોનું કહેવું છે કે ચોમાસુ પૂરું થયા પછી હવે જો કમોસમી વરસાદ પડે તો તે ઊભેલા પાકને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં અબડાસા (૩૭.૮૬%), લખપત (૪૭.૭૩%), નખત્રાણા (૪૭.૧૩%), વાવ (૩૮.૮૩%), ઊંઝા (૪૪.૪૮%), ઈડર (૪૮.૫૦%), જોડીયા (૪૮.૦૭%), લાલપુર (૨૬.૮૭%), ભાણવડ (૨૪.૩૦%), દ્વારકા (૨૦.૪૦%), કલ્યાણપુર (૭.૮૬%), પોરબંદર (૧૯.૧૮%) અને રાણાવાવ (૨૭.૩૮%) સહિતના તાલુકાઓમાં ૫૦ ટકાથી પણ ઓછો વરસાદ થયો છે.
ખેડૂતોના માથે આ વર્ષે પણ કમાણી કરતાં ખાવા-કમાવવાનું ગુમાવવાનો વારો આવે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સિઝનના અંતે પાણીની અછત અને પાક નિષ્ફળ જવાની ભીતિને કારણે આ ક્ષેત્રોના ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે, અને પ્રસાશન દ્વારા યોગ્ય રાહત તથા સહાયના પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application